________________
૫૭૬ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
હોય છે? (૨) ચંદ્ર-સૂર્ય વિમાનની સમશ્રેણીએ સ્થિત તારા વિમાનોના દેવો ચંદ્રાદિ કરતાં શું કંઈક અલ્પ
ઋદ્ધિ- વાળા કે એક સરખી ઋદ્ધિવાળા હોય છે? (૩) ચંદ્ર-સૂર્ય વિમાનની ઉપરના ક્ષેત્રમાં સ્થિત તારા વિમાનોના દેવો ચંદ્રાદિ કરતાં શું કંઈક અલ્પ ઋદ્ધિવાળા કે એકસરખી ઋદ્ધિવાળા હોય છે?
ઉત્તર- હા, ગૌતમ! આ રીતે હોય છે અર્થાત્ ચંદ્ર-સૂર્ય વિમાનની નીચે કે સમશ્રેણીએ કે ઊર્ધ્વભાગમાં સ્થિત તારા વિમાનના કેટલાક દેવો ચંદ્રાદિ કરતાં કંઈક અલ્પઋદ્ધિવાન હોય છે અને કેટલાક સમઋદ્ધિવાન પણ હોય છે.
પ્રશ્ન- હે ભગવન! ચંદ્રાદિદેવની અપેક્ષાએ તારા રૂપદેવોની અલ્પ ઋદ્ધિ કેસમઋદ્ધિનું શું કારણ હોય શકે છે?
ઉત્તર-હે ગૌતમ! તે દેવોના પૂર્વભવના તપ અને નિયમની જેવી જેવી કનિષ્ઠતા કે ઉત્કૃષ્ટતા હોય છે, તેવી તેવી તે દેવોની ઋદ્ધિની અલ્પતા કે તુલ્યતા હોય છે. અર્થાત જે તારા દેવોના તપ-નિયમ ચંદ્રાદિ દેવોના તપ-નિયમથી કનિષ્ઠ હોય તેની ઋદ્ધિ ચંદ્રથી કંઈક અલ્પ હોય અને જે દેવોના તપ-નિયમ ઉત્કૃષ્ટ હોય છે તેની ઋદ્ધિ ચંદ્ર તુલ્ય હોય છે. તેથી હે ગૌતમ! આ પ્રમાણે કહ્યું છે કે ચંદ્ર-સૂર્યથી નીચે, ઉપર અને સમકક્ષ ભ્રમણ કરનારા તારાઓ તેનાથી સમાન ઋદ્ધિવાળા કે કંઈક અલ્પ ઋદ્ધિવાળા હોય છે.
'II ધાતકીખંડાદિ દ્વીપ-સમદ્રાધિકાર સંપૂર્ણ