________________
પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર
૫૭૫
નથી, બીજા ભંગમાં છેદન ભેદન છે, ત્રીજા ભંગમાં બહારના પુગલોને ગ્રહણ કરે છે પણ બાળકના શરીરનું છેદન-ભેદન નથી અને ચોથા ભંગમાં બહારના પુદ્ગલોનું ગ્રહણ પણ છે અને બાળકના શરીરનું છેદન-ભેદન પણ છે.
આ નાના મોટા ફેરફારના કાર્યને છાસ્થ કરી શકે છે, પરંતુ જાણી દેખી શકતો નથી. હૃસ્વીકરણ અને દીર્ઘકરણની આ વિધિ ઘણી જ સૂક્ષ્મ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં દેવની વિવિધ પ્રકારની શક્તિનું કથન છે. દેવગતિ- દેવ કોઈ પણ પુદ્ગલને નીચે ફેંક્યા પછી, તે પુદ્ગલ નીચે પહોંચે તે પહેલાં જ તેને વચ્ચેથી જ પકડી શકે છે, કારણ કે પુગલની ગતિ ક્રમશઃ મંદ થતી જાય છે. જ્યારે દેવની દિવ્યગતિ પ્રારંભથી અંત સુધી શીઘ્ર જ રહે છે. દેવની ગતિ સંબંધી વિશેષ સ્પષ્ટીકરણ માટે જુઓ– શ્રી ભગવતી સૂત્ર શતક-૩, ઉદેશક-૧. તેથી જ ચમરેન્દ્ર ઉપર ફેકેલું વજ ચમરેન્દ્ર પર પડે તે પહેલા શક્રેન્દ્ર તેને વચ્ચેથી જ પકડી લીધું હતું. વિક્રિયાશક્તિ–દેવો વૈક્રિયશક્તિ દ્વારા વિવિધ પ્રકારની વિદુર્વણા કરી શકે છે. નાનામાંથી મોટું, મોટામાંથી નાનુંરૂપ બનાવી શકે, દશ્યને અદશ્ય કરી શકે છે, કોઈ પણ પદાર્થનું છેદન-ભેદન કરી શકે, છેદન-ભેદન કર્યા પછી પુનઃ તેની સંધિ(સાંધીને ભેગા) પણ કરી શકે છે. તેની વૈકિય શક્તિનો પ્રયોગ બાહ્ય પગલોને ગ્રહણ કરીને જ થાય છે, બાહ્ય પુદ્ગલ ગ્રહણ કર્યા વિના થતો નથી. સૂત્રમાં તત્સંબંધી ચાર વિકલ્પ કર્યા છે તે ભાવાર્થમાં સ્પષ્ટ છે.
તેમાંથી પ્રથમ બે વિકલ્પમાં બાહ્ય પુગલનું ગ્રહણ થતું નથી તેથી વૈક્રિય શક્તિનો પ્રયોગ થતો નથી. ત્રીજા વિકલ્પમાં બાહ્ય પુદ્ગલનું ગ્રહણ થાય છે પરંતુ બાળકનાં શરીરનું છેદન-ભેદન નથી.છેદન-ભેદન રૂપ કારણ જ ન હોવાથી સંધિરૂપ કાર્ય નથી. ચોથા વિકલ્પમાં બાહ્ય પુદ્ગલોનું ગ્રહણ પણ થાય છે અને છેદન-ભેદનરૂપ કારણ પણ હોવાથી સંધિરૂપ કાર્ય થાય છે.
દેવનું સંધિરૂપ કાર્ય અત્યંત સૂક્ષ્મ હોવાથી છવસ્થો તેને જાણી શકતા નથી. તારારૂપ દેવોની અભ્યાધિક અદ્ધિ:१०७ अत्थि णं भंते ! चंदिमसूरियाणं हेटुिंपितारारूवा अणुं पितुल्ला वि, समंपि तारारूवा अणुंपितुल्ला वि, उप्पिं पितारारूवा अणुंपितुल्ला वि? गोयमा ! हता,
अत्थि । से केणटेणं भंते ! एवं वुच्चइ- अत्थि णं चंदिमसूरियाणं जाव उप्पिं पि तारारूवा अणुंपि, तुल्ला वि?
गोयमा ! जहा जहाणंतेसिं देवाणंतव-णियम उक्कडाइंउस्सियाई भवंति तहा तहाणंतेसिंदेवाणं एवं पण्णायइ अणुत्ते वा तुल्ले वा । से एएणटेणंगोयमा ! अत्थि णं चदिमसूरियाणं उप्पिपि तारारूवा अणुपितुल्ला वि।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! (૧) ચંદ્ર, સૂર્ય, વિમાનની નીચેના ક્ષેત્રમાં સ્થિત તારા વિમાનોના દેવો શું ચંદ્ર-સૂર્ય કરતાં અલ્પ ઋદ્ધિવાન(કંઈક અલ્પ ઋદ્ધિવાળા) કે સમઋદ્ધિવાન(એકસરખી ઋદ્ધિવાળા)