________________
પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર
[ ૫૭૩ ] परिणमंति? हंतागोयमा ! एवंसुब्भिगंधा पोग्गला दुब्भिगंधत्ताए परिणमंति, दुब्भिगंधा पोग्गला सुब्भिगंधत्ताएपरिणमति । एवंसुरसादुरसत्ताएपरिणमति । सुफासा दुफासत्ताए પરિણામતિ | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું શુભરૂ૫ રૂપે પરિણત થયેલા પુદ્ગલો અશુભ રૂપમાં અને અશુભરૂપ રૂપે પરિણત થયેલા પુદ્ગલો શુભ રૂપમાં પરિણમન પામે છે? ઉત્તર- હા, ગૌતમ ! તેમ પરસ્પર પરિણમન પામે છે. આ જ રીતે સુરભિગંધના પગલો દુભિગંધ રૂપે અને દુભિગંધના પુગલો સુરભિગંધ રૂપે પરિણમન પામે છે. તે જ રીતે શુભ રસ અને શુભ સ્પર્શના પુગલો અશુભ રસ-સ્પર્શરૂપે અને અશુભ રસ-સ્પર્શના પુદ્ગલો શુભ રસ-સ્પર્શરૂપે પરિણમન પામે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ ઇન્દ્રિયોના વિષયો અને તેના વિવિધ પ્રકારના પરિણમનનું નિરૂપણ છે.
પાંચ ઇન્દ્રિયોમાં શ્રોતેન્દ્રિયનો વિષય શબ્દ, ચક્ષુરિન્દ્રિયનો રૂપ, ઘાણેન્દ્રિયનો ગંધ, રસેન્દ્રિયનો રસ અને સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ છે. પ્રત્યેક વિષયના શુભ અને અશુભ બે-બે પ્રકાર છે.
પુદ્ગલોમાં સતત પરિવર્તન થયા જ કરે છે. શુભ શબ્દાદિ પુગલો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ આદિ કોઈ પણ નિમિત્તથી અશુભરૂપે અને અશુભ પુલો શુભ રૂપે પરિણત થાય છે. શ્રી જ્ઞાતા સૂત્રમાં સુબુદ્ધિ પ્રધાને ગટરના ગંદા પાણીનું નિર્મળ પાણી કરીને જિતશત્રુ રાજાને પુદ્ગલ પરિવર્તનનો સિદ્ધાંત સમજાવ્યો અને તે નિમિત્તે જ રાજા પ્રતિબોધ પામ્યા, તે દષ્ટાંત પ્રસિદ્ધ છે. દેવશક્તિ - १०१ देवेणं भंते ! महिड्डिए जाव महाणुभागे पुव्वामेव पोग्गलं खवित्ता पभूतमेव अणुपरिवट्टित्ताणं गिण्हित्तए? गोयमा !हता पभू । सेकेणटेणं एवं वुच्चइ देवेण भंते! महिड्डिए जावगिण्हित्तए?
गोयमा ! पोग्गलेणं खित्तेसमाणे पुव्वामेव सिग्घगई भवित्ता तओ पच्छा मंदगई भवइ, देवेणंमहिड्डिए जावमहाणुभागेपुव्वपि पच्छावि सिग्घेसिग्घगई (तुरिए तुरियगई) चेव, सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ जावएवं अणुपरियत्ताणं गेण्हित्तए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કોઈ મહદ્ધિકયાવત મહાપ્રભાવશાળી દેવ શું પહેલાં કોઈ પણ વસ્તુ ફેંકે અને પછી તે વસ્તુ નીચે પડે તે પહેલાં જ તેને વચ્ચેથી પકડી શકે છે? ઉત્તર-હા, ગૌતમ! તે પકડી શકે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે મહદ્ધિક યાવતું મહાપ્રભાવશાળી દેવ પહેલાં વસ્તુને ફેંકે છે પછી તે વસ્તુ નીચે પડે તે પહેલાં જ તેને પકડી શકે છે?
ઉત્તર- હે ગૌતમ! ફેંકવામાં આવેલી વસ્તુની ગતિ પહેલા શીધ્ર હોય છે પછી તેની ગતિ મંદ થઈ જાય છે, જ્યારે તે મહર્તિક અને મહા પ્રભાવશાળી દેવની ગતિ પહેલાં અને પછી પણ શીધ્ર જ હોય છે. તેથી એ પ્રમાણે કહ્યું છે કે દેવ નીચે ફેંકેલી વસ્તુને વચ્ચે પકડવામાં સમર્થ છે. १०२ देवेणं भंते ! महिड्डिए जावमहाणुभागे बाहिरए पोग्गले अपरियाइत्ता पुव्वामेव