________________
'પ્રતિપત્તિ-૨: ધાતકીબડાદિ લીપ-સમૃદ્ધાધિકાર
[ ૫૭૧ |
દ્વીપ સમુદ્રોના નામ અને પ્રમાણાદિ - | ९२ केवइया णं भंते ! दीवसमुद्दा णामधेज्जेहिं पण्णत्ता? गोयमा ! जावइया लोगे सुभाणामा सुभा वण्णा जावसुभा फासा, एवइया दीवसमुदाणामधेज्जेहिं पण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કેટલા નામવાળા દ્વીપો અને સમુદ્રો છે? ઉત્તર- હે ગૌતમ! લોકમાં જેટલા શુભ નામ છે, શુભ વર્ણ યાવત્ શુભ સ્પર્શ છે, તેટલા નામવાળા દ્વીપો સમુદ્રો છે.
९३ केवइयाणंभंते !दीवसमुद्दा उद्धारसमएणंपण्णत्ता?गोयमा !जावइया अड्डाइज्जाणं सागरोवमाणं उद्धारसमया एवइया दीवसमुद्दा उद्धारसमएणं पण्णत्ता। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ઉદ્ધાર સમયોની અપેક્ષાથી દ્વીપ-સમુદ્રો કેટલા છે? ઉત્તર- હે ગૌતમ! અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા ઉદ્ધાર સમય છે, તેટલા તપો અને સમુદ્રો છે. ९४ दीवसमुदणंभंते ! किंपुढविपरिणामा आउपरिणामाजीवपरिणामापोग्गलपरिणामा?
गोयमा !पुढवीपरिणामावि,आउपरिणामावि,जीवपरिणामावि,पोग्गलपरिणामा वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! દ્વીપો અને સમુદ્રો શું પૃથ્વીના પરિણામરૂપ છે, પાણીના પરિણામરૂપ છે, જીવના પરિણામરૂપ છે કે પુદ્ગલના પરિણામરૂપ છે? ઉત્તર- હે ગૌતમ! દ્વીપો અને સમુદ્રો પૃથ્વીના પરિણામરૂપ પણ છે, પાણીના પરિણામરૂપ પણ છે, જીવના પરિણામરૂપ પણ છે અને પુદ્ગલના પરિણામરૂપ પણ છે. | ९५ दीवसमुद्देसुणंभते !सव्वपाणा,सव्वभूया,सव्वजीवा,सव्वसत्ता पुढविकाइयत्ताए जावतसकाइयत्ताए उववण्णपुव्वा ? हता गोयमा ! असइ अदुवा अणंतखुत्तो । इति दीवसमुद्दा समत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! શું આ દ્વીપો અને સમદ્રોમાં સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વ પૃથ્વીકાય યાવત્ ત્રસકાય રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે? ઉત્તર- હા ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે. આ પ્રમાણે દ્વીપ-સમુદ્રની વક્તવ્યતા પૂર્ણ થઈ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં દીપ-સમુદ્રોનું પરિમાણ નિશ્ચિત કર્યું છે. મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. તે અસંખ્યાતની રાશિને સૂત્રકારે અઢી ઉદ્ધાર સાગરોપમના સમય પ્રમાણ કહી છે. અલીફા સાવન સપ્તાહમા... શ્રી અનુયોગદ્વાર સુત્રમાં ત્રણ પ્રકારના પલ્યોપમ અને સાગરોપમનું કથન છે. ઉદ્ધાર પલ્યોપમ, અદ્ધાપલ્યોપમ અને ક્ષેત્રપલ્યોપમ. તે જ રીતે ત્રણ પ્રકારના સાગરોપમ છે. તે ત્રણે પલ્યોપમ ક્રમશઃ અધિક સૂક્ષ્મ છે. (જુઓ શ્રી અનુયોગ દ્વાર સૂત્ર, પ્રકરણ–૨૩) અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમય છે, તેટલા દ્વીપ સમુદ્રો છે. ઈન્દ્રિય વિષય પરિણામ:|९६ कइविहे णं भंते ! इंदियविसए पोग्गलपरिणामे पण्णत्ते ? गोयमा ! पंचविहे