________________
| પ૭૦]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
| ८९ कालोएणंभंते !समुद्देकइ मच्छजाइ पण्णत्ता? गोयमा !णवमच्छकुलकोडीजोणी पमुहसयसहस्सा पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાલોદ સમુદ્રમાં મત્સ્યોની કેટલા લાખ જાતિ પ્રધાન કુલકોટિ યોનિઓ છે? ઉત્તર-હે ગૌતમ!મસ્યોની નવ લાખ જાતિ પ્રધાન કુલકોટિ-યોનિઓ છે.
९० सयंभूरमणे णं भंते । समुद्दे कइमच्छजाइ पण्णत्ता ? गोयमा ! अद्धतेरसमच्छजाइ कुलकोडीजोणीपमुहसयसहस्सा पण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્યોની કેટલા લાખ જાતિ પ્રધાન કુલકોટિ-યોનીઓ છે ? ઉત્તર- હે ગૌતમ! મત્સ્યોની સાડા બાર લાખ જાતિ પ્રધાન કુલકોટિ યોનિઓ છે.
९१ लवणे णं भंते ! समुद्दे मच्छाणं केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अगुलस्स असंखेज्जइभाग उक्कोसेणं पंचजोयणसयाई । एवं कालोए सत्तजोयणसयाई । सयंभूरमणे जोयणसहस्स। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! લવણ સમુદ્રમાં મત્સ્યોના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પાંચસો યોજનની અવગાહના છે. તે જ રીતે કાલોદ સમુદ્રમાં જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સાતસો યોજન અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્કૃષ્ટ એક હજાર યોજનની અવગાહના છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં અસંખ્ય સમુદ્રોમાં રહેલા મસ્યાદિ જલચર જીવોનું પ્રમાણ, તેની કુલકોટિ અને અવગાહનાનું પ્રતિપાદન છે. જલચર જીવોનું પ્રમાણ-પ્રત્યેક સમુદ્રોમાં મત્સ્ય આદિ જલચર જીવો હોય જ છે. તેમ છતાં લવણસમુદ્ર, કાલોદધિ સમુદ્ર અને સ્વયંભૂરમણસમુદ્ર; તે ત્રણે સમુદ્રોમાં તેનું પ્રમાણ અધિક છે. નાન કરોલી ગોળપદ, જાતિ પ્રધાન કુલ યોનિ પ્રમુખ. જીવોના ઉત્પત્તિસ્થાનને યોનિ કહે છે. એક જ યોનિસ્થાનમાં અનેક જાતિના જીવો ઉત્પન્ન થાય છે. યથા- છાણ રૂપ યોનિમાં કીડા, વીંછી આદિ અનેક જીવો ઉત્પન્ન થાય છે. કીડા, વીંછી આદિ જેટલી જાતિના જીવો ઉત્પન્ન થાય તેને કુલકોટિ કહે છે. તે જાતિની પ્રધાનતાને જાતિપ્રધાન કુલકોટિ કહેવાય છે.
લવણ સમુદ્રોમાં મત્સ્યોની સાત લાખ, કાલોદધિ સમુદ્રમાં નવ લાખ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં સાડા બાર લાખ જાતિ પ્રધાન કુલકોટિ છે. અવગાહના– જલચર તિર્યંચની ઉત્કૃષ્ટ અવગાહના ૧,000 યોજનની છે, પરંતુ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા જલચર જીવો સર્વ સ્થાને હોતા નથી. લવણ સમુદ્રમાં ઉત્કૃષ્ટ ૫00 યોજનની અવગાહનાવાળા જલચર જીવો હોય છે. કાલોદધિ સમુદ્રમાં ઉત્કૃષ્ટ ૭00 યોજનની અવગાહનાવાળા જળચર જીવો હોય છે અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્કૃષ્ટ ૧,000 યોજનની અવગાહનાવાળા જલચર જીવો હોય છે. તે સિવાયના સમુદ્રોમાં મધ્યમ અવગાહનાવાળા જલચર જીવો હોય છે અર્થાત્ જલચર જીવોની ઉત્કૃષ્ટ અવગાહના સ્વયંભૂરમણ સમુદ્રના જલચર જીવોની અપેક્ષાએ છે.