________________
પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર
[ પદ૯]
८५ कइ णं भंते ! समुद्दा पत्तेयरसा पण्णत्ता? गोयमा ! चत्तारि समुद्दा पत्तेयरसा पण्णत्ता तंजहा-लवणोदे, वरुणोदे,खीरोदे, घओदए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેટલા સમુદ્રો પ્રત્યેક રસ યુક્ત છે અર્થાત્ તેના જેવો સ્વાદ અન્ય કોઈ પણ સમુદ્રના પાણીમાં ન હોય, તેવા સમુદ્રો કેટલા છે? ઉત્તર- હે ગૌતમ!ચાર સમુદ્રો પ્રત્યેક રસવાળા છે. લવણ સમુદ્ર, વરુણોદ, ક્ષીરોદ અને ધૃતોદ સમુદ્ર.
८६ कइणं भंते ! समुद्दा पगईए उदगरसेणं पण्णत्ता? गोयमा !तओ समुद्दा पगईए उदगरसेणं पण्णत्ता,तंजहा-कालोदे,पुक्खरोदे, सयंभूरमणे । अवसेसा समुद्दा उस्सण्णं खोयरसा पण्णत्ता। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કેટલા સમુદ્રોનું પાણી સ્વભાવથી પાણીના સ્વાદ જેવું જ હોય છે? ઉત્તર-હે ગૌતમ!ત્રણ સમુદ્રોનું પાણી સ્વાભાવિક પાણી જેવું છે. યથા-કાલોદ, પુષ્કરોદ અને સ્વયંભૂરમણ સમુદ્ર. હે આયુષ્યમાન શ્રમણ ! શેષ સમુદ્રોનું પાણી પ્રાયઃ શેરડીના રસ જેવા સ્વાદવાળું હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અસંખ્ય સમુદ્રોના જલના સ્વાદનું નિરૂપણ છે.
સામાન્ય રીતે લોક પ્રચલિત ધારણા અનુસાર સમુદ્રનું પાણી ખારું હોય છે પરંતુ તેમ નથી. અસંખ્ય સમુદ્રોમાં એક લવણ સમુદ્રનું પાણી જ ખારું છે.
કાલોદધિ સમુદ્ર, પુષ્કર સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રના પાણીનો સ્વાદ સ્વાભાવિક જલ જેવો છે, ક્ષીર સમુદ્રના પાણીનો સ્વાદ દૂધ જેવો, ધૃતવર સમુદ્રના પાણીનો સ્વાદ ઘી જેવો, વણવર સમુદ્રના પાણીનો સ્વાદ મદિરા જેવો અને શેષ સર્વ સમુદ્રોના પાણીનો સ્વાદ અક્ષરસ જેવો છે. સમુદ્રોમાં મચ્છ-કચ્છ અને તેની કુલકોટિ:
८७ कइणं भंते! समुद्दा बहुमच्छकच्छभाइण्णा पण्णत्ता? गोयमा ! तओ समुद्दा बहुमच्छ कच्छभाइण्णा पण्णत्ता,तंजहा-लवणे, कालोए, सयंभूरमणे । अवसेसा समुद्दा अप्पमच्छ कच्छभाइण्णा पण्णत्ता समणाउसो! ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કેટલા સમુદ્રો મત્સ્ય અને કાચબા આદિ જળચર જીવોથી આકીર્ણ(ભરેલા) છે? ઉત્તર- હે ગૌતમ!ત્રણ સમુદ્રો અત્યધિક મત્સ્ય અને કાચબાઓથી ભરેલા છે, યથા– લવણ સમુદ્ર, કાલોદધિ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્ર. હે આયુષ્યમાન શ્રમણ ! શેષ સમુદ્રોમાં મત્સ્ય, કાચબા આદિ અલ્પ પ્રમાણમાં હોય છે.
८ लवणे णं भंते ! समुद्दे कइ मच्छजाइकुलकोडीजोणीपमुहसयसहस्सा पण्णत्ता? गोयमा!सत्तमच्छजाइकुलकोडीजोणीपमुहसयसहस्सा पण्णत्ता । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! લવણ સમુદ્રમાં મત્સ્યોની કેટલા લાખ જાતિપ્રધાન કુલકોટિ-યોનિઓ હોય છે? ઉત્તર– હે ગૌતમ! મસ્યોની સાત લાખ જાતિ પ્રધાન કુલકોટિ-યોનિઓ હોય છે.