SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ૬૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર નથી પરંતુ તે પાણીમાં ઉત્પન્ન થયેલા, તેમાં રહેનારા અને વૃદ્ધિ પામેલા જીવો માટે તે પાણી પીવા યોગ્ય છે. ७ कालोयस्स णं भंते ! समुदस्स उदए केरिसए अस्साएणं पण्णत्ते? गोयमा ! आसले पेसले कालए मासरासिवण्णाभे पगईए उदगरसेणं पण्णत्ते। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! કાલોદ સમુદ્રના પાણીનો સ્વાદ કેવો છે? ઉત્તર- હે ગૌતમ ! કાલોદ સમુદ્રનું પાણી આસ્વાદનીય, મનોજ્ઞ, શરીરને પુષ્ટ કરનાર, કાળા અડદની રાશિ જેવી કાળી કાંતિ યુક્ત છે અને સ્વભાવથી પાણી જેવા જ સ્વાદવાળું છે. ८० पुक्खरोदस्स णं भंते ! समुद्दस्स उदए केरिसए अस्साएणं पण्णत्ते? गोयमा ! अच्छे, जच्चे,तणुए, फालिहवण्णाभे, पगईए उदगरसेणं पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પુષ્કરોદ સમુદ્રના પાણીનો સ્વાદ કેવો છે? ઉત્તર- હે ગૌતમ ! તે સ્વચ્છ, ઉત્તમ જાતિનું, હળવું, સ્ફટિકમણિ જેવુ ઉજ્જવળ કાંતિવાળું અને સ્વભાવથી જ સહજ પાણી જેવા સ્વાદવાળું હોય છે. ८१ वरुणोदस्स णं भंते ! समुदस्स उदए केरिसए अस्साएणं पण्णत्ते? गोयमा ! से जहाणामए चंदपभाइ वा जहा हेट्ठा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વરુણોદ સમુદ્રના પાણીનો સ્વાદ કેવો છે? ઉત્તર- હે ગૌતમ! તેનો સ્વાદ ચંદ્રપ્રભા આદિ વિવિધ પ્રકારની મદિરાના સ્વાદ જેવો હોય છે, ઈત્યાદિ પૂર્વે કરેલા વર્ણન પ્રમાણે જાણવું. ८२ खीरोदस्सणं भंते ! समुदस्स उदए केरिसए अस्साएणं पण्णत्ते? गोयमा ! से जहाणामए चाउरतचक्कवट्टिस्सचाउरक्केगोखीरे जावएत्तो इट्ठयरे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ક્ષીરોદ સમુદ્રના પાણીનો સ્વાદ કેવો છે? ઉત્તર- હે ગૌતમ! ચાતુરંગ ચક્રવર્તીને માટે તૈયાર કરેલી ચાર સ્થાનોથી પરિણત ગોભીર–ગાયના દૂધની ખીરથી યાવત્ અધિક ઈષ્ટતર છે. ८३ घयोदस्सणंभंते !समुदस्सउदए केरिसए अस्साएणंपण्णत्ते? गोयमा !जहाणामए सारइयस्स गोघयवरस्समडे जावएत्तोमणामतराए चेव आसाएणं पण्णत्ते। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! વૃતોદ સમુદ્રના પાણીનો સ્વાદ કેવો છે? ઉત્તર-હે ગૌતમ! તેનો સ્વાદ શરદ ઋતુના ગાયના ઘીના મંડ(ઘી ઉપરની પોપડી)થી પણ અધિક મનોજ્ઞ અને આસ્વાદનીય હોય છે. ८४ खोदोदस्स णं भंते !समुदस्स उदए केरिसए अस्साएणं पण्णत्ते? गोयमा ! से जहाणामए उच्छूण जावएत्तो इट्टतराए । जहा खोदोदस्स तहा सेसा वि। सयभुरमणस्स जहा पुक्खरोदस्स। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ક્ષોદોદ સમુદ્રના પાણીનો સ્વાદ કેવો છે? ઉત્તર- હે ગૌતમ! શેરડીના રસથી યાવત્ ઇષ્ટતર હોય છે. જે રીતે ક્ષોદોદ સમુદ્રના પાણીના સ્વાદનું કથન કર્યું તે જ રીતે શેષ સમુદ્રોના પાણીના સ્વાદનું કથન કરવું જોઈએ. સ્વયંભૂરમણ સમુદ્રના પાણીનો સ્વાદ પુષ્કરોદ સમુદ્રના પાણી જેવો છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy