________________
પ્રતિપત્તિ—૩ : ધાતકીબંડાદિ દ્વીપ–સમુદ્રાધિકાર
ચાર અગ્રમહિષીઓની ચાર રાજધાનીઓ છે, તે આ પ્રમાણે છે—ગાથાર્થ ૧. પૂર્વ દિશામાં પદ્માદેવીની સુમના, ૨. દક્ષિણ દિશામાં શિવાદેવીની સૌમનસા, ૩. પશ્ચિમ દિશામાં શચીદેવીની અર્ચિમાલી અને ૪. ઉત્તર દિશામાં અંજૂદેવીની મનોરમા નામની રાજધાની છે.
૫૫૭
(૩) દક્ષિણ પશ્ચિમી રતિકર પર્વતથી એક લાખ યોજન દૂર ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રની અન્ય ચાર અગ્રમહિષીઓની જંબુદ્રીપ જેવડી ચાર રાજધાનીઓ છે, તે આ પ્રમાણે છે– ગાથાર્થ– ૧. પૂર્વ દિશામાં અમલાદેવીની ભૂતા, ૨. દક્ષિણ દિશામાં અપ્સરાદેવીની ભૂતાવતસકા, ૩. પશ્ચિમ દિશામાં નવમિકાદેવીની ગોસ્તૂપા અને ૪. ઉત્તર દિશામાં રોહિણીદેવીની સુદર્શના નામની રાજધાની છે.
(૪) ઉત્તર પશ્ચિમી રતિકર પર્વતની ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની અન્ય ચાર અગ્રમહિષીઓની જંબુદ્રીપ જેવડી ચાર રાજધાનીઓ છે, તે આ પ્રમાણે છે— ગાથાર્થ– ૧. પૂર્વ દિશામાં વસુદેવીની રત્ના, ૨. દક્ષિણ દિશામાં વસુગુપ્તાદેવીની રત્નોચ્ચયા, ૩. પશ્ચિમ દિશામાં વસુમિત્રાદેવીની સર્વરત્ના અને ૪. ઉત્તર દિશામાં વસુંધરાદેવીની રત્નસંચયા નામની રાજધાની છે.
આ રીતે સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર બંને ઈન્દ્રોને આઠ-આઠ અગ્રમહિષીઓ–પટરાણીઓ છે. તે બંને મળીને સોળ દેવીઓની કુલ સોળ રાજધાનીઓ છે.
६७ कइलास हरिवाहणा य तत्थ दुवे देवा महिड्डिया जावपलिओवमट्ठिइया परिवसंति; તે તેકેળ નોયમા ! નાવખિન્ના । ગોડ્સ સંવેન્દ્
ભાવાર્થ:- કૈલાસ અને રિવાહન નામના બે મહર્દિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા દેવ ત્યાં રહે છે. તેથી હે ગૌતમ ! આ દ્વીપનું નામ નંદીશ્વરદ્વીપ છે અથવા આ નામ શાશ્વત અને નિત્ય છે. અહીં ચંદ્ર આદિ જ્યોતિષી દેવો સંખ્યાત છે.
६८ णंदिस्सरवरं णं दीवं गंदीसरोदे णामं समुद्दे वट्टे वलयागारसंठाणसंठिए जावसव्वं तव अट्ठो जो खोदोदगस्स जाव सुमणसोमणसभा एत्थ दो देवा महिड्डिया जाव परिवसंति, सेसं तहेव जावतारग्गं ।
ભાવાર્થ:- નંદીશ્વરદ્વીપની ચારે ય બાજુ નંદીશ્વર નામનો સમુદ્ર છે. તે ગોળ વલયાકારે સ્થિત છે. ઇત્યાદિ સર્વ વર્ણન ક્ષોદોદક પ્રમાણે કહેવું. વિશેષતા એ છે કે અહીં સુમનભદ્ર અને સૌમનસભદ્ર નામના બે મહર્દિક દેવ રહે છે. શેષ સર્વ વર્ણન તારાઓની સંખ્યા સુધી પૂર્વવત્ કહેવું.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં નંદીશ્વર દ્વીપનું વિસ્તૃત વર્ણન છે.
તિરછાલોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર પછી આઠમો નંદીશ્વર દ્વીપ છે. તે ક્ષોદોદ સમુદ્રની ચારે બાજુ વલયાકારે સ્થિત છે. તેનો ચક્રવાલ વિધ્યુંભ ૧,૬૩,૮૪,૦૦,૦૦૦(એક અબજ, ત્રેસઠ કરોડ, ચોરાસી લાખ) યોજન છે. તેની પરિધિ તેના વિસ્તાર કરતાં સાધિક ત્રણ ગુણી છે. તે દ્વીપની ચારે દિશાના ચરમાંતમાં વિજયાદિ ચાર દ્વાર છે. તે દ્વીપની ચારે બાજુ પદ્મવરવેદિકા વનખંડ આદિ છે.
અંજન પર્વતો—૪ઃ– નંદીશ્વર દ્વીપના મધ્યભાગમાં ચારે દિશામાં એક એક શ્યામવર્ણના, અંજન રત્નમય, ગોપુચ્છ સંસ્થાનના અંજન પર્વતો છે. તે ૮૪,૦૦૦ યોજન ઊંચા છે.
પુષ્કરિણી–૧૬ :– પ્રત્યેક અંજન પર્વતની ચારે દિશામાં એક એક લાખ યોજનના આંતરે એક લાખ