________________
શ્રી જીવાજીવાભિગમ ત્ર
યોજન લાંબી, પહોળી એક એક પુષ્કરિણી છે. ચારે અંજન પર્વતની ચારે દિશામાં ચાર-ચાર પુષ્કરિણી ગણતાં સોળ પુષ્કરિણી થાય છે. તેનું પાણી ઇક્ષુરસ જેવું છે.
૫૫૮
દધિમુખપર્વતો—૧૬ઃ– પ્રત્યેક પુષ્કરિણીના મધ્યભાગમાં એક એક સ્ફટિકરત્નમય, ઉજ્જવળ, ૬૪,૦૦૦ યોજન ઊંચા, ૧,૦૦૦ યોજન ઊંડા, પલ્યના આકારના ગોળ દધિમુખ પર્વતો છે. સોળ પુષ્કરિણીની મધ્યમાં એક એક દધિમુખ પર્વત હોવાથી સોળ દધિમુખ પર્વત થાય છે. તેના ઉપર એક એક શાશ્વત ચૈત્ય છે. રતિકરપર્વતો :– નંદીશ્વર દ્વીપના ચક્રવાલ વિધ્યુંભની મધ્યમાં ચારે વિદિશામાં એક-એક કુલ ચાર રતિકર પર્વત છે. તે ૧૦,૦૦૦ યોજન પહોળા અને ૧૦૦૦ યોજન ઊંચા ખંજરીના આકારે સ્થિત છે. ચાર વિદિશાગત તે રતિકર પર્વતોની ચારે દિશાઓમાં શકેન્દ્ર-ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓની રાજધાનીઓ છે. ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમમાં ઈશાનેન્દ્રની તથા દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમમાં શક્રેન્દ્રની અગ્નમહિષીઓની ચાર-ચાર રાજધાનીઓ છે. બંને ઇન્દ્રોની ૮ + ૮-૧૬ અગ્નમહિષીઓ છે, તેથી રાજધાનીઓ પણ સોળ છે. નંદીશ્વર દ્વીપમાં અંજનક, દધિમુખ, રતિકર પર્વતો ઃ–
આઠમો નંદીશ્વર દ્વીપ
૫] [૫]
પ
૫
૫
૫
[]
૧. અંજનક પર્વત
૨. દધિમુખ પર્વત
૩. રતિકર પર્વત ૪. પુષ્કરિણી
શક્રેન્દ્રઈશાનેન્દ્રની અગ્રમહિષીઓની રાજધાની