________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ભાવાર્થ :- નંદીશ્વર નામનો દ્વીપ ક્ષોદોદ સમુદ્રને ચારે ય બાજુથી ઘેરીને રહેલો છે. તે ગોળ અને વલયાકારે છે. તે નંદીશ્વર દ્વીપ સમચક્રવાલ વિસ્તારવાળો છે. તેનો વિષ્ફભ, પરિધિ પદ્મવરવેદિકા, વનખંડ, ચાર દ્વાર, બે દ્વાર વચ્ચેનું અંતર, તેના પ્રદેશોની સ્પર્શના અને જીવોની ઉત્પત્તિ વગેરે સર્વ કથન પૂર્વવત્ જાણવું જોઈએ.
૫૫૨
પ્રશ્ન- હે ભગવન્ ! નંદીશ્વરદ્વીપને નંદીશ્વરદ્વીપ કહેવાનું શું કારણ છે ? ઉત્તર- હે ગૌતમ ! નંદીશ્વરદ્વીપમાં અનેક સ્થાને નાની-નાની વાવડીઓ યાવત્ બિલ પંક્તિઓ છે. તેમાં શેરડીના રસ જેવું પાણી ભરેલું છે. તેમાં અનેક ઉત્પાત પર્વત છે. તે સંપૂર્ણ વજ્રમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે.
હે ગૌતમ ! નંદીશ્વર દ્વીપના (ચક્રવાલ–વિખંભ) ગોળાકાર વિસ્તારના મધ્યભાગમાં ચારે ય દિશાઓમાં ચાર અંજન પર્વત છે. તે અંજન પર્વત ૮૪,૦૦૦(ચોરાસી હજાર) યોજન ઊંચા, ૧૦૦૦ (એક હજાર) યોજન ઊંડા, મૂળમાં સાધિક દશ હજાર યોજનથી અધિક લાંબા પહોળા અને જમીન ઉપર પણ દશ હજાર યોજન લાંબા પહોળા છે, ત્યાર પછી પ્રદેશોની હાનિ થતાં-થતાં ઉપરના ભાગમાં એક હજાર યોજન લાંબા પહોળા છે. તેની પરિધિ મૂળમાં સાધિક ૩૧,૬૨૩ (એકત્રીસ હજાર છસો ત્રેવીસ) યોજન, જમીન ઉપર કંઈક ન્યૂન ૩૧,૬૨૩(એકત્રીસ હજાર છસો ત્રેવીસ) યોજન અને શિખર ઉપર સાધિક ૩,૧૬૨ (ત્રણ હજાર, એકસો બાસઠ) યોજન છે. તે મૂળમાં પહોળા, મધ્યમાં સાંકડા અને ઉપર પાતળા છે, આ રીતે ગોપુચ્છ આકારના છે. તે સંપૂર્ણતઃ અંજન રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. પ્રત્યેક પર્વત પદ્મવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. અહીં પદ્મવરવેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ જાણવું.
५८ तेसि णं अंजणपव्वयाणं उवरिं पत्तेयं - पत्तेयं बहसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव विहरति । तेसि णं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेसभाए पत्तेयं पत्तेयं सिद्धायतणा एगमेगं जोयणसय आयामेणं, पण्णास जोयणाई विक्खभेणं, वावत्तरिं जोयणाई उड्ड उच्चत्तेणं, अणेगखंभसय-संणिविट्ठा, वण्णओ ।
ભાવાર્થ :- પ્રત્યેક અંજન પર્વતો ઉપર અત્યંત સમતલ અને રમણીય ભૂમિ છે. તે ભૂમિતલ ચર્મમઢિત મૃદંગની જેમ સમતલ છે યાવત્ ત્યાં ઘણા વાણવ્યંતર દેવ-દેવીઓ પોતાના પુણ્યફળનો અનુભવ કરતાં વિચરે છે. પ્રત્યેક સમતલ રમણીય ભૂમિભાગોના મધ્યભાગમાં સિદ્ધાયતન છે. તે એકસો યોજન લાંબા, પચાસ યોજન પહોળા અને બોત્તેર યોજન ઊંચા છે. તે સેંકડો સ્તંભો ઉપર સ્થિત છે વગેરે વર્ણન સુધર્મા સભાના સિદ્ધાયતનની જેમ જાણવું.
५९ तेसि णं सिद्धायतणाणं पत्तेयं पत्तेयं चउद्दिसिं चत्तारि दारा पण्णत्ता - देवदारे, असुरदारे, णागदारे, सुवण्णदारे । तत्थ णं चत्तारि देवा महिड्डिया जावपलिओवमट्टिईया परिवसंति, तंजहा- देवे, असुरे, णागे, सुवण्णे । तेणं दारा सोलसजोयणाई उड्डउच्चत्तेणं, अट्ठ जोयणाई विक्खंभेणं, तावइयं चेव पवेसेणं, सेयावरकणग-थूभियागा जाव वण्णओ ।
ભાવાર્થ :- તે પ્રત્યેક સિદ્ધાયતનોની ચારે દિશાઓમાં ચાર દ્વાર છે. તેના નામ આ પ્રમાણે છે– દેવદ્વાર, અસુરદ્વાર, નાગદ્વાર અને સુવર્ણદ્વાર. તેમાં મહર્દિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા ચાર દેવ રહે છે. તેના નામ આ પ્રમાણે છે– દેવ, અસુર, નાગ અને સૂપર્ણ. તે દ્વારની ઊંચાઈ સોળ યોજન, પહોળાઈ આઠ યોજનની છે અને તેનો પ્રવેશ માર્ગ પણ આઠ યોજનનો છે. તે દ્વાર સફેદ છે, તેના શિખર કનકમય છે,