________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
કાઢીને રાખેલું હોય અને ઠરી ગયેલ(ગોધૃતમંડ)સુગંધિત, મધુર, દર્શનીય પથ્યકારી, નિર્મલ અને સુખે ઉપયોગ કરી શકાય, તેવું હોય છે.
૫૫૦
પ્રશ્ન– હે ભગવન્ ! શું ધૃતોદ સમુદ્રનું પાણી તે સ્વાદિષ્ટ શરદઋતુના ગોદ્યુત મંડ જેવું હોય છે ?
ઉત્તર ગૌતમ ! તેમ નથી. ઘૃતોદ સમુદ્રનું પાણી તેનાથી પણ અધિક ઇષ્ટતર યાવત્ મનને તૃપ્ત કરનારું છે. ત્યાં કાંત અને સુકાંત નામના બે મહર્દિક દેવ રહે છે, શેષ કથન પૂર્વવત્ જાણવું જોઈએ યાવત્ ત્યાં સંખ્યાત ક્રોડા ક્રોડી તારાઓ શોભતા હતા, શોભે છે અને શોભશે.
क्षोहवर द्वीप - समुद्र:
५६ घयोदण्णं समुदं खोयवरे णामं दीवे वट्टे वलयागारसंठाणसंठिए जावचिट्ठइ । तव जाव अट्ठो ।
खोवरेणं दीवे तत्थ तत्थ देसे तहिं तहिं बहुईओ खुड्डा-खुड्डियाओ वावीओ जाव विहरंति, णवरं- खोदोदगपडिहत्थाओ, उप्पायपव्वया, सव्व वेरुलियामया जाव पडिरूवा। सुप्पमहप्पा य दो देवा महिड्डिया जावपलिओवमठिईया परिवसंति । सेतेणट्टेणं । सव्वं जोइसं संखिज्जं ।
खोयवरण्णं दीवं खोदोदे णामं समुद्दे वट्टे वलयागारसंठाणसंठिए जावसंखेज्जाइं जोयणसयसहस्साइं परिक्खेवेणं जाव अट्ठो ।
गोयमा ! खोदोदस्स णं समुदस्स उदए से जहाणामए - आसल-मासल-पसत्थेवीसंतणिद्धसुकमालभूमिभागे सुच्छिण्णे सुकट्ठलट्ठविसिट्ठणिरुवहयाजीयवावितेसुकासजपत्तणिउणपरिकम्म अणुपालियसुबुद्धिबुद्धाणं सुजाताणं लवणतणदोसवज्जियाणं णयाय. परिवट्टियाणं णिम्मातसुंदराणं रसेणं परिणयमडपीणपोरभंगुरसुजायमहुररसपुप्फविरइयाणं उवद्दवविवज्जियाणं सीयपरिफासियाणं अभिणवभग्गाणं अपालियाण तिभागणिच्छोडिय वाडगाणं अवणीयमूलाणं गंठिपरिसोहियाणं कुसलणरकप्पियाणं उच्छूणं जाव पोंडियाणं बलवगणरजत्तजंतपरिगालितमेत्ताणं खोयरसे होज्जा वत्थपरिपूए चाउज्जायगसुवासिए अहियपत्थलहुए वण्णोववेए तहेव, भवे एयारूवे सिया ? णो इणट्ठे समट्ठे । खोयोदस्स णं समुद्दस्स उदए एत्तो इट्ठतरए चेव जाव आसाएणं पण्णत्ते।
पुण्णभ - माणिभद्दा य (पुण्ण- पुण्णभद्दा य) इत्थ दुवे देवा जाव परिवसंति, सेसंतहेव । जोइसं सखेज्जं ।
ભાવાર્થ :- ગોળ અને વલયાકાર ક્ષોદવર નામનો દ્વીપ ધૃતોદ સમુદ્રને ચારેબાજુથી ઘેરીને રહેલો છે. તેનું વર્ણન પૂર્વવત્ જાણવું. ક્ષોદવરદ્વીપમાં અનેક સ્થાને નાની-નાની વાવડીઓ છે. તે શેરડીના રસ જેવા પાણીથી પરિપૂર્ણ છે. ત્યાં ઉત્પાત પર્વત આદિ છે, તે સંપૂર્ણ વૈડૂર્યરત્નમય યાવત્ પ્રતિરૂપ છે. ત્યાં સુપ્રભ અને મહાપ્રભ નામના પલ્યોપમની સ્થિતિવાળા બે મહર્દિક દેવ રહે છે, તેથી તેને ક્ષોદવર દ્વીપ કહે છે. ત્યાં