________________
પ્રતિપત્તિ-૩ : ધાતકીખંડાદિ દ્વીપ સમુદ્રાધિકાર
વિરહમાં શું કરે છે ? અર્થાત્ કેવી રીતે કામ ચલાવે છે ? ઉત્તર- હે ગૌતમ ! જ્યાં સુધી બીજા ઇન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી ચાર કે પાંચ સામાનિક દેવો સાથે મળીને તે ઇન્દ્રના સ્થાનનું પરિપાલન—કાર્ય સંચાલન કરે છે. ४२ इंदट्ठाणे णं भंते ! केवइयं विरहिए उववाएणं ? गोयमा ! जहण्णेणं एक्कं समयं उक्कोसेण छम्मासा ।
૫૪૩
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ઇન્દ્રનું સ્થાન કેટલો સમય ઇન્દ્રની ઉત્પત્તિ રહિત રહે છે ? ઉત્ત૨– હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ મહિના સુધી ઇન્દ્રનું સ્થાન ખાલી રહે છે.
४३ बहिया णं भंते ! मणुस्सखेत्तस्स जे चंदिमसूरियगहणक्खत्ततारारूवा ते णं भंते ! देवा किं उड्डोववण्णगा, कप्पोववण्णगा, विमाणोववण्णगा, चारोववण्णगा चारट्ठिईया, गइरइया गइसमावण्णगा ?
गोयमा ! ते णं देवा णो उड्डोवण्णगा, जो कप्पोववण्णगा, विमाणोववण्णगा, जो चारोववण्णगा, चारट्ठिईया, जो गइरइया, जो गइसमावण्णगा, पक्किट्टगसंठाणसंठिएहिं जोयणसयसाहस्सिएहिं तावक्खेत्तेहिं साहस्सियाहि य बाहिराहिं वेडव्वियाहिं परिसाहि महयाहय-णट्टगीयवाइय जावरवेणं दिव्वाइं भोगभोगाइ भुंजमाणा सुहलेस्सा सीयलेस्सा मंदलेस्सा मंदायवलेस्सा चित्तंतरलेसा, कूडा इव ठाणट्टिया अण्णोण्णसमोगाढाहिं साहिं ते पसे सव्वओ समंता ओभार्सेति उज्जोर्वेति तर्वेति पभार्सेति ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા રૂપ જ્યોતિષી દેવો શું ઊવ્યુત્પન્નક છે, કલ્પોત્પન્નક છે, વિમાનોત્પન્નક છે, ચારોત્પન્નક છે, ચાર સ્થિતિક છે, ગતિ રતિક છે કે ગતિ સમાપન્નક છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે દેવો ઊર્વોત્પન્નક નથી, કલ્પોત્પન્નક નથી, વિમાનોત્પન્નક છે, ચારોત્પન્નક નથી, તે ચાર સ્થિતિક છે; ગતિરતિક નથી અને ગતિ સમાપન્નક નથી.
તે પાકી ઈટના આકારવાળા અનેક લાખ યોજનના તાપક્ષેત્રયુક્ત અર્થાત્ બે યોજન લાંબા અને એક યોજન પહોળા પ્રકાશ ક્ષેત્ર યુક્ત, હજારો વિકૃર્વિત રૂપ ધારણ કરનારી બાહ્ય પરિષદના દેવો સાથે તે જ્યોતિષી દેવો નાટય, ગીત આદિ દિવ્ય ભોગ ભોગવતાં, સુખદાયી તેજયુક્ત, મંદ શીતળતા યુક્ત, મંદ તાપ અને તેજયુક્ત, મિશ્રિત તાપયુક્ત છે. ચંદ્ર-સૂર્યનો પ્રકાશ પરસ્પરાવગાઢ છે. તે પર્વતના શિખરોની જેમ પોતપોતાના સ્થાનમાં સ્થિત, બધી બાજુથી પોતાની નજીક રહેલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, પ્રભાસિત કરે છે.
४४ या णं भंते ! तेस देवाणं इंदे चयइ, से कहमिदाणिं पकरेंति ? गोयमा ! जाव चत्तारि पंच सामाणिया तं ठाणं उवसंपज्जित्ताणं विहरति जाव तत्थ अण्णे उववण्णे भवइ ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જ્યારે તે દેવોના ઇન્દ્ર મરણ પામે છે ત્યારે તે દેવો શું કરે છે ? અર્થાત્ કાર્યનું સંચાલન કેવી રીતે કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! જ્યાં સુધી બીજા ઇન્દ્ર ત્યાં ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ચાર-પાંચ સામાનિક દેવો સાથે મળીને કાર્યરત રહે છે અર્થાત્ કાર્યનું સંચાલન કરે છે.