________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
છે— ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હુહુકાંગ, હુહુક, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનીંગ, નલિન, અર્થનિપુરાંગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, નયુતાંગ, નયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાગ, શીર્ષપ્રહેલિકા. ત્યાં સુધી જ કાલની ગણના થાય છે. ત્યાર પછી પલ્યોપમ, સાગરોપમ, આદિ ઉપમા દ્વારા સમજી શકાય છે.
૫૪૨
સૂત્રોક્ત આ બધા લક્ષણો મનુષ્યક્ષેત્રની વિશિષ્ટતાને સૂચિત કરે છે. તે વિશેષતાઓ, ઘટનાઓ મનુષ્યક્ષેત્રની બહાર થતી નથી.
જ્યોતિષીદેવ ઊર્ધોત્પન્નકાદિ :
४० अंतणं भंते! मस्सखेत्तस्स जे चंदिमसूरियगहगणणक्खत्ततारारूवा ते णं भंते! લેવા વિજ તોવાળા, પ્લોવવળ,વિમાખોવવળા, ચારોવવળા, ચારક્રિયા, રડ્યા,
इसमावण्णगा ?
गोयमा ! ते णं देवा णो उड्डोववण्णगा, जो कप्पोववण्णगा, विमाणोववण्णगा, चारोववण्णग्गा, णो चारट्ठिईया, गइरइया, गइसमावण्णगा, उड्डमुहकलंबुया- पुप्फसंठाणसंठिएहिं जोयणसाहस्सीएहिं तावखेतेहिं साहस्सीयाहिं बाहिरियाहिं वेडव्वियाहिं परिसाहिं महयाहय णट्ट-गीय-वाइय-तती-ताल-तुडिय - धण-मुइंग-पडुप्पवाइरयरवेणं दिव्वाई भोगभोगाई भुंजमाणा महया उक्कट्ठसीहणाय- बोलकल-कलसद्देण विउलाई भोगभोगाई भुंजमाणा अच्छं य पव्वयरायं पयाहिणावत्तमंडलायारं मेरुं अणुपरियडति ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! મનુષ્ય ક્ષેત્રની અંદર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાસમૂહ છે તે જ્યોતિષી દેવો શું (૧) ઊર્વોત્પન્નક– ત્રૈવેયક અને અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે ? (૨) કલ્પોત્પન્નક– સૌધર્માદિ બાર દેવલોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે? (૩) વિમાનોત્પન્નક– જ્યોતિષી દેવ સંબંધિત વિમાનમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે? (૪) ચારોત્પન્નક– મંડલાકાર ગતિથી પરિભ્રમણ કરનારા જ્યોતિષી દેવ કહેવાય છે ? (૫) ચારસ્થિતિક− મંડલાકાર ગતિથી પરિભ્રમણ ન કરનારા જ્યોતિષી દેવ કહેવાય છે ? (૬) ગતિરતિક– ગતિમાં પ્રીતિવાળા કહેવાય છે ? (૭) ગતિસમાપન્નક– નિરંતર ગતિ કરનારા કહેવાય છે?
ઉત્તર– હે ગૌતમ ! તે દેવ ઊર્ધોત્પન્નક નથી, કલ્પોત્પન્નક નથી, વિમાનોત્પન્નક છે, ચારોત્પન્નક છે, ચાર સ્થિતિક નથી, ગતિ રતિક છે, ગતિ સમાપન્નક છે. તે ઊર્ધ્વમુખ કદમ્બ પુષ્પના આકારવાળા હજારો યોજન પ્રમાણ ક્ષેત્રને પ્રકાશિત કરતાં સંચરણ કરે છે. હજારો રૂપ ધારણ કરનારી બાહ્ય પરિષદ (નાટકાદિ કરનારા નોકર સમ દેવસમૂહ)થી પરિવૃત્ત થઈને નાટક, ગીતના તાલ સાથે તંતી, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગાદિ વાજિંત્રના મધુર ધ્વનિ વગેરે દ્વારા દિવ્યભોગોનો ઉપભોગ કરતાં, હર્ષથી સિંહનાદ અને કલકલ ધ્વનિ કરતાં નિર્મળ–ઉજ્જવળ પર્વતરાજ મેરુની પ્રદક્ષિણાવર્ત મંડલ ગતિથી પ્રદક્ષિણા કરતાં ભ્રમણ કરે છે. ४१ तेसिं णं भंते ! देवाणं इंदे चवइ से कहमिदाणिं पकरेंति ? गोयमा ! ताहे चत्तारि पंच सामाणिया तं ठाणं उवसंपज्जित्ताणं विहरति जावतत्थ अण्णे इंदे उववण्णे भवइ । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જ્યારે તે જ્યોતિષી દેવોના ઇન્દ્ર મરણ પામે છે ત્યારે તે દેવ ઇન્દ્રના