________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર [ પ૩૧ | આ પ્રમાણે ચંદ્રની વૃદ્ધિ અને હાનિ) વધ અને ઘટના આધારે કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ થાય છે. Ioll अंतो मणुस्सखेत्ते, हवंति चारोवगा य उववण्णा / पंचविहा जोइसिया,चदा सूरा गहगणा य // 21 // ગાથાર્થ– મનુષ્ય ક્ષેત્રની અંદર ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર તેમજ તારા આ પાંચ પ્રકારના જ્યોતિષી. દેવોના વિમાનો ભ્રમણશીલ છે. llll तेण परंजे सेसा चंदाइच्चगहतारणक्खत्ता। णत्थि गई ण विचारो, अवट्ठिया ते मुणेयव्वा // 22 // અઢી દ્વીપની બહાર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાગણ છે, તે ગતિ રહિત છે અને તે પ્રકાશ ક્ષેત્રપણ અવસ્થિત(સ્થિત) છે. રરો दो चंदा इह दीवे, चत्तारिय सागरे लवणतोए / घायइसडे दीवे, बारस चदा य सूरा य // 23 // ગાથાર્થ– જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે. ધાતકીખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય છે. રક્ષા दो दो जंबुद्दीवे, ससिसूरा दुगुणिया भवे लवणे / लावणिगाय तिगुणिया,ससिसूरा धायइसडे // 24 // ગાથાર્થ– જંબૂદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. તેનાથી બે ગુણા લવણ સમુદ્રમાં છે અને લવણ સમુદ્રના ચંદ્ર-સૂર્યથી ત્રણ ગણા એટલે 443=12 ચંદ્ર-સૂર્ય ધાતકીખંડમાં છે. ll24ll धायइसंडप्पभिई, उद्दिट्ठा तिगुणिया भवे चंदा / आइल्ल चंदसहिया, अणतराणतरेखेत्ते // 25 // ગાથાર્થ-ધાતકીખંડ પછીના આગળના સમુદ્ર અને દ્વીપોમાં અર્થાતુ મનુષ્ય ક્ષેત્ર સુધીમાં ચંદ્ર અને સુર્યોનું પ્રમાણ, તે પહેલાના નિકટવર્તી દ્વીપ અથવા સમુદ્રના પ્રમાણથી ત્રણ ગુણા કરીને તેમાં જંબુદ્વીપ સુધીના પાછળના બધા ચંદ્રો અને સૂર્યો ઉમેરવાથી પ્રાપ્ત થાય છે. (જેમ કે– ધાતકીખંડમાં 12 ચંદ્ર અને 12 સૂર્ય છે. કાલોદધિ સમુદ્રમાં તેનાથી ત્રણ ગુણા અર્થાત્ 1243 = 36 તથા પૂર્વના જંબૂદ્વીપના ર અને લવણ સમુદ્રના 4 કુલ 6 ઉમેરવાથી 36+4=42 ચંદ્ર અને 42 સૂર્ય કાલોદધિ સમુદ્રમાં પ્રાપ્ત થાય છે. (આ વિધિથી આગળનાદ્વીપ સમુદ્રોમાં મનુષ્ય ક્ષેત્ર સુધી)ચંદ્રો અને સૂર્યોની સંખ્યા જાણી શકાય છે.) રિપો रिक्खग्गहतारग्गं, दीवसमुद्देसुजहिच्छसे णाउं। तस्सससीहिं गुणिय, रिक्खग्गहतारगयतु // 26 // ગાથાર્થ જે દ્વીપો અને સમુદ્રોમાં નક્ષત્ર, ગ્રહ તેમજ તારાઓનું પ્રમાણ જાણવાની ઇચ્છા હોય તો તે દ્વીપો અને સમુદ્રોના ચંદ્ર સૂર્યોની સંખ્યા સાથે નક્ષત્રાદિની સંખ્યાનો ગુણાકાર કરવો જોઈએ. (જેમ કેલવણ સમુદ્રમાં 4 ચંદ્ર છે અને એક-એક ચંદ્રના પરિવારમાં 28 નક્ષત્ર છે. તે બંને સંખ્યાના પરસ્પર ગુણા કરતાં 2844 = 112 નક્ષત્ર લવણસમુદ્રમાં હોય છે. તે જ રીતે એક ચંદ્રના પરિવારમાં 88 ગ્રહ છે, તેથી