________________ [ 530] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ગાથાર્થ–ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર અને મહાગ્રહોના ભ્રમણ સંયોગે(પરસ્પર થતાં સંયોગોથી) મનુષ્યોના સુખ-દુઃખનું વિધાન(જ્ઞાન) થાય છે./૧૩ तेसिं पविसंताणं, तावक्खेत्तंतुवड्डए णियमा / तेणेव कमेण पुणो, परिहायइणिक्खमंताणं // 14 // ગાથાર્થ– સર્વ બાહા મંડલથી આત્યંતર મંડલમાં પ્રવેશ કરતાં સૂર્ય અને ચંદ્રનું પ્રકાશક્ષેત્ર પ્રતિદિન ક્રમથી વધતું જાય છે અને સર્વ આત્યંતર મંડલથી બહાર નીકળતા સૂર્ય અને ચંદ્રનું પ્રકાશક્ષેત્ર પ્રતિદિન તે જ ક્રમથી ઘટતું જાય છે. ll14o तेसि कलंबुयापुप्फसंठिया, होई तावखेत्तपहा / अतो य संकुया बाहिं, वित्थडा चदसूराण // 15 // ગાથાર્થ– તે ચંદ્ર, સૂર્યના પ્રકાશક્ષેત્રનું સંસ્થાન કદંબ પુષ્પના આકાર જેવું છે. તે અંદરની (મેરુની દિશા) તરફ સાંકડું છે અને બહારની(લવણ સમુદ્રની દિશા) તરફ વિસ્તૃત છે. ll૧પી केणं वड्डइ चंदो, परिहाणी केण होई चंदस्स / कालो वा जोण्होवा, केणाणुभावेण चंदस्स? // 16 // किण्हं राहुविमाणं, णिच्चं चंदेण होइ अविरहियं / चउरंगुलमप्पत्तं, हिट्ठा चंदस्सतंचरइ // 17 // बावटुिंबावडिं, दिवसे दिवसे उसुक्कपक्खस्स / जं परिवड्डेइ चंदो,खवेइतंचेव कालेणं // 18 // पण्णरसइभागेण य, चंदंपण्णरसमेव तंवरइ / पण्णरसइभागेण य, पुणो वितंचेवतिक्कमइ // 19 // एवं वड्डइ चंदो, परिहाणी चेव होई चंदस्स / कालोवा जोण्हा वा,तेणणुभावेण चंदस्स // 20 // ગાથાર્થ– હે ભગવન્! ચંદ્ર શુક્લપક્ષમાં કેમ વધે છે અને કૃષ્ણપક્ષમાં કેમ ઘટે છે? કયા કારણથી કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષ થાય છે ૧ઠ્ઠા હે ગૌતમ! કાળા રંગનું રાહુનું વિમાન હંમેશાં ચંદ્રવિમાનની નીચે ચાર અંગુલદૂર રહી ચંદ્ર વિમાનની સાથે ચાલે છે. આ પ્રમાણે ચાલતા તે (રાહુ વિમાન) ચાલ વિશેષ(હીનાધિક ગતિ)ના કારણે શુક્લપક્ષમાં ધીરે ધીરે ચંદ્રને પ્રગટ કરે છે અને કૃષ્ણપક્ષમાં તેને ધીરે ધીરે ઢાંકી દે છે. I/૧ણા શુક્લપક્ષમાં ચંદ્ર દરરોજ ચંદ્ર વિમાનના 2 ભાગ પ્રમાણ વધે છે અને કૃષ્ણપક્ષમાં 2 ભાગ પ્રમાણ ઘટે છે. ll18 - કૃષ્ણપક્ષમાં રાહુનું વિમાન ચંદ્ર વિમાનના (15) પંદરમા ભાગને પોતાના પંદરમા ભાગથી ઢાંકી દે છે અને શુક્લપક્ષમાં તે પંદરમા ભાગને મુક્ત કરે છે. ll19o.