________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર [ પ૨૯] चत्तारियपंतीओ, चंदाइच्चाण मणुयलोगम्मि / छावढिय छावढेि य,होति एक्केक्किया पती // 7 // ગાથાર્થ–આ મનુષ્યલોકમાં ચંદ્ર સૂર્યની ચાર પંક્તિઓ છે. તેમાં બે પંક્તિ ચંદ્રની અને બે પંક્તિ સૂર્યની છે. તે દરેક પંક્તિઓમાં - ચંદ્ર અને સૂર્ય છે. all छप्पणं पतीओ, णक्खत्ताणंतुमणुयलोगम्मि। छावट्ठी छावट्ठीय, होति य एक्केक्किया पती // 8 // ગાથાર્થ– આ મનુષ્ય લોકમાં (બે ચંદ્ર અને બે સૂર્યના પરિવારરૂપ 2842256) નક્ષત્રોની પs પંક્તિઓ છે. દરેક પંક્તિમાં અભિજિત આદિ એક-એક પ્રકારના -નક્ષત્ર છે. આટા छावत्तरंगहाणं, पतिसय होई मणुयलोगम्मि / छावट्ठी छावट्ठीय,होति एक्केक्किया पती // 9 // ગાથાર્થ આ મનુષ્ય લોકમાં બે ચંદ્ર-સૂર્યના પરિવારરૂપ 8842=176 ગ્રહોની 176 પંક્તિઓ છે. પ્રત્યેક પંક્તિમાં એક-એક પ્રકારના 6-66 ગ્રહો છે. ते मेरु परियडता, पयाहिणावत्तमंडला सव्वे। अणवट्ठिएहिं जोगेहि, चंदा सूरा गहगणा य // 10 // ગાથાર્થ- આ ચંદ્ર સૂર્યાદિ સંપૂર્ણ જ્યોતિષ મંડળ જંબુદ્વીપના મેરુ પર્વતને પ્રદક્ષિણા કરે છે. ચંદ્ર-સૂર્ય આદિ પ્રદક્ષિણા કરતાં હોય, ત્યારે ચંદ્રાદિની દક્ષિણમાં અર્થાત્ જમણી તરફ જ મેરુ પર્વત રહે છે, તેથી તે પ્રદક્ષિણાવર્ત મંડલ કહેવાય છે. (મનુષ્યલોકવર્તી બધા ચંદ્ર સૂર્યાદિ પ્રદક્ષિણાવર્ત મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે) ચંદ્ર, સૂર્ય અને ગ્રહો (એક મંડલથી અન્ય મંડલ ઉપર પરિભ્રમણ કરતાં હોવાથી) તેનો નક્ષત્રો સાથે અનવસ્થિત યોગ હોય છે. ll1all णक्खत्ततारगाणं, अवट्ठिया मंडला मुणेयव्वा। ते वि य पयाहिणावत्तमेव, मेरु अणुचरति // 11 // ગાથાર્થ– નક્ષત્ર અને તારાઓ એક મંડલ પર જ પરિભ્રમણ કરતાં હોવાથી તેના મંડલ અવસ્થિત છે. તે પણ મેરુ પર્વતની ચારે બાજુ પ્રદક્ષિણાવર્ત મંડલ ગતિથી પરિભ્રમણ કરે છે. ll11/ रयणियर दिणयराणं, उड्डे व अहे व संकमो णत्थि / मंडलसंकमण पुण, अभितरबाहिर तिरिए // 12 // ગાથાર્થ–ચંદ્ર અને સૂર્યનું ઉપર અને નીચે સંક્રમણ થતું નથી. તેનું પરિભ્રમણ તિરછી દિશામાં સર્વ આત્યંતર મંડલથી સર્વ બાહ્ય મંડલ સુધી અને સર્વ બાહ્ય મંડલથી સર્વ આત્યંતર મંડલ સુધી થતું રહે છે. I/૧રો. रयणियरदिणयराणं,णक्खत्ताणं महग्गहाणंच। चारविसेसेण भवे, सुहदुक्खविही मणुस्साण // 13 //