SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ૨૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર અઢીદ્વીપમાં જ્યોતિષી વિમાનો:स एसोतारापिंडो,सव्वसमासेणंमणुयलोगम्मि। बहिया पुण ताराओ, जिणेहिं भणिया असंखेज्जा // 1 // ગાથાર્થ આ પ્રમાણે મનુષ્ય ક્ષેત્રમાં તારાઓનો સમૂહ પૂર્વોક્ત સંખ્યા પ્રમાણે કહ્યો છે. મનુષ્ય ક્ષેત્રની બહાર તારાઓના સમૂહની સંખ્યા અસંખ્યાત છે. (અસંખ્યાત દ્વીપ સમુદ્ર હોવાથી દરેક દ્વીપમાં યથાયોગ્ય સંખ્યાત-અસંખ્યાત તારાગણ છે.) I/1 एवइयंतारग्गं, जंभणियं माणुसम्मि लोगम्मि / चारं कलंबुयापुप्फसठिय जोइसंचरइ // 2 // ગાથાર્થ– મનુષ્ય લોકમાં જે પૂર્વોક્ત તારાગણોનું પ્રમાણ કહ્યું છે તે સર્વ જ્યોતિષદેવોના વિમાન રૂપ છે. તેના ચાર ક્ષેત્રનું એટલે પ્રકાશ ક્ષેત્રનું સંસ્થાન કદંબ પુષ્પ સમાન છે. (તે મૂળમાં મેરુ પર્વતની તરફ સાંકડું અને બહાર જગતી તરફ પહોળું છે. તથા તે પ્રકાશ પણ તેની સાથે જ ગતિશીલ છે.) lill रविससिगह णक्खत्ता, एवइया आहिया मणुयलोए। जेसिंणामगोयं,ण पागया पण्णवेहिति // 3 // ગાથાર્થ- સુર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાગણનું પ્રમાણ મનુષ્યલોકમાં જે કહ્યું છે, તેના નામ-ગોત્ર એટલે તેનું સ્વરૂપ સામાન્ય વ્યક્તિ ક્યારેય કહી શકતી નથી, તેથી તેને સર્વજ્ઞ કથિત માની તેના પર શ્રદ્ધા કરવી જોઈએ. lial छावट्ठि पिडगाई, चंदाइच्चाणंमणुयलोगम्मि / दो चंदा दो सूरा, होति एक्केक्कए पिडए // 4 // ગાથાર્થ- બે ચંદ્ર અને બે સૂર્યોનો એક પિટક(ગોળાકર પેટી) થાય છે. આ પ્રકારના ચંદ્ર અને સૂર્યના પિટક મનુષ્યલોકમાં 66 છે. તેમાંથી બે-બે ચંદ્ર-સૂર્યનું 1 પિટક જંબૂદ્વીપમાં, 2 પિટક લવણ સમુદ્રમાં, દપિટક ધાતકીખંડમાં, ૨૧પિટક કાલોદધિ સમુદ્રમાં, ૩૬પિટક આત્યંતર પુષ્કરવરદ્વીપમાં, તેમ સર્વ મળીને ૧+++૧+૩૬=sપિટક છેal૪ll. छावटुिंपिडगाई, णक्खत्ताणंतुमणुयलोगम्मि / छप्पण्णं णक्खत्ता य, होति एक्केक्कए पिडए // 5 // ગાથાર્થ– મનુષ્ય લોકમાં નક્ષત્રોના 66 પિટક છે. તેમાંથી એક-એક પિટકમાં છપ્પન-છપ્પન નક્ષત્રો છે. પા. छावद्धिं पिडगाई,महग्गहाणंतुमणयलोगम्मि। छावत्तरंगहसयं य, होइ एक्केक्कए पिडए // 6 // ગાથાર્થ–મનુષ્યલોકમાં મહાગ્રહોના દપિટક છે. તેમાંથી એક એકપિટકમાં ૧૭–૧૭૬મહાગ્રહો છે. III
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy