________________
[ પ૨૪]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ઉત્તર-હે ગૌતમ! સમયક્ષેત્રની લંબાઈ-પહોળાઈપિસ્તાલીસ લાખ યોજનની છે અને તેની પરિધિ આવ્યંતર પુષ્કરવરદ્વીપની પરિધિની સમાન છે અર્થાત ૧,૪૨,૩૦,૨૪૯(એક કરોડ, બેતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો ઓગણપચાસ) યોજનની પરિધિ છે. | ३४ सेकेणटेणं भंते ! एवं वुच्चइ- माणुसखेत्ते माणुसखेत्ते?
गोयमा ! माणुसखेत्तेणं तिविहा मणुस्सा परिवसंति,तं जहा- कम्मभूमगा अकम्मभूमगा अंतरदीवगा। सेतेणटेणंगोयमा ! एवं वुच्चइ-माणुसखेते माणुसखेत्ते। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! મનુષ્ય ક્ષેત્રને મનુષ્ય ક્ષેત્ર કહેવાનું શું કારણ છે?
ઉત્તર– હે ગૌતમ! મનુષ્ય ક્ષેત્રમાં ત્રણ પ્રકારના મનુષ્યો રહે છે, યથા- કર્મભૂમિના મનુષ્યો, અકર્મભૂમિના મનુષ્યો અને અંતરદ્વીપના મનુષ્યો. તેથી તે ક્ષેત્ર મનુષ્ય ક્ષેત્ર કહેવાય છે. |३५ माणुसखेत्ते णं भंते ! कइ चंदा पभासिसुवा पुच्छा ? गोयमा !
बत्तीसं चंदसयं, बत्तीसं चेव सूरियाण सयं । सयलं मणुस्सलोयं, चरेति एए पभासेता ॥१॥ एक्कारस य सहस्सा, छप्पिय सोलगमहग्गहाणंतु । छच्च सया छण्णउया,णक्खत्ता तिण्णि य सहस्सा ॥२॥ अडसीइ सयसहस्सा,चत्तालीस सहस्समणुयलोगम्मि ।
सत्तय सया अणूणा,तारागणकोडिकोडीण ॥३॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનુષ્ય ક્ષેત્રમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ ! (ગાથાથી સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય પ્રકાશિત કરતાં પરિભ્રમણ કરે છે૧૧૧,૬૧ (અગિયાર હજાર, છસો સોળ) મહાગ્રહો અને ૩,૯(ત્રણ હજાર, છસો છનુ) નક્ષત્રો ચંદ્ર-સૂર્યની સાથે યોગ કરે છે. ૨II
૮૮,૪૦,૭૦૦(અઠ્યાસી લાખ, ચાલીસ હજાર, સાતસો) ક્રોડાક્રોડી તારાઓ મનુષ્ય ક્ષેત્રમાં શોભતા હતા, શોભે છે અને શોભશે.llal વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મનુષ્ય ક્ષેત્ર સંબંધી નિરૂપણ છે. મનુષ્યક્ષેત્ર - અસંખ્ય દ્વીપ સમુદ્રોમાંથી મધ્યના અઢીદ્વીપ અને બે સમુદ્ર પ્રમાણક્ષેત્રને અઢીદ્વીપ અથવા મનુષ્ય ક્ષેત્ર કહે છે. તેમાં જંબુદ્વીપ, ધાતકીખંડ અને આત્યંતર પુષ્કરદ્વીપ, આ અઢીદ્વીપ અને લવણસમુદ્ર તથા કાલોદધિ સમુદ્ર, આ બે સમુદ્રનો સમાવેશ થાય છે.
મનુષ્યોને રહેવાના ૧૦૧ ક્ષેત્રો અઢીદ્વીપમાં જ છે, અઢી દ્વીપક્ષેત્ર એ મનુષ્યોનું સ્વસ્થાન છે, તેથી તેને મનુષ્યક્ષેત્ર કહે છે. તેમાં ત્રણ પ્રકારના મનુષ્યો રહે છે, કર્મભૂમિના મનુષ્યો, અકર્મભૂમિના મનુષ્યો અને અંતરદ્વીપના મનુષ્યો.