________________
પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર
[ પર૫ ]
આ અઢીદ્વીપમાં ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષી દેવો ગતિશીલ છે. સૂર્યની ગતિના આધારે રાત્રિ, દિવસ, પક્ષ, માસ, ઋતુ, સંવત્સર આદિ કાલની નિષ્પત્તિ અને ગણના થાય છે. ગણનાકાલની પ્રવૃત્તિ અઢીદ્વિીપમાં જ થાય છે તેથી તે ક્ષેત્રને સમયક્ષેત્ર કહે છે.
પંદર કર્મભૂમિમાં જન્મ પામનારા મનુષ્યો કર્મભૂમિજ મનુષ્યો કહેવાય છે. તે ૧૫ ક્ષેત્રો આ પ્રમાણે છે– પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર. તેમાંથી એક ભરત, એક ઐરાવત અને એક મહાવિદેહ ક્ષેત્ર જંબુદ્વીપમાં છે. બે ભરત, બે ઐરાવત અને બે મહાવિદેહ ક્ષેત્ર ધાતકીખંડમાં છે તથા બે ભરત, બે ઐરાવત અને બે મહાવિદેહ ક્ષેત્ર આત્યંતર પુષ્કરદ્વીપમાં છે.
ત્રીસ અકર્મભૂમિમાં જન્મ પામનારા મનુષ્યો અકર્મભૂમિજ મનુષ્યો કહેવાય છે. તે ત્રીસ ક્ષેત્રો આ પ્રમાણે છે– ૫ દેવકુરુ, ૫ ઉત્તરકુરુ, ૫ હરિવાસ, ૫ રમ્યગુવાસ, ૫ હેમવય, ૫ હરણ્યવય ક્ષેત્ર. આ ત્રીસ ક્ષેત્રોમાંથી એક-એક એટલે છ ક્ષેત્રો જંબુદ્વીપમાં, તેમાંથી બે-બે એટલે બાર ક્ષેત્રો ધાતકીખંડમાં અને બે-બે એટલે બાર ક્ષેત્રો અર્ધ આત્યંતર પુષ્કરદ્વીપમાં છે.
છપ્પન અંતરીપ ક્ષેત્રોમાં જન્મ પામનારા મનુષ્યો પદ અંતરદ્વીપના મનુષ્યો કહેવાય છે. તે પડ્યું ક્ષેત્રો સ્વતંત્ર રીતે લવણસમુદ્રમાં આવેલા છે. આ રીતે મનુષ્યોના ૧૫+ ૩૦+ ૫૬=૧૦૧ ક્ષેત્રો અઢીદ્વિીપમાં છે. મનુષ્યોના જન્મ-મરણ અઢીલીપમાં જ થાય છે.
જો કોઈદેવ મનુષ્યને ઉપાડીને(સંહરણ કરીને) અઢીદ્વિીપની બહાર લઈ જાય તો ત્યાં તેનું મૃત્યુ થતું નથી. મૃત્યુ પૂર્વે જ તેને તે દેવ અથવા અન્ય દેવ ફરીથી મનુષ્યક્ષેત્રમાં લાવીને મૂકી દે છે અને ત્યાર પછી જ તેનું મૃત્યુ થાય છે. આ રીતે આ વિશેષતાના આધારે અઢીદ્વીપને મનુષ્યક્ષેત્ર કહે છે. મનુષ્ય ક્ષેત્રનું પરિમાણ – તે ૪૫ લાખ યોજન લાંબો અને પહોળો ગોળાકારે છે. તેમાં મધ્યમાં થાળીના આકારે એક લાખ યોજનનો જંબૂદ્વીપ છે. તેને ફરતો લવણસમુદ્ર છે, તેનો ચક્રવાલ વિખંભ બે લાખ યોજન છે, તેથી પૂર્વ અને પશ્ચિમ બાજુના ૨+ ૨ = ૪ લાખ| યોજન થાય. તે જ રીતે તેને ફરતો ધાતકીખંડ છે. તેનો ચક્રવાલ વિખંભ ૪ લાખ યોજન છે. પૂર્વ અને પશ્ચિમ ધાતકીખંડના ૪+ ૪ = ૮ લાખ યોજના
- ૪પ લાખ --- - -- થાય છે. તેને ફરતો કાલોદધિ સમુદ્ર છે ---લાખ| -૮ન્નાખ- ૦૪-લાખ િ૨લાખ- ૧ લાખે ની રક્ષાબ-વેજલ્લાખ- -જ્ઞાખ- -૮ન્નાખ| તેનો ચક્રવાલ વિખંભ આઠ લાખ યોજન છે. પૂર્વ અને પશ્ચિમ કાલોદધિ સમુદ્રના ૮ + ૮= ૧૬ લાખ યોજન થાય છે. તેને ફરતો આવ્યંતર પુષ્કરદ્વીપ છે, તેનો ચક્રવાલ વિખંભ આઠ લાખ યોજન છે. | પૂર્વ અને પશ્ચિમ આત્યંતર પુષ્કર દ્વિીપના ૮+૮=૧૬લાખ યોજન થાય છે.
કી
બાજુ પુષ્કર દીપ
* ---
માનુષાર પં
|
ન માગ્યેતરે પુષ્કર દીપ કા
Et
કલોદધિ સમુદ્ર
-- ૪ ---
દ્વીપ
- ધાતકી ખંડ
------ A 8
---
-
-- યોજ
---
---- મનુષ્ય
J
----અઢી ટીપ------
---
RE,---
.:
--
", રિધિ૧૨,0,૨૪ -