________________
પ્રતિપત્તિ-૩ : ધાતકીખંડાદિ દ્વીપ સમુદ્રાધિકાર
કાલોદધિ સમુદ્રની ચારે બાજુ ફરતે પુષ્કર દ્વીપ છે. તેનો ચક્રવાલ વિધ્યુંભ સોળ લાખ યોજન છે. તેની બરાબર મધ્યમાં માનુષોત્તર પર્વત છે. તે પર્વતથી પુષ્કર દ્વીપના બે વિભાગ થાય છે— આપ્યંતર પુષ્કર દ્વીપ અને બાહ્ય પુષ્કર દ્વીપ.
--
આપ્યંતર પુષ્કરદ્વીપ · પુષ્કર દ્વીપમાં માનુષોત્તર પર્વતની અંદરના વિભાગને આપ્યંતર પુષ્કરદ્વીપ કહે છે અને બહારના વિભાગને બાહ્ય પુષ્કર દ્વીપ કહે છે. બંનેનો ચક્રવાલ વિધ્યુંભ આઠ-આઠ લાખ યોજન છે. આત્યંતર પુષ્કર દ્વીપની (તેમજ મનુષ્યક્ષેત્રની) મર્યાદા માનુષોત્તર પર્વતથી થાય છે. ત્યાં સુધી જ મનુષ્યો રહે છે.
ધાતકીખંડની જેમ બે ઈયુકાર પર્વતોના કારણે આત્યંતર પુષ્કર દ્વીપના પણ પૂર્વાર્ધ આવ્યંતર પુષ્કરદ્વીપ અને પશ્ચિમાર્ચ આપ્યંતર પુષ્કરદ્વીપ, એવા બે વિભાગ થાય છે. તેમાં બે મેરુપર્વત, બે ભરત ક્ષેત્ર, બે ઐરવત ક્ષેત્ર, બે મહાવિદેહ ક્ષેત્ર છે. પ્રત્યેક અકર્મભૂમિના ક્ષેત્રો પણ બે-બે છે.
આપ્યંતર પુષ્કર દ્વીપમાં જ્યોતિષી દેવો :– પુષ્કર દ્વીપમાં સપરિવાર ૧૪૪ ચંદ્ર અને ૧૪૪ સૂર્ય છે. આપ્યંતર પુષ્કર દ્વીપમાં તેના અર્ધા અર્થાત્ ૭૨ ચંદ્ર અને ૭૨ સૂર્ય તેના પરિવાર સહિત પરિભ્રમણ કરે છે. તેમાંથી ૩૬-૩૬ ચંદ્ર, સૂર્ય એક દિશામાં અને ૩૬-૩૬ ચંદ્ર-સૂર્ય તેની સામેની દિશામાં પંક્તિબદ્ધ રહી જંબુદ્રીપના મેરુ પર્વતને કેન્દ્રમાં રાખીને પરિભ્રમણ કરે છે.
૭૨ ચંદ્ર સૂર્યના પરિવાર રૂપે ૭૨ × ૨૮ = ૨,૦૧૬ નક્ષત્રો, ૭૨ x ૮૮ = ૬,૩૩૬ ગ્રહો અને ૬૬,૯૭૫ × ૭૨ = ૪૮,૨૨,૨૦૦ ક્રોડાક્રોડી તારાઓનો સમૂહ છે.
આત્યંતર પુષ્કરદ્વીપનું પ્રમાણાદિ :–
સ્થાન સંસ્થાન
કાલોદ ચૂડીના સમુદ્રની આકારે
ચારે બાજુ
ફરતો.
માનુષોત્તર પર્વતથી
ચારે બાજુ
ઘેરાયેલો
ચક્રવાલ
વિષ્ણુભ
આઠ લાખ યોજન
૫૨૩
પરિધિ
સૂર્ય-ચંદ્ર
૧, ૪૨, ૩૦, ૭૨-૭૨ ૬,૩૩૬ ૨૪૯ યોજન
ગ્રહ
નક્ષત્ર
તારા
૨, ૦૧૬ ૪૮, ૨૨, ૨૦૦
મનુષ્યક્ષેત્ર :
३३ समयखेत्ते णं भंते ! केवइयं आयामविक्खंभेणं केवइयं परिक्खेवेणं पण्णत्ते ? गोयमा ! पणयालीसं जोयणसयसहस्साइं आयमविक्खभेणं एगा जोयणकोडी जाव अब्भितर पुक्खरद्धपरिरओ से भाणियव्वो जाव अऊणपण्णे ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સમયક્ષેત્ર(મનુષ્ય ક્ષેત્ર)ની લંબાઈ-પહોળાઈ કેટલી છે અને તેની પરિધિ કેટલી છે ?