________________
પ્રતિપત્તિ—૩ : ધાતકીખંડાદિ દ્વીપ–સમુદ્રાધિકાર
પ્રતિપત્તિ-૩
ધાતકીખંડાદિ દ્વીપ-સમુદ્રાધિકાર
૫૦૯
સંક્ષિપ્ત સાર
આ પ્રકરણમાં જંબુદ્રીપ અને લવણ સમુદ્ર સિવાયના અસંખ્ય દ્વીપ-સમુદ્રોનું વર્ણન છે. અઢીદ્વીપ– લવણ સમુદ્રની ચારે બાજુ ઘેરાયેલો ધાતકીખંડ છે. ત્યાર પછી ક્રમશઃ કાલોદધિ સમુદ્ર અને પુષ્કર દ્વીપ છે. પુષ્કર દ્વીપની મધ્યમાં ગોળાકારે માનુષોત્તર પર્વત છે. તેના કારણે પુષ્કરદ્વીપના બે વિભાગ થાય છે— આપ્યંતર અને બાહ્ય. પ્રત્યેક દ્વીપ અને સમુદ્ર તેની પૂર્વના દ્વીપ કે સમુદ્રથી બમણા વિસ્તારવાળા છે.
આ રીતે જંબુદ્રીપ, લવણ સમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિ સમુદ્ર અને આત્યંતર પુષ્કરદ્વીપ (અર્ધ પુષ્કર દ્વીપ) તે અઢીદ્વીપ અને બે સમુદ્ર સુધીનું ૪૫ લાખ યોજનનું ક્ષેત્ર અઢીદ્વીપક્ષેત્ર અથવા મનુષ્યક્ષેત્ર કહેવાય છે. તેમાં જ મનુષ્યોના ૧૦૧ ક્ષેત્રો છે. ત્યાંજ મનુષ્યોના જન્મ-મરણ, ચંદ્ર-સૂર્યાદિની ગતિ, દિવસ-રાત્રિ આદિ વ્યવહાર કાલ, બાદર અગ્નિ આદિ હોય છે.
મનષ્યક્ષેત્રમાં કુલ ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્ય પોતાના પરિવાર સહિત નિરંતર ગતિ કરી રહ્યા છે. અઢીદ્વીપની બહારના દ્વીપ-સમુદ્રો– પુષ્કર દ્વીપ પછી ક્રમશઃ બમણા વિસ્તારવાળા પુષ્કર સમુદ્ર, વરુણવરદ્વીપ, વરુણવર સમુદ્ર, ક્ષીર દ્વીપ, ક્ષીર સમુદ્ર, દ્યુતવર દ્વીપ, દ્યુતવર સમુદ્ર, ક્ષોદવર દ્વીપ, ક્ષોદવર સમુદ્ર, ક્ષોદોદ દ્વીપ, ક્ષોદોદ સમુદ્ર, નંદીશ્વરદ્વીપ, નંદીશ્વર સમુદ્ર આ રીતે અસંખ્ય દ્વીપ-સમુદ્ર છે. તેમાં અંતિમ સ્વયંભૂરમણ દ્વીપ અને તેને ફરતો સ્વયંભૂરમણ સમુદ્ર છે. આ લોકમાં જેટલા શુભ નામો છે, તે સર્વ નામ- વાળા દ્વીપ-સમુદ્રો છે. તે અસંખ્ય દ્વીપ-સમુદ્રો અઢી ઉદ્વાર સાગરોપમના સમય તુલ્ય છે. તેમાં અસંખ્ય ચંદ્ર-સૂર્ય પોતાના પરિવાર સહિત સ્થિર છે. ત્યાં જ્યોતિષી દેવોની ગતિ ન હોવાથી રાત્રિ-દિવસ આદિ વ્યવહારકાલ નથી. અઢીદ્વીપની બહારના સમુદ્રો સમ જલવાળા છે. તેમાં ભરતી ઓટ થતી નથી. ત્યાં સૂર્યનો તાપ પણ તીવ્ર ન હોવાથી વાદળા બંધાતા નથી, તેથી વર્ષા પણ થતી નથી. અસંખ્ય સમુદ્રોમાં કાલોદધિ સમુદ્ર, પુષ્કર સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી સ્વાભાવિક જલના સ્વાદયુક્ત છે. લવણ સમુદ્રનું પાણી ખારું, ધૃત સમુદ્રનું પાણી ઘી જેવા સ્વાદવાળું, વરુણ સમુદ્રનું પાણી મદિરાના સ્વાદવાળું, ક્ષીર સમુદ્રનું પાણી ક્ષીર-દૂધ જેવા સ્વાદવાળું છે. શેષ સર્વ સમુદ્રોનું પાણી ઇક્ષુરસ જેવા સ્વાદવાળું છે.
ન
લવણ, કાલોદધિ અને સ્વયંભૂરમણ, આ ત્રણ સમુદ્ર અન્ય સમુદ્રોની અપેક્ષાએ મચ્છ-કચ્છની
બહુલતાવાળા છે.
નંદીશ્વર દ્વીપ– અસંખ્ય દ્વીપમાં આઠમો દ્વીપ નંદીશ્વર દ્વીપ છે. તે દેવોના આનંદના સ્થાનભૂત હોવાથી તેનું નામ નંદીશ્વર દ્વીપ છે.