________________
[ ૫૦૮ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
હિંમેશાં એક સમાન રહે છે. લવણ સમુદ્ર ક્યારે ય પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. સૂત્રમાં તેના વિવિધ કારણો આ પ્રમાણે દર્શાવ્યા છે– (૧) કર્મભૂમિના ક્ષેત્રોમાં વિચરતા અરિહંત, કેવળી, ચતુર્વિધ સંઘ આદિના પુણ્ય પ્રભાવે. (૨) અકર્મભૂમિના ક્ષેત્રોમાં રહેતા મનુષ્યોની પ્રકૃતિની ભદ્રતા આદિ સગુણોના પ્રભાવે. (૩) જંબૂદ્વીપના પર્વતો, નદીઓ અને દ્રહોના અધિષ્ઠાયક મહર્દિક દેવોના પુણ્ય પ્રભાવે. (૪) તથા પ્રકારની લોકસંસ્થિતિ-મર્યાદાના કારણે લવણ સમુદ્ર કદાપિ મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી, તેના પાણીથી જંબુદ્વીપને ડુબાડી દેતો નથી. તે સિવાય સુત્ર ૧૮ અનુસાર વેલંધર અને અણુવેલંધર દેવો પણ વેલાના પાણીને મર્યાદામાં રાખવા માટે સદા પ્રયત્નશીલ રહે છે. જો આવીને... – સૂત્રમાં પ્રયુક્ત ત્રણ ક્રિયાઓના અર્થ આ પ્રમાણે છે– (૧) જો આવજો - પાણીથી ભીંજવતો નથી અર્થાત્ અંશ માત્ર ડૂબાડતો નથી. જો ૩ખીનેઙ = પાણીના નિમિત્તથી પ્રબળતા પૂર્વક પીડિત કરતો નથી અર્થાત્ વિશેષ પ્રકારે ડુબાડતો નથી. જો પાવા રે = સંપૂર્ણપણે જળમગ્ન કરતો નથી અર્થાતુ પૂર્ણતયા ડૂબાડી દેતો નથી.
I લવણ સમુદ્રાધિકાર સંપૂર્ણ