________________
Th( 5.
પ્રકારના જીવોનું દર્શન જુદી જ રીતે કર્યું. પ્રથમ સમયના નારકી, અપ્રથમ સમયના નારકી; પ્રથમ સમયના તિર્યચ, અપ્રથમ સમયના તિર્યંચ; પ્રથમ સમયના મનુષ્ય, અપ્રથમ સમયના મનુષ્યો; પ્રથમ સમયના દેવો, અપ્રથમ સમયના દેવો. આ આઠેય પ્રકારના જીવોમાંથી પ્રથમ સમયના જીવોની ભવસ્થિતિ-કાયસ્થિતિ એક સમયની અને અપ્રથમ સમયના જીવોની જેટલી ભવસ્થિતિ અને કાયસ્થિતિ હોય તેમાંથી એક સમય ઓછો જાણી લેવો. અંતર–તિર્યંચનું અનેક સો સાગર, શેષ સર્વનું વનસ્પતિકાળ; ત્યારપછી અલ્પબદુત્વ જાણ્યું. ત્યાંથી આગળ વધીને આઠમી પ્રતિપત્તિ આર્ટ ગેલેરીમાં પ્રવેશ્યા. ત્યાં સંસારી જીવોના નવ પ્રકાર- પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને તેનું અલ્પબહત્વ જાયું, ત્રિલોકદર્શન કરતા રહ્યા. ત્યાંથી ચક્ષુસાદેવી આગળ વધ્યા. નવમી પ્રતિપત્તિ આર્ટ ગેલેરીમાં પ્રવેશ્યા. ત્યાં પ્રથમ સમયના એકેન્દ્રિય, અપ્રથમ સમયના એકેન્દ્રિય બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિયને નિહાળ્યા. તેનું અલ્પબદુત્વ જાણવા દષ્ટિ લંબાવી. તેમાં જણાયું કે– (૧) સર્વથી થોડા પ્રથમ સમયના પંચેન્દ્રિય જીવો, તેનાથી ચૌરેન્દ્રિય, તેઇન્દ્રિય, બેઇન્દ્રિય, એકેન્દ્રિય ક્રમશઃ વિશેષાધિક. અપ્રથમ સમયના પૂર્વવતું. આ રીતે ત્રિલોક દર્શનની નવ પ્રતિપત્તિ રૂપ આર્ટ ગેલેરીનું દર્શન ચક્ષુસાદેવીએ કર્યું. પ્રથમ ખંડનું ત્રિલોક દર્શન પૂર્ણ થયું.
ચક્ષુસાદેવીએ ચેતના બહેનને પૂછ્યું- હવે શું જોવાનું છે? ચેતના બહેને કહ્યું કે આ ખંડમાં જે વાત તમે જાણી જોઈ તેનું ઘટક છે સંસારી જીવો. બીજા ખંડમાં સર્વ જીવોના બે, ત્રણ આ ભેદ-પ્રભેદનવ પ્રતિપત્તિ રૂપે દર્શાવ્યા છે. જેમ કે–સિદ્ધ-અસિદ્ધ, સઇન્દ્રિયઅનિન્દ્રિય, જ્ઞાની-અજ્ઞાની, આહારક- અનાહારક, ભાષક-અભાષક, સમ્યગ્દષ્ટિમિથ્યાદષ્ટિ, પરિત્ત-અપરિત્ત, પર્યાપ્તક-અપર્યાપ્તકસૂક્ષ્મ-બાદર, સંજ્ઞી-અસંજ્ઞી, ભવસિદ્ધિક-અભવસિદ્ધિક રૂપે ભેદોનું વિધાન કર્યું છે તથા યોગ, વેદ, દર્શન, સંત, અસંયત, કષાય, જ્ઞાન, શરીર, કાય, વેશ્યા, યોનિ, ઇન્દ્રિય, આદિની અપેક્ષાએ વર્ણન કરવામાં આવ્યું છે અર્થાત્ પૂર્વોક્ત જીવોમાં આ દ્વાર ઉતારવામાં આવ્યા છે, તેને
જીવસ્થાન કહેવાય છે અને તે ગુણસ્થાન રૂપમાં પણ જોવાય છે. આ રીતે અભિગમ નગર બે ખંડમાં વહેંચાયેલું છે. પ્રથમ ખંડમાં સંસારી જીવોનું વર્ણન, બીજામાં સંસારી અને સિદ્ધોનું વર્ણન દર્શાવીને સિદ્ધાલયનું દર્શન કરાવ્યું છે. હે ચક્ષુસાદેવી ! તાત્પર્ય એ
| માટે જો પ્રયત્ન-પુરુષાર્થ સવળો કરે તો અવશ્ય શુદ્ધ સ્વરૂપી બનીને મોક્ષમાં જાય છે; આ જે ત્રિલોક દર્શન કર્યું તે શાશ્વત છે, તેમાં ફેર થતો નથી. માત્ર પર્યાયથી વ્યક્તિ કે વસ્તુ સ્થાન બદલે છે, તેમ આ આગમ જણાવે છે. ચેતના બહેનની વાત સાંભળી, અભ્યાસ કરી, ત્રિલોક દર્શન કરી, ચસાદેવી પાછી ફરી અને મારા દર્શન ઉપયોગ પાયલોટે તેમને વિરતિના વિમાનમાં બેસાડી અભિગમ
52