________________
અને આઠમો દેવલોક ઘનોદધિ–ઘનવાત પ્રતિષ્ઠિત છે, ત્યારપછીના દેવલોક આકાશ પ્રતિષ્ઠિત જોયા. તે વિમાનાવાસ કેટલાક આવલિકા બદ્ધ—પંક્તિબદ્ધ, ગોળ, ત્રિકોણ અને ચોરસ આકારે ક્રમશઃ ચારે ય દિશામાં ગોઠવાયેલા જોયા. કેટલાક વિમાનો વિવિધ આકારના છૂટા છવાયા પુષ્પોની જેમ સ્થિત જોયા. કોઈ સંખ્યાત યોજનના વિસ્તારવાળા, કોઈ અસંખ્યાત યોજનના વિસ્તારવાળા જોયા. તેમાં દેવો પુણ્યયોગે સુંદર મનોહર સમચતુરસ સંસ્થાન યુક્ત શરીરના ધારક, શ્રેષ્ઠ વર્ણ, ગંધ, સ્પર્શવાળા હતા, તેઓને વૈક્રિય લબ્ધિથી વિવિધરૂપ બનાવતા જોયા. તેઓ જન્મથી જ સોહામણા બાહ્ય આભૂષણો રહિત હોવા છતાં મનોહર દેખાતા હતા. તેઓ જન્મથી જ વિભૂષિત શરીરવાળા હશે તેમ મનોમન ચક્ષુસાદેવીએ વિચાર કર્યો.
ઉપર ઉપરના દેવલોકના દેવોની અવગાહના ક્રમશઃ નાની-નાની જોઈ અને તેની સ્થિતિ, ઋદ્ધિ, અવધિક્ષેત્ર વૃદ્ધિ પામતા જોયા. તેઓ શુભ પુદ્ગલોનો આહાર લઈ રહ્યા હતા. બે દેવલોક સુધી દેવીઓ જોઈ. પછી ઉપર ફક્ત દેવોને જોયા. બાર દેવલોક સુધીના દેવોને નીચે જતા આવતા જોયા, પરિષદવાળા જોયા પરંતુ નવ ચૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવો ઉપશાંત અને અવર જવર નહીં કરનારા તથા અહમેન્દ્ર જોયા.
આ રીતે ઊર્ધ્વલોકની દર્શનીય યાત્રાના દર્શન કરી ચક્ષુસાદેવી પાછા ફર્યા. તે દેવોની સમુચ્ચય સ્થિતિ જઘન્ય ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની જાણી લીધી. ચેતનાબહેન પાસે આવી આ રીતે ચાર ગતિના જીવોનો અભ્યાસ કરવા
લાગ્યા.
ચક્ષુસાદેવી તાત્પર્યમાં સમજી શકયા કે પુણ્ય-પાપના ફળ જેવા પ્રકારના જીવોએ બાંધ્યા અર્થાત્ તેવા પ્રકારના મળતા રહે છે. હવે તેમને ચોથી પ્રતિપત્તિની આર્ટ ગેલેરી જોવાની ભાવના જાગી.
ત્રિલોક દર્શન ચોથીથી નવમી પ્રતિપત્તિની આર્ટ ગેલેરી : ચોથી પ્રતિપત્તિ આર્ટ ગેલેરીમાં પ્રવેશ કરીને એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય જીવો કેટલી સ્થિતિ પામીને મૃત્યુ પામે છે, તે ભવસ્થિતિ જાણી જોઈ. એની એ ઇન્દ્રિય કેટલી (વાર) પામે છે, તેવી કાયસ્થિતિ નિહાળી, તેઓનું અંતર, અલ્પબહુત્વનું જાણપણું કર્યું. ત્યારપછી પાંચમી આર્ટ ગેલેરીમાં પ્રવેશ કર્યો, ત્યાં તેમણે સંસારી જીવોને પૃથ્વીકાયાદિ છ પ્રકારે જોયા. તેઓની ભવસ્થિતિ કાયસ્થિતિનું માપ કાઢ્યું અને આગળ વધ્યા. છઠ્ઠી આર્ટ ગેલેરીમાં સાત પ્રકારના જીવોને જોયા. નારકીના રૂપમાં, તિર્યંચ-તિર્યંચાણીના રૂપમાં, મનુષ્ય-મનુષ્યાણીના રૂપમાં, દેવ-દેવાંગનાના રૂપમાં. તેઓનું આયુષ્ય, કાયસ્થિતિ, અંતર, અલ્પબહુત્વ જાણીને આગળ વધ્યા. સાતમી આર્ટ ગેલેરીમાં આઠ
51