________________
લીધું. ચેતના બહેને કહ્યું- તમે જે જોયું તે તો ફક્ત ઉપર ઉપરનું સ્થૂલ જોયું છે. સૂક્ષ્મ મર્મ જાણવા માટે અભિગમ નગરનો પૂર્ણ અભ્યાસ જ્ઞાની પુરુષોએ દેખાડેલ ઉપાંગમાંથી કરી લેજો. તેમાં દેવોની દિવ્ય ગતિ, બાહ્ય પુગલોને ગ્રહણ કરવાથી વિદુર્વણા, દેવના વૈક્રિય શરીરને છઘસ્થ જોઈ શકતા નથી; બાળકનું છેદન-ભેદન કર્યા વિના બાળકને નાના-મોટા કરવાનું સામર્થ્ય દેવમાં હોય છે, તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
ચંદ્ર, સૂર્યની નીચે, મધ્યમાં અને ઉપર રહેનારા તારાઓનું વર્ણન, પ્રત્યેક ચંદ્ર સૂર્યના પરિવારનું પ્રમાણ, જંબૂદ્વીપના મેન્થી જ્યોતિષ્ક દેવોની ગતિનું અંતર, લોકાંતમાં
જ્યોતિષ્ક દેવોની ગતિ–ક્ષેત્રનું અંતર, રત્નપ્રભાની ઉપરના ભાગથી તારાઓના, સૂર્યના, ચંદ્રના વિમાનોનું અને સર્વથી ઉપરના તારાઓના વિમાનોનું આંતરું કેટલું છે? તે સર્વનું ગણિત દર્શાવ્યું છે. તે દેવોનો પરિવાર, તેના વિમાનોને વહન કરનાર દેવોની સંખ્યા, અગ્રમહિષીઓ વગેરેની શક્તિનું વિવેચન સમજી લેવું. આ બધી વાત મધ્યલોકના ત્રણ પ્રકારના દેવોની થઈ, હવે આવે છે વૈમાનિક દેવોની વાત. તેને જોવા માટે ઊર્ધ્વલોકમાં જાઓ. ચેતના દેવીના કહેવાથી તેઓ ઉપર ગયા ત્યાં જઈને જોયું. આ ઊર્ધ્વલોક આ મધ્યલોકની સમપૃથ્વીથી અસંખ્ય ક્રોડાકોડી યોજન ઉપર ક્રમશઃ સૌધર્મ અને બીજો ઈશાન દેવલોક જોયા. ત્યાંથી અસંખ્ય યોજના ક્રોડાક્રોડી યોજન ઉપર ત્રીજો સનસ્કુમાર, ચોથો માહેન્દ્ર દેવલોક જોયા. તે ચારે ય દેવલોકને અર્ધ ચંદ્રાકારે જોયા. બંને મળીને પૂર્ણ ચંદ્રાકારનો આકાર પકડતા જોયા. તેને રહેવાના આવાસો વિમાનને આકારે જોયા. તે વિમાનો વિવિધ રત્નમય, શ્રેષ્ઠ વર્ણ, ગંધ અને સ્પર્શથી યુક્ત રમણીય-દર્શનીય છે તેમ જોતા જ રહ્યા. આ ચાર દેવલોક ઉપર પાંચમો બ્રહ્મલોક, છઠ્ઠો લાંતક ક્રમશઃ મહાશુક્ર અને સહસાર, ત્યારપછી આણત-પ્રાણત અને આરણ-અય્યત બે-બે દેવલોક અર્ધ ચંદ્રાકારે છે. ત્યારપછી ત્રણ ત્રિકમાં નવ રૈવેયક વિમાનો છે, ત્યારપછી પાંચ અનુત્તર વિમાનો છે. તેમાં મધ્યમાં સર્વાર્થસિદ્ધ વિમાન અને ચારે દિશામાં શેષ ચાર વિમાનો જોયા. જેવી રીતે અધોલોકમાં પાંચ નરકવાસા હતાં તેવી જ રીતે ઉપરમાં પાંચ અનુત્તર વિમાનાવાસ જોયા. જેવી રીતે અધોલોકમાં દુર્ગધી પુલો અશુભ વર્ણાદિવાળા જોયા તેવી જ રીતે આ ઉપરના ભાગમાં સુગંધી પુદ્ગલો શુભ વર્ણાદિવાળા દેદીપ્યમાન પદાર્થો જોયા.
પ્રથમ દેવલોકમાં ૩ર લાખ, બીજામાં ૨૮ લાખ, ત્યારપછી ક્રમશઃ ૧૨ લાખ, ૮ લાખ, ૪ લાખ, ૫૦,000, 80,000, 000, નવમા-દસમા દેવલોકમાં ચારસો અને અગિયારમા–બારમા દેવલોકમાં ૩૦૦ વિમાનાવાસ જોયા. નવ રૈવેયકમાં ૩૧૮ વિમાનાવાસ તથા પાંચ અનુત્તરના પાંચ વિમાનાવાસ જોયા.
આ વિમાનોમાં પહેલો અને બીજો દેવલોક ઘનોદધિના આધારે, ત્રીજો ચોથો દેવલોક ઘનવાતને આધારે છે, પાંચમો દેવલોક ઘનવાતને આધારે સ્થિત છે, છઠ્ઠો-સાતમો
50