________________
તોરણની સામે બે-બે પૂતળીઓ છે. ત્યાં નાગદંત, હસ્તિયુગલ, અશ્વયુગલ, નરકિન્નર, કિંષ યુગલ, મહોરગ, ગંધર્વ અને ઋષભ યુગલ છે. આ પ્રમાણે અનેક મંગલ રૂ૫ દર્શનીય બે-બે પદાર્થ છે. બંને નિષાદિકાઓ ઉપર બે-બે સિંહાસન, છત્ર, ચામર આદિ છે. દ્વાર ઉપર ૧૦૮૦ ધ્વજાઓ છે. દરવાજાની ઉપર ૯ ભવન છે. પાંચમા ભવનમાં વિજયદેવનું સિંહાસન છે. તેની આસપાસ દેવ-દેવીઓના ભદ્રાસનો છે. આ રીતે મધ્યમ ભવનમાં પરિવાર સહિત બેસવા યોગ્ય સંપૂર્ણ વ્યવસ્થા છે. અન્ય આઠ ભવનમાં એક એક સિંહાસન છે. વિજય–દેવનો પરિવારઃ ૪૦૦૦ સામાનિક દેવ, ૪૦૦૦ અગ્રમહિષીઓનો પરિવાર, ૮000 આભ્યતર પરિષદના દેવો, મધ્યમ પરિષદના ૧૦,૦૦૦ દેવો, બાહ્ય પરિષદના ૧૨,૦૦૦દેવો, ૭ સેનાપતિ, ૧૬,૦૦૦આત્મરક્ષક દેવો, આ દરેક માટે પાંચમા ભવનમાં ભદ્રાસન રહેલા છે. વિજય દ્વારના માલિક વિજયદેવ ત્યાં રહે છે. તેની સ્થિતિ એક પલ્યોપમની છે. તેમની રાજધાની પૂર્વ દિશામાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછી જ્યાં બીજો જંબુદ્વીપ છે ત્યાં બાર હજાર યોજન અંદર ગયા પછી વિજયા નામની રાજધાની આવે છે. તે બાર હજાર યોજનની લાંબી-પહોળી અને ગોળ છે. તેની ચારે બાજુ સાડા સાડત્રીસ યોજન ઊંચો ગઢ છે. તે મૂળમાં ૧રા યોજન પહોળો છે, મધ્યમાં વ્ર યોજન પહોળો અને ઉપર ૩ યોજનને અર્ધ ગાઉ પહોળો છે. વિજયા રાજધાનીમાં કુલ ૫૦૦ દરવાજા છે. તે દ્વાર દ્રા યોજન ઊંચા અને કલા યોજન પહોળા છે. શેષ વર્ણન ઉપરોક્ત દ્વારના વર્ણનની સમાન સમજી લેજે. વિજય દેવનું વર્ણન પુસ્તકના અનુવાદમાંથી જાણી લેજે. શેષ ત્રણ દ્વારમાંથી (૧) દક્ષિણ દિશામાં વેજયંત નામનું દ્વાર, વેજયંત દેવ તથા તેની વેજચંતા રાજધાની છે. (૨) પશ્ચિમ દિશામાં જયંત દ્વાર, તેના માલિક જયંત દેવ અને તેની જયંતા નામની રાજધાની તથા (૩) ઉત્તર દિશામાં અપરાજિત દ્વાર, તેના માલિક અપરાજિત દેવ અને રાજધાની અપરાજિતા નામની છે. ચારે દ્વારની વચ્ચે ૭૯૦૫ર (ઓગણાએંશી હજાર બાવન) યોજન દેશોન બે ગાઉ સાધિક અંતર છે. લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો જંબૂદ્વીપથી સ્પષ્ટ છે અને જેબૂદ્વીપના અંતિમ પ્રદેશો લવણ સમુદ્રથી સ્પષ્ટ છે પરંતુ તે પ્રદેશો તેમની જ મર્યાદાના કહેવાય છે. જંબૂદ્વીપમાંથી મરીને કેટલાય જીવો લવણ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે અને લવણ સમુદ્રના કેટલાક જીવો મરીને જંબૂદ્વીપમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે વાત ચેતનાદેવી પાસેથી સાંભળી ચક્ષુસા દેવી જોવા ગયા. આબેહૂબ દ્રશ્ય તેમણે જેવું સાંભળ્યું હતું તેવું જ નિહાળ્યું. ત્યારપછી ફરતો લવણસમુદ્ર, તેનું પાણી ખારું, કડવું અને અમનોજ્ઞ જોયું. તેમાં પાતાળ કળશો જોયા, તેમાંથી ઊઠતી શિખા ૧૬000 યોજન ઊંચી અને તેનો ખળભળાટ વગેરે સાંભળ્યો. તે લવણ સમુદ્રને ફરતો દ્વીપ અને તેને ફરતો સમુદ્ર એમ અસંખ્યાત દ્વીપ સમુદ્રોનું નિરીક્ષણ કર્યુ. છેલ્લે સ્વયંભૂરમણ સમુદ્રને જોઈ લીધો. ચક્ષુસાદેવી તેનો મર્મ સમજવા પાછા ફર્યા ચેતના બહેનને પૂછી
49
MB