________________
1
( 5.
પર્યાપ્તા મળીને ૨૦૨ ભેદ થાય છે. તેના શરીરમાંથી નીકળતી ૧૪ પ્રકારની અશુચિમાં ઉત્પન્ન થતા સંમૂર્છાિમ મનુષ્યો ૧૦૧ અપર્યાપ્તા, તેમ કુલ ૨૦૨ + ૧૦૧ = ૩૦૩ ભેદ મનુષ્યના થાય છે. ત્રણે ય કાળે આ મનુષ્ય ક્ષેત્ર દ્રવ્યથી શાશ્વતા અને પર્યાયથી અશાશ્વતાનો શ્રુતજ્ઞા ચક્ષુસા દેવીએ સરવાળો કરી પોતાના માનસપટ્ટમાં ગોઠવી દીધો. ત્યારપછી આગળ ગતિ કરીને ચક્ષુસાદેવી નીસર્યા. જ્યાં દેવનું ચિત્ર હતું. તે દરવાજો ખોલીને તેમાં પ્રવેશ કર્યો. ત્યાં ચાર પ્રકારના દેવ જોયા. ત્રીજી આર્ટ ગેલેરીનો ચોથો વિભાગઃ દેવાધિકાર : ભવનમાં રહેનારા- રત્નપ્રભા નરકના જે બાર આંતરા છે તેમાંથી ઉપરના બે છોડીને દસ આંતરામાં દસ ભવનપતિ દેવકુમારો રહેવાના સાત કરોડ, બોતેર લાખ ભવનાવાસ જોયા. તેઓ શય્યામાં ઉત્પન્ન થાય છે. તેઓની ઇન્દ્ર પરિષદ વગેરેનું નિરીક્ષણ કર્યું, વધારે જાણવા માટે અભ્યાસ કરી લઈશ એમ વિચારી તે ભવનના ઉપરના ભાગમાં આવ્યા. ઉપરની જગ્યામાં મોટા મોટા નગરો જોયા. ત્યાં વાણવ્યંતર દેવોને રહેવાના સ્થાનનિહાળ્યા. ત્યાંથી તિરછાલોકમાં ઊંચી દષ્ટિ કરી. સૂર્ય, ચંદ્ર, ગ્રહ નક્ષત્ર તારાના વિમાનાવાસ જોઈને પાછા જંબૂદ્વીપમાં ફર્યા. હવે તેમને મધ્યલોકની મુસાફરી કરવી હતી. તેથી ચેતનાદેવી પાસે આવીને વાર્તાલાપ કરવા લાગ્યા. ચેતનાદેવીએ કહ્યું– પ્રિય સખી, ચક્ષુસા! અઢીદ્વીપમાં સુમેરૂને પ્રદક્ષિણા કરતાં જ્યોતિષી દેવોના વિમાનો જોયા? અઢીદ્વીપની ધરતી જોઈ?. આ મધ્યલોક અસંખ્યાત યોજનાનો લાંબો પથરાયેલો છે. તેમાં જેબૂદ્વીપની વૃત્ત આકારની ઉપમાઓ, તેના સંસ્થાન, આયામ, વિખંભ, પરિધિ, જગતીની ઊંચાઈ, મૂળ, મધ્ય અને ઉપરનો વિખંભ જાણવા જેવા છે. તું ગણિત દ્વારા તેના આકાર-પ્રકારની અનુપ્રેક્ષા કરજે. હવે તું ત્યાં જઈને જોજે. જંબૂદ્વીપના કિનારે જગતી છે. તેની મધ્યમાં ચારે તરફ ગવાક્ષ કટક છે. જગતીની ઉપર મધ્યમાં પદ્મવરવેદિકા છે તેની બંને બાજુ વનખંડ છે. વનખંડમાં અનેક વાવડીઓ છે. ત્યાં વાણવ્યંતર દેવો આમોદ-પ્રમોદ કરવા માટે આવે છે, ત્યાં બેસવા સુવા માટેના આસન શિલાપટ્ટક આદિ છે. મેરુ પર્વતથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં જગતના ચાર દ્વાર છે. તેના નામ વિજય, વિજયંત, જયંત, અપરાજિત છે. મેથી ૪૫000 યોજન દૂર સીતા મહાનદી ઉપર વિજય દ્વાર છે. તે ચાર યોજન પહોળું આઠ યોજન ઊંચું છે. દરવાજાની અંદર અને બહાર સુવર્ણમય રેતી પાથરેલી છે. દ્વારની અંદર બંને બાજુ ચોતરા છે. જેમાં ચંદન કળશ માળાઓ યુક્ત ખીલીઓ, ઘંટડીઓ, ચાંદીના શીકા અને તેમાં ધૂપદાનીઓ છે. પુતળીઓ, જાલઘર, વિશાળ ઘંટ અને માળાઓની પંક્તિઓ છે. બંને ચોતરાની પીઠ પર પ્રાસાદાવતરક મહેલ છે. પીઠ ચાર યોજન લાંબી-પહોળી, બે યોજન ઊંચી છે. પ્રાસાદ બે યોજન લાંબા પહોળા અને ચાર યોજન ઊંચા છે. પ્રાસાદમાં મણિપીઠિકા છે. તેના ઉપર સિંહાસન છે. આ વિજય દ્વારની અંદરનું વ થયું અને બહારના ભાગમાં બે ચોતરાની સામે તોરણ છે. પ્રત્યેક
48.