________________
સુચારુ ઢબથી પીવા લાગ્યા. ત્યારપછી ત્રીજા વૃક્ષ નીચે આવીને બેઠા. એકાએક મંદ મંદ પવન આવતા (૩) ત્રુટિતાંગા- વૃક્ષમાં હવા ભરાઈ, તેથી તેમાંથી વાજિંત્ર જેવો મધુર આલાપ સહિતનો અવાજ નીકળ્યો. તેની સુરીલી વહેતી સરગમ સાંભળવામાં લીન બની ગયા. આનંદ પ્રમોદ સાથે તે દિવસ રાત્રિ વ્યતીત કરી રહ્યા હતા. રાત્રિ હોવા છતાં (૪) દ્વીપશિખા નામના વૃક્ષના દસ અંગમાંથી દીપક સમો પ્રકાશ આવી રહ્યો હતો અને દિવસ થતાં ત્યાં (૫) જ્યોતિરસા– નામના વૃક્ષના ફૂલમાંથી સૂર્ય સમો તેમજ શીતલ પ્રકાશ પથરાઈ રહ્યો હતો. (૬) તેઓના હાથમાં અને ગ્રીવામાં સુંદર ચિત્રંગા વૃક્ષના રંગબેરંગી મુક્તાફળ જેવા બીજના અલંકારો હાથમાં કંકણના રૂપમાં અને ગ્રીવામાં માળાના રૂપમાં શોભી રહ્યા હતા. તેઓએ (૭) ચિત્તરસા– વૃક્ષ પાસે સુધાને તૃપ્ત કરવા વિવિધ પર્ણ ફળ-ફૂલ તથા ત્યાં માટીની સામગ્રી લઈને ભોજન કરતા તેને જોયા (૮) મણિયંગા- વૃક્ષના પુષ્પો તેમના આભૂષણના રૂપમાં અંગીકાર કરતા જોયા અને (૯) ગિહગારા- નામના વૃક્ષની શાખા એટલી ઝટાઝૂટ હતી કે એક સુંદર મકાનના રૂપમાં સહેજે-સહેજે જોડાયેલી હતી. શય્યાનું અને ઝૂલાનું બંને કામ કરતી હતી. તેથી તેઓ ઝુલવાનું તથા સુવાનું કાર્ય સહેજે કરી શકતા હોય તેમ જણાયું અને જોયું. (૧૦) અણિયગણા- નામના વૃક્ષની ત્વચા અર્થાતુ છાલ એટલી બારીક નીચે ઉતરી આવતી હતી કે તેને લઈને વસ્ત્રના રૂપમાં તે યુગલિક દંપતિ ધારણ કરતા હતા તે પણ જોયું. આવા અનેક યુગલો, દસ પ્રકારના અનેક વૃક્ષો નીચે જ રહેતા. તેઓને એકાંતરે ભૂખ લાગતી. તેઓ સુચારુ ઢબથી ચાલતા, બેસતા, ઊઠતા, ઊભા રહેતા, શયન કરતા અને ભોજન કરતા હતા. આ પદ્ધતિ જોઈ ત્યારે ચક્ષુસા દેવીને શંકાનું સમાધાન થઈ ગયું. તેમણે નક્કી કર્યું કે આ વનસ્પતિ જ આ યુગલ તિર્યંચનું તથા મનુષ્યનું ભરણ પોષણ કરે છે અને પાંચે ય ઇન્દ્રિયના વિષયનું સુખ તેઓ આ વૃક્ષો પાસેથી મેળવે છે. ત્યાં એટલા બધા વૃક્ષો છે તેને આ યુગલો જરાય સતાવતા નથી, કાપી નાંખતા નથી. જે નીચે ખરે, પડે, તેમાંથી આવશ્યક હોય તેટલી જ સામગ્રી ગ્રહણ કરે છે. પૃથ્વી પણ એવી મધુર હોય છે કે તેનો પણ આહાર કરે છે. તે બંને ભાઈ-બહેનના રૂપમાં જન્મ ધારણ કરે છે. યુવાન થાય ત્યારે દંપતિના રૂપમાં જીવે છે અને મૃત્યુના છેલ્લા ૬ મહિના બાકી હોય તે પહેલા યુગલિક સ્ત્રી ગર્ભ ધારણ કરે છે અને યુગલ બાળક-બાલિકાના રૂપમાં જોડલાને જન્મ આપે છે, તેનું ઓગણપચાસ દિવસ લાલન પાલન કરે છે અને છેલ્લે બગાસું ખાતા, છીંક ખાતા બંને પ્રાણ છોડે છે. મરીને ભવનપતિ કે વ્યંતર દેવ થાય છે. તેનું મૃત શરીર વૈક્રિય શરીરની જેમ (કપૂરની જેમ) વિખેરાય જાય છે અને તેના હાડકાંઓ ભાખંડ પક્ષી ઉપાડીને સમુદ્રમાં પ્રક્ષિપ્ત કરી દે છે. આ રીતે છપ્પન અંતરદ્વીપના મનુષ્યો તથા પંદર કર્મભૂમિના મનુષ્યો, ત્રીસ અકર્મભૂમિના મનુષ્યો, આ સર્વ મળી ૧૫+૩૦+૫ = ૧૦૧ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યો અને તેના અપર્યાપ્તા
47