________________
નગરથી પ્રસ્થાન કરાવી ચેતના બહેન સાથે પાછો લઈ આવ્યો અને તે આવીને મારા ક્ષયોપશમ ભાવમાં સ્થિત થઈ ગયા. આ છે પ્રધાન સંપાદિકાનું ભાવદર્શન.
પ્રિય પાઠક વૃંદ! આપ જરૂર સમજી ગયા હશો પ્રધાન સંપાદિકાના ભાવોને? આ પૂર્ણ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર વિરાટ વિશ્વની વાત કરે છે. આ તીર્થકર, ગણધર, સ્થવિર ભગવંતોની વાણીને વાંચતા, વાગોળતા ત્રિલોકીનાથ પ્રત્યે સહજ રીતે અહોભાવ જાગે; પણ સાથે એ વાત કહી દઉં છું કે આગમ મનીષી પરમ ઉપકારી પૂ. ત્રિલોક મુનિરાજ અમારા આગમના દરેક પાઠોનું સંશોધન, અવિરત ભાવે ભગીરથ પુરુષાર્થથી કરી રહ્યા છે, તેમનું નામ પણ સહેજે બહુમાનપૂર્વક જોડાઈ ગયું છે. મને જે ભાવો આવ્યા તેવા આલેખ્યા છે, તેવા ભાવો તમારા દિલમાં વસે. જીવ-અજીવને જાણી સુબોધ પામી આત્માની મોજ માણી સત્કૃત્યોની આરતી ઉતારી, જીવન સાર્થક કરો તેવી અંતરની મંગલકામના... આભાર-ધન્યવાદ-સાધુવાદ :
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલ દિવ્ય અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુદેવ પૂ. શ્રી જયંતિલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ. ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવ ભરી અલંકૃત કરનાર, મૂળપાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું. | મુનિ પુંગવોના ચરણાનુગામી, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી સંસ્કરણના ઉદ્ભવિકા, ઉત્સાહધરા, નિપુણા, કાર્યનિષ્ઠા, ઉગ્રતપસ્વિની મમ ભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને સ્મરણ સાથે ધન્યવાદ અપું .
આગમ અવગાહન કાર્યમાં સહયોગી સાધ્વીરના પુષ્પાબાઈ મ, પ્રભાબાઈ મ. એવં ધીરમતી બાઈમ, હસુમતી બાઈમ, વીરમતી બાઈ મ. સહિત સેવારત રેણુકાબાઈ મ. આદિ દરેક ગુરુકુલવાસી સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
આ ઉપાંગના અનુવાદિકા નિત્ય જપ તપના તપસ્વી પંડિતા અમારા પટ્ટોધરા પુષ્પાબાઈ મહાસતીજીના પટ્ટોધરા અને અમારા પ્રશિષ્યા નિત્ય તપસ્વિની સ્વાધ્યાય અનુરક્તા બા. બ્ર. પુનિતાબાઈ મહાસતીજી છે. તેઓના ભવ્ય પુરુષાર્થને હું બિરદાવું છું
K()