________________
[ ૫૦૪]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
લવણ સમુદ્રમાં બંને કિનારેથી ૯૫,૦૦૦-૫,000 યોજન છોડીને મધ્યના ૧૦,000 યોજનમાં લવણ સમુદ્રનું પાણી સમભતી-દિવાલની જેમ ૧૬,000 યોજન ઊંચું છે, તેની અપેક્ષાએ લવણ સમુદ્રની ઊંચાઈનું કથન છે.
વ્યાખ્યાકારોએ લવણ સમુદ્રની ઊંચાઈને કર્ણગતિથી સમજાવેલ છે. અસત્કલ્પનાથી જંબુદ્વીપ અને ધાતકીખંડ દ્વીપની વેદિકાથી પ્રારંભ કરી ૧૬,000 યોજન ઊંચી જળશિખાના મધ્યભાગ ઉપર દોરી મૂકવામાં આવે, તો તે દોરી વચ્ચે જલસહિત અને જલ રહિત જેટલું ક્ષેત્ર છે, તે કર્ણગતિથી લવણ સમુદ્રનું જ ક્ષેત્ર કહેવાય છે.
કર્ણગતિએ લવણ સમુદ્રની ઊંચાઈ
E
-૯૫ ૦ ૦ ૦ યો
—
STYLUTI
–૨૦૦૦ ચો.
"
ક |
K_૧૨૦૦૦ યો..
- ૯૫૦૦ મે
-
હ
ઝ૦૦કિં.
-900
}'' BIRJI
SUBSi
-WIVER,
T
Sભૂમિ ભાગ
ભૂ
ત
લ
?
AAAA
ના બી મુબોધકા
તે લવણ સમુદ્રના ક્ષેત્રની ઊંચાઈ કયા ક્રમથી વધે છે, સૂત્રકારે તેનું માપ દર્શાવ્યું છે, યથા- ૫ પ્રદેશે ૧૬ પ્રદેશ, ૯૫ યોજને ૧૬ યોજન ૯૫00 યોજને ૧૬00 યોજન અને ૯૫000 યોજને ૧૬000 યોજન લવણ સમુદ્રની ઊંચાઈ વધે છે.
અન્ય સમુદ્રો સમતલ છે, તેની જળ સપાટી એક સમાન રહે છે, પરંતુ લવણ સમુદ્રમાં દ્વીપ તરફના બંને કિનારેથી જળ સપાટી વધતી જાય છે. વૃદ્ધિ પામતી જળ સપાટીનું માપ સૂત્રમાં નથી, પરંતુ વ્યાખ્યાગ્રંથોમાં ૯૫000 યોજને ૭00 યોજન જળ સપાટી વધે છે, તેવું વિધાન છે. સૂત્રમાં લવણ સમુદ્રની ઊંચાઈ વૃદ્ધિનું માપ આપ્યું છે, તેને લવણ સમુદ્રના ક્ષેત્ર વૃદ્ધિનું માપ સમજવું, ત્યાં જલ વૃદ્ધિનું કથન નથી.