________________
પ્રતિપત્તિ-૩ : લવણ સમુદ્રાધિકાર
શબ્દાપાતિ-વિકટાપાતિ નામના વૃતવૈતાઢય પર્વતો પર મહર્દિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા દેવો રહે છે, તેના પ્રભાવે જંબુદ્રીપને યાવત્ ડૂબાડી દેતો નથી.
૫૦૩
મહાહિમવંત અને રુકિમ વર્ષધર પર્વતો પર મહર્ષિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે, હરિવર્ષ-રમ્યવર્ષ ક્ષેત્રોના મનુષ્યો પ્રકૃતિથી ભદ્ર યાવત્ વિનીત છે, ગંધાપાતિ અને માલ્યવંત નામના વૃત । વૈતાઢય પર્વતો પર મહર્દિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા દેવ રહે છે, નિષધ અને નીલવંત વર્ષધર પર્વતો પર મહર્દિક દેવ રહે છે. આ પ્રમાણે બધા દ્રહોની દેવીઓનું કથન કરવું. પદ્મદ્રહ, તિગિચ્છદ્રહ, કેસરીદ્રહ આદિ દ્રહોમાં મહર્દિક દેવ રહે છે, તેના પ્રભાવે જંબુદ્રીપને યાવત્ ડૂબાડી દેતો નથી.
પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહમાં અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, જંઘાચારણ, વિદ્યાચારણ લબ્ધિવાળા મુનિઓ, વિદ્યાધર, સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકાઓ, તેમજ પ્રકૃતિથી ભદ્ર યાવત્ વિનીત મનુષ્યો છે. તે સર્વ મહર્દિક દેવ-દેવીઓ, ભદ્ર પ્રકૃતિવાળા મનુષ્યો તથા અરિહંતાદિ મહાપુરુષોના પ્રભાવથી લવણ સમુદ્ર જંબુદ્રીપને યાવત્ ડૂબાડી શકતો નથી. સીતા-સીતોદા નદીઓમાં મહÁિક દેવીઓ રહે છે, દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્રોના મનુષ્યો પ્રકૃતિથી ભદ્ર યાવત્ વિનીત છે, તેના પ્રભાવે જંબુદ્રીપને યાવત્ ડૂબાડી
દેતો નથી.
મંદર પર્વત ઉપર મહર્દિક દેવીઓ રહે છે,(ઉતરકુરુમાં) જંબૂ સુદર્શન વૃક્ષ ઉપર જંબૂદ્દીપના અધિપતિ અનાઇત નામના મહર્દિક યાવત્ પલ્યોપમ સ્થિતિવાળા દેવ રહે છે, તેના પ્રભાવથી લવણ સમુદ્ર જંબુદ્રીપને પાણીથી ભીંજવી દેતો નથી, પીડા કરતો નથી અને પાણીમાં ડૂબાડી દેતો નથી.
હે ગૌતમ ! તે ઉપરાંત લોકસ્થિતિ અને લોકસ્વભાવ જ એવો છે કે લવણ સમુદ્ર જંબુદ્રીપને ભીંજવી દેતો નથી, પ્રબળપણે પીડિત કરતો નથી અને ડૂબાડી દેતો નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં લવણ સમુદ્રની વિશેષતાઓનું દર્શન કરાવ્યું છે.
પૂર્વોક્ત સૂત્રાનુસાર લવણ સમુદ્રમાં રહેલા પાતાળ કળશોના વાયુના ક્ષુભિત થવાથી તેનું પાણી ક્ષુભિત થાય છે અને તેના કારણે તેમાં ભરતી, ઓટ, વગેરે થાય છે. અન્ય સમુદ્રોનું પાણી છલોછલ ભરેલા ઘટની સમાન હંમેશાં સમતલ રહે છે. તેમાં ભરતી, ઓટ, જલની ઊંડાઈ, ઊંચાઈ વગેરેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી. સદાકાલ એક સમાન પરિસ્થિતિ રહે છે. લવણ સમુદ્રની વિશેષતાઓ આ પ્રમાણે છે.
યથા
લવણ સમુદ્રની ઊંડાઈ ઃ– અન્ય સમુદ્રોની ઊંડાઈ સર્વત્ર એક હજાર યોજનની છે પરંતુ લવણ સમુદ્રમાં ઊંડાઈ ક્રમશઃ વધતી જાય છે તેમાં બંને તરફની વેદિકાથી ૯૫ પ્રદેશે એક પ્રદેશની ઊંડાઈ વધે છે. તે જ રીતે ૯૫ અંશુલ પ્રમાણ ક્ષેત્રે એક અંગુલ, ૯૫ ધનુષ્ય એક ધનુષ, ૯૫ યોજને એક યોજન, ૯૫૦૦ યોજને સો યોજન ઊંડાઈ વધે છે. આ રીતે ઊંડાઈ વધતાં-વધતાં ૯૫૦૦૦ યોજને એક હજાર યોજનની ઊંડાઈ થાય છે.
બંને બાજુના ૯૫,૦૦૦+૯૫,૦૦૦-૧,૯૦,૦૦૦ યોજનને બે લાખ યોજનમાંથી બાદ કરતાં વચ્ચેના ૧૦,૦૦૦ યોજન પ્રમાણ ક્ષેત્રમાં ૧૦૦૦ યોજનની પાણીની ઊંડાઈ હોય છે.
લવણ સમુદ્રની ઊંચાઈ ઃ- સૂત્રકારે લવણ સમુદ્રની ઊંચાઈ ૧૬,૦૦૦ યોજન કહી છે, તે કથન જળ શિખાની અપેક્ષાએ છે. જેમ જંબુદ્વીપની ઊંચાઈ ૧,૦૦,૦૦૦(એક લાખ) યોજનની મેરુ પર્વતની અપેક્ષાએ કહેવામાં આવે છે તેમ લવણ સમુદ્રની ૧૬,૦૦૦ યોજનની ઊંચાઈ જળશિખાની અપેક્ષાએ છે.