________________
[ ૪૯૦ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
रायहाणीओसगाणंदीवाणं पच्चत्थिमेणं तिरियमसंखेज्जेदीवसमुद्दे वीईवइत्ता अण्णम्मि लवणे, तहेव सव्वं भाणियव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બાહ્ય લવણ સમુદ્રના સૂર્યોના સૂર્યદ્વીપ નામના દ્વીપ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! લવણ સમુદ્રની પશ્ચિમ દિશાની વેદિકાના અંત ભાગથી પૂર્વમાં લવણ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર બાહ્ય લવણ સમુદ્રના સૂર્યોના બે સૂર્યદ્વીપો છે. તે બાર હજાર યોજન લાંબા-પહોળા છે. તે ધાતકીખંડની દિશામાં ૮૮ાા ા યોજન પાણીની ઉપર છે અને લવણ સમુદ્રની દિશામાં બે ગાઉ પાણીથી ઉપર છે. શેષ સર્વ વક્તવ્યતા રાજધાની પર્યત પૂર્વવતુ જાણવી. તે રાજધાનીઓ પોતપોતાના દીપોથી પશ્ચિમ દિશામાં તિરછા અસંખ્યાત દ્વીપ-સમુદ્ર પસાર કર્યા પછી અન્ય લવણ સમુદ્રમાં વેદિકાથી બાર હજાર યોજન દૂર છે આદિ સર્વ કથન કરવું. ४२ कहिणं भंते ! धायइसंडदीवगाणं चंदाणं चंददीवा पण्णता?
गोयमा ! धायइसंडस्स दीवस्स पुरथिमिल्लाओ वेइयंताओ कालोयं णं समुदं बारस जोयणसहस्साइंओगाहित्ता, एत्थणधायइसंडदीवाणं चंदाणं चंददीवा णामंदीवा पण्णत्ता, सव्वओ समंत्ता दो कोसा ऊसिया जलंताओ, बारस जोयणसहस्साइंतहेव विक्खंभ, परिक्खेवो, भूमिभागो, पासायवडिंसगा,मणिपेढिया,सीहासणा सपरिवारा, अट्ठोतहेव,रायहाणीओसगाणंदीवाणंपुरथिमेणं अण्णमिधायइसंडेदीवे। सेसंतंचेव । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ધાતકીખંડદ્વીપના ચંદ્રોના ચંદ્રદ્વીપ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! ધાતકીખંડદ્વીપની પૂર્વ વેદિકાના અંત ભાગથી બાર હજાર યોજન દૂર કાલોદધિ સમુદ્રમાં ધાતકીખંડના ચંદ્રોના ૧૨ ચંદ્રદ્વીપ છે. તે ચારે બાજુથી પાણીની ઉપર બે ગાઉ ઊંચા છે, બાર હજાર યોજન લાંબા-પહોળા છે. તેની પરિધિ, ભૂમિકલ, પ્રાસાદાવતંસક, મણિપીઠિકા, સપરિવાર સિંહાસન, નામ પ્રયોજન, રાજધાનીઓ આદિ વર્ણન પૂર્વવતુ જાણવું. તેની રાજધાનીઓ પોત-પોતાના દીપોથી પૂર્વદિશામાં અન્ય ધાતકીખંડ દ્વીપમાં છે. શેષ સર્વ પૂર્વવત્ જાણવું. |४३ एवं सूरदीवा वि, णवरं- धायइसंडस्स दीवस्स पच्चत्थिमिल्लाओ वेइयंताओ कालोयं णं समुदं बारस जोयणसहस्साइंतहेव सव्वं जावरायहाणीओ सूराणं दीवाणं पच्चत्थिमेणं अण्णम्मिघायइसंडे दीवे सव्वं तहेव । ભાવાર્થ :- જ રીતે ધાતકીખંડદ્વીપના સૂર્ય દ્વીપોના વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે ધાતકીખંડ દીપની પશ્ચિમી વેદિકાના અંતથી કાલોદધિ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર ૧૨ સૂર્યદ્વીપ અને તેની રાજધાનીઓ સૂર્યદ્વીપોની પશ્ચિમમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો પછી બીજા ધાતકીખંડ દ્વીપમાં છે; વગેરે સર્વ વક્તવ્યતા પૂર્વવત્ જાણવી. |४४ कहिणं भंते !कालोयगाणं चंदाणंचंददीवा पण्णत्ता?
गोयमा !कालोयसमुदस्स पुरथिमिल्लाओवेइयंताओकालोयण्णंसमुदंपच्चत्थिमेणं बारसजोयणसहस्साइंओगाहित्ता,एत्थणंकालोयगचंदाणंचंददीवा पण्णत्ता सव्वओसमंता