________________
પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર
[ ૪૯૧ ] दोकोसाऊसियाजलंताओ, सेसंतहेव जावरायहाणीओसगाणंदीवाणंपुरस्थिमेणंअण्णम्मि कालोयसमुद्देबारसजोयणसहस्साइतचेव सव्वं जावचंद दीवा,चंद दीवा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાલોદધિ સમુદ્રના ચંદ્રોના ચંદ્રઢીપ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! કાલોદધિ સમુદ્રના પૂર્વ વેદિકાંતથી પશ્ચિમમાં કાલોદધિ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર કાલોદધિ સમુદ્રના ચંદ્રોના ૪૨ ચંદ્ર દ્વીપો છે. તે ચારે બાજુથી પાણીની ઉપર બે ગાઉ ઊંચા છે. વગેરે સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું યાવત રાજધાનીઓ પોતપોતાના દ્વીપથી પૂર્વમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો પછી અન્ય કાલોદધિ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર છે યાવતુ આ કારણે તેનું નામ ચંદ્રદ્વીપ છે. ત્યાં સુધી સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું.
४५ एवं सूराणवि । णवरंकालोयस्स पच्चथिमिल्लाओ वेदियंताओ कालोयसमुदं पुरथिमेणंबारसजोयणसहस्साइंओगाहित्ता,तहेव रायहाणीओसगाणंदीवाणंपच्चत्थिमेणं अण्णम्मि कालोयसमुद्दे तहेव सव्व। ભાવાર્થ:- તે જ રીતે કાલોદધિ સમુદ્રના સૂર્યદ્વીપોના સંબંધમાં પણ જાણવું. વિશેષતા એ છે કે કાલોદધિ સમુદ્રના પશ્ચિમી વેદિકાંતથી પૂર્વમાં કાલોદધિ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર ૪૨ સૂર્ય દ્વીપ છે વાવ તેની રાજધાનીઓ પોત પોતાના દ્વીપોની પશ્ચિમમાં અન્ય કાલોદધિ સમુદ્રમાં છે વગેરે સર્વ કથન પૂર્વવત્ જાણવું.
४६ एवंपुक्खरखरगाणंदाणंपुखरवरदीवस्सपुरथिमिल्लाओवेदियंताओपुक्खरसमुई बारस जोयणसहस्साइंओगाहित्ता चंददीवा,अण्णम्मि पुक्खरवरेदीवेरायहाणीओतहेव। ભાવાર્થ - તે જ રીતે પુરવર દ્વીપના પૂર્વ વેદિકાંતથી(પૂર્વ દિશામાં) બાર હજાર યોજન દૂર પુષ્કરવર સમુદ્રમાં ૧૪૪ ચંદ્રદીપો છે. તેની રાજધાનીઓ અન્ય પુષ્કરવરદ્વીપમાં છે વગેરે સર્વ કથન પૂર્વવત્ જાણવું. |४७ एवं सूराणवि दीवा पुक्खरवरदीवस्स पच्चत्थिमिल्लाओ वेइयंताओ पुक्खरोदं समुद्दबारसजोयणसहस्साइंओगाहित्ता सूरदीवा,तहेव सव्वं जावरायहाणीओदीविल्लगाणं दीवे, समुद्दगाणं समुद्दे चेव । सेसाणंदीव-समुद्दगाणं चंद्दसूर दीवा एगाणं अभितरपासे एगाणं बाहिरपासे । रायहाणीओदीविल्लगाणंदीवेसुसमुद्दगाणं समुद्देसुसरिसणामएसु। ભાવાર્થ - તે જ રીતે સૂર્યદ્વીપોનું કથન કરવું. પુષ્કરવરદ્વીપના પશ્ચિમી વેદિકાંતથી(પશ્ચિમમાં) પુષ્કરવર સમુદ્રમાં બાર હજાર યોજન દૂર ૧૪૪ સૂર્ય દ્વીપો છે વગેરે કથન પૂર્વવત્ જાણવું યાવતુ તેની રાજધાનીઓ પોતાના દીપોની પશ્ચિમ દિશામાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો પછી અન્ય પુષ્કરવર દ્વીપમાં બાર હજાર યોજના દૂર છે. પુષ્કરવર સમુદ્રના ચંદ્રોના ચંદ્રદ્વીપો પુષ્કરવર સમુદ્રની વેદિકાથી (પૂર્વી ચરમાંતથી) પશ્ચિમ દિશામાં બાર હજાર યોજન દૂર છે અને પુષ્કરવર સમુદ્રોના સૂર્યોના સૂર્યદ્વીપ પુષ્કરવર સમુદ્રના પશ્ચિમી વેદિકાંતથી પૂર્વ દિશામાં બાર હજાર યોજન દૂર છે. દ્વીપના ચંદ્ર-સૂર્યોની રાજધાનીઓ દ્વીપમાં અને સમુદ્રના ચંદ્ર-સૂર્યોની રાજધાનીઓ સમુદ્રમાં છે.
આ રીતે શેષ દ્વીપોમાં રહેલા ચંદ્રોના ચંદ્રદ્વીપો પોતાનાદ્વીપના આત્યંતર પૂર્વી વેદિકાંતથી(પૂર્વમાં) સમુદ્રમાં બાર હજાર યોજન દૂર છે અને સૂર્યોના સૂર્યદ્વીપો પોતાના દ્વીપના પશ્ચિમી આત્યંતર વેદિકાંતથી