________________
[ ૪૮૪ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
परिक्खेवेणंजंबूदीवंतेणं अद्धकोणणउति जोयणाईचत्तालीसं पंचणउतिभागेजोयणस्स ऊसिए जलंताओ, लवणसमुदंतेणं दो कोसे ऊसिए जलंताओ।
से णं एगाए य पउमवरवेइयाए एगेणं वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते वण्णओदोण्ह वि। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! લવણાધિપતિ સુસ્થિત દેવનો ગૌતમ દ્વીપ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપના મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં બાર હજાર યોજન દૂર લવણાધિપતિ સુસ્થિત દેવનો ગૌતમદ્વીપ નામનો દ્વીપ છે. તે ગૌતમદ્વીપ બાર હજાર યોજનાનો લાંબો પહોળો અને ૩૭૯૪૮(સાડત્રીસ હજાર નવસો અડતાલીસ) યોજનથી કંઈક ન્યૂન પરિધિવાળો છે. તે જંબદ્વીપની દિશામાં ૮૮૩+ ર યોજન પાણીથી ઉપર છે તથા લવણ સમુદ્રની જળશિખા તરફ પાણીથી બે ગાઉ ઉપર છે.
તે ગૌતમદ્વીપ એક પઘવર વેદિકા અને એક વનખંડથી ચારે બાજુથી ઘેરાયેલો છે. અહીં વેદિકા અને વનખંડ બંનેનું વર્ણન કરવું. | ३३ गोयमदीवस्स णं अंतो जावबहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते । से जहाणामए
आलिंगपुक्खरेइ वा जावआसयति । तस्सणंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्ज देसभागे एत्थणंसुट्टियस्स लवणाहिवइस्स एगेमहं अइक्कीलावासे णामे भोमेजविहारे पण्णत्ते- बावडिं जोयणाई अद्धजोयणं च उड्डु उच्चत्तेणं, एकत्तीसंजोयणाई कोसंच विक्खंभेणं अणेगखंभसयसण्णिविट्ठे भवणवण्णओ भाणियव्वो।
अइक्कीलावासस्सणं भोमेज्जविहारस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते जावमणीणं फासो । तस्सणंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं एगा मणिपेढिया पण्णत्ता । साण मणिपेढिया दो जोयणाइ आयामविक्खभेण जोयण बाहल्लेणं सव्वमणिमई अच्छा जावपडिरूवा। तीसेणं मणिपेढियाए उवरिं एत्थणं देवसयणिज्जे पण्णत्ते, वण्णओ। ભાવાર્થ:- ગૌતમ દ્વીપની અંદર કાવત અતિસમતલ, રમણીય ભૂમિ ભાગ છે. તેનો ભૂમિભાગ મુજ ઉપર મઢેલા ચામડાની જેમ સમતલ છે વગેરે સર્વ વર્ણન પૂર્વવતુ જાણવું યાવતુ ત્યાં ઘણા વાણવ્યંતર દેવ દેવીઓ આરામ કરે છે. તે સમતલ રમણીય ભૂમિભાગની બરાબર મધ્ય ભાગમાં લવણાધિપતિ સુસ્થિતદેવનો એક વિશાળ અતિક્રીડાવાસ નામનો ભોમેયવિહાર છે. તે સાડા બાસઠ યોજન ઊંચો અને સવા એકત્રીસ યોજન લાંબો-પહોળો છે. તે સેંકડો સ્તંભોની ઉપર અવસ્થિત છે, વગેરે ભવનનું વર્ણન પૂર્વવતુ જાણવું.
તે ક્રીડાવાસ નામના ભૌમેય વિહારના અતિસમતલ રમણીય ભૂમિભાગ યાવતું મણિઓના સ્પર્શ સુધીનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે અતિસમતલ રમણીય ભૂમિતલ ભાગની મધ્યમાં બે યોજન લાંબીપહોળી, એક યોજન જાડી અને સંપૂર્ણરૂપે મણિમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ એવી એક મણિપીઠિકા છે. તે મણિપીઠિકાની ઉપર એક દેવશય્યા છે, તેનું વર્ણન પૂર્વવત્ જાણવું.