________________
પ્રતિપત્તિ-૩ : લવ સમુદ્રાધિકાર
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! લવણ સમુદ્રમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે ? આ રીતે પાંચે જ્યોતિષી દેવોના વિષયમાં પ્રશ્ન પૂછવા જોઈએ ?
ઉત્તર– હે ગૌતમ ! લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે; ચાર સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે; ૧૧૨ નક્ષત્ર ચંદ્ર સાથે યોગ કરતાં હતા, યોગ કરે છે અને યોગ કરશે; ઉપર મહાગ્રહો પરિભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે; ૨,૭,૯૦૦(બે લાખ સડસઠ હજાર નવસો) ક્રોડાકોડી તારાઓ શોભતા હતા, શોભે છે, શોભશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લવાસમુદ્રમાં જ્યોતિષી દેવોનું કથન છે.
લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર અને ૪ સૂર્ય અને તેના પરિવાર રૂપે ૧૧૨ નક્ષત્રો, ૩૫૨(ત્રણસો બાવન) ગ્રહ અને ૨,૬૭,૯૦૦ (બે લાખ સડસઠ હજાર નવસો) કોડાકોડી તારાઓ છે. જે રીતે જંબુઢીપમાં બે સૂર્ય અને બે ચંદ્ર સામસામી દિશામાં રહીને તે તે ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તે જ રીતે લવણ સમુદ્રના ચાર સૂર્યમાંથી બે-બે સૂર્ય અને બે-બે ચંદ્ર સામસામી દિશામાં છે. લવણ સમુદ્રના સૂર્ય-ચંદ્ર જંબૂદીપના સૂર્ય અને ચંદ્રની સમશ્રેણીમાં છે. લવણ સમુદ્રના ચંદ્ર-સૂર્યન પરિભ્રમણ પણ જંબૂદીપના ચંદ્ર-સૂર્યની સમાન છે. બે સૂર્ય ઉત્તરદિશાને પ્રકાશિત કરે ત્યારે બીજા બે સૂર્ય દક્ષિણ દિશાને પ્રકાશિત કરે છે અને ત્યારે ઉત્તર-દક્ષિણના ક્ષેત્રોમાં દિવસ
લવળ સમુદ્ર
૨ સૂર્ય
ર નાન
દાહ ૬૬૯૭૫ કોડાકોડી તારા
૨૮ નાત્ર
લવણ સમુદ્રમાં જ્યોતિષી દેવો
ટટ
૨૮ નાવ
ફૂટ પહ
૬૬૯૭૫ કોડાકોડી તારા
૨ ચંદ્ર
જંબુદ્રીપ
•
૨ ચંદ્ર
ર નામન
સ્ટેટ ગ્રહ
૬૬૯૭૫ કોડાકોડી તારા
૪૫
૨૮ નાત્ર
૮ ગ્રહ
૬૯૭૫ કોડાકોડી તારા
હોય છે તે સમયે પૂર્વ-પશ્ચિમના ક્ષેત્રોમાં રાત્રિ હોય છે. તે જ રીતે ધાતકીખંડ આદિ અઢીદ્વીપમાં ચંદ્ર-સૂર્યનું પરિભ્રમણ થાય છે.
લવણ સમુદ્રની શિખા : જ્યોતિષ્ક વિમાનો ઃ– લવણ સમુદ્રની ૧૦,૦૦૦ યોજન વિસ્તૃત અને ૧૬,૦૦૦ યોજન ઊંચી સમભિત્તિ આકારે સ્થિત શિખાની અંદર ચંદ્ર-સૂર્ય વિમાનો અને તેની સાથે યોગ કરતા ગ્રહ નક્ષત્રો તેમજ તારા વિમાનો છે કે નહીં, તેનો સૂત્રમાં કોઈ ઉલ્લેખ નથી. વ્યાખ્યાગ્રંથોમાં લવણ સમુદ્ર અને