________________
૪૦
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
પ્રતિપત્તિ - ૩
લવણ સમુદ્રાધિકાર EEZEzzzzzzzzz
લવણ સમુદ્રઃ| १ जंबुद्दीवणामंदीवंलवणे णामं समुद्दे वट्टे वलयागारसंठाणसंठिए सव्वओ समंता संपरिक्खित्ताणं चिट्ठइ। ___ लवणेणं भंते !समुद्दे किं समचक्कवालसंठिए विसमचक्कवालसंठिए? गोयमा! समचक्कवालसठिए णो विसमचक्कवालसठिए । ભાવાર્થ - લવણ સમુદ્ર જેબૂદ્વીપ નામના દ્વીપને ચારેબાજુથી ઘેરીને રહેલો છે. તેનો આકાર વલયાકારે ચૂડીની જેમ ગોળ છે.
પ્રશ્નહે ભગવન્! લવણ સમુદ્ર સમચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત છે કે વિષમચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત છે? ઉત્તર- હે ગૌતમ ! લવણ સમુદ્ર સમચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત છે, પરંતુ વિષમચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત નથી. | २ लवणेणं भंते !समुद्दे केवइयं चक्कवालविक्खंभेणं केवइयंपरिक्खेवेणंपण्णत्ते?
गोयमा ! लवणेणंसमुद्दे दो जोयणसयसहस्साइंचक्कवालविक्खंभेणं पण्णरस जोयणसयसहस्साइंएगासीइसहस्साइंसयमेगोणचत्तालीसे किंचिविसेसूणे परिक्खेवेणं ।
सेणंएक्काए पउमवरवेझ्याए एगेण यवणसंडेण सव्वओसमंतासंपरिक्खित्तेचिट्ठइ, दोण्हविवण्णओ। साणं पउमवरवेइया अद्धजोयणंउड्डउच्चत्तेणं पंचघणुसय विक्खभेणं लवणसमुदसमियापरिक्खेवेण,सेसतहेव । सेणंवणसंडेदेसूणाइदोजोयणाइजावविहरइ । ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવનું ! લવણ સમુદ્રનો ચક્રવાલ-વિખંભ(પાણીની પહોળાઈ કે પાણીનો વિસ્તાર) કેટલો છે? અને તેની પરિધિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! લવણસમુદ્રનો ચક્રવાલ-વિખંભ બે લાખ યોજનાનો છે. તેની પરિધિ કિચિંતુ ન્યૂન ૧૫,૮૧,૧૩૯ (પંદર લાખ, એકયાસી હજાર, એકસો ઓગણચાલીસ) યોજનની છે.
તે લવણ સમુદ્ર એક પદ્મવર વેદિકા અને એક વનખંડથી ચારેબાજુથી ઘેરાયેલો છે. પદ્મવરવેદિકા અને વનખંડ, એ બંનેનું વર્ણન પૂર્વવતુ કહેવું. તે પાવરવેદિકા અર્ધા યોજન ઊંચી અને પાંચસો ધનુષ પહોળી છે. તેની પરિધિ લવણ સમુદ્રની પરિધિની સમાન છે. શેષ વર્ણન જંબૂદ્વીપની પદ્મવરવેદિકાની સમાન જાણવું જોઈએ. વનખંડનો વિસ્તાર કંઈક ન્યૂન બે યોજન છે, તેનું વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ થાવત્ ત્યાં ઘણા વાણવ્યંતર દેવ-દેવીઓ પોતાના પુણ્ય કર્મના ફળ ભોગવતાં વિચરણ કરે છે.