________________
પ્રતિપત્તિ-૩ઃ લવણ સમુદ્રાધિકાર
| ૪૫૯ |
ઉછળતા પાણીને વેલંધર નાગકુમાર જાતિના દેવો સતત કડછા વડે દબાવે છે. જો તે દેવો આ પ્રમાણે ન કરે તો સમુદ્રનું પાણી જંબુદ્વીપને ડૂબાડી દે, પરંતુ વિશિષ્ટ સ્વભાવે અને દેવના પ્રયત્ન સમુદ્ર કયારેય પોતાની મર્યાદા છોડતો નથી. વેલંધર પર્વતો- લવણસમુદ્રની ચારે દિશામાં ૪૨,000 યોજન દૂર વેલંધર દેવોના ચાર આવાસ પર્વતો છે. તેના નામ ક્રમશઃ ગોરૂપ, ઉદકભાસ, શંખ અને દકસીમ છે. ચારે વિદિશાઓમાં અનુવેલંધર દેવોના ચાર આવાસ પર્વતો છે. તેના નામ ક્રમશઃ કર્કોટક, કર્દમક, કૈલાશ અને અરુણપ્રભ છે. ગૌતમ તાપ- મેરુપર્વતની પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રમાં ૧૨,000 યોજન દૂર ૧૨,000 યોજન લાંબો-પહોળો ગોળાકારે સ્થિત ગૌતમ દ્વિીપ છે. ત્યાં લવણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત નામના વ્યંતર દેવ રહે છે. ત્યાં દેવનો પ્રાસાદ, ક્રીડાભવન વગેરે સુરમ્ય સ્થાનો છે. ચંદ્ર અને સૂર્યના તપ- જંબુદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. તેના દ્વીપ આવ્યેતર લવણ સમુદ્રમાં ૧૨,000 યોજન દૂર છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર-સૂર્ય છે. તેમાંથી બે ચંદ્ર અને બે સૂર્યના દ્વીપ આવ્યેતર લવણ સમુદ્રમાં અને બે ચંદ્ર-બે સૂર્યના દ્વીપ બાહ્ય લવણ સમુદ્રમાંકિનારાથી ૧૨,000 યોજન દૂર છે. ધાતકીખંડના ચંદ્ર-સૂર્યના દ્વીપ કાલોદધિ સમુદ્રમાં ધાતકીખંડની વેદિકાથી ૧૨000 યોજન દૂર અને કાલોદધિ સમુદ્રના ચંદ્ર-સૂર્યના દ્વીપ કાલોદધિ સમુદ્રના બાહ્ય કિનારાથી ૧૨,000 યોજન અંદર છે.
આ રીતે દરેક દ્વીપના ચંદ્ર-સૂર્યના દ્વીપો તે પછીના સમુદ્રોમાં અને સમુદ્રોના ચંદ્ર-સૂર્યના દ્વીપો તે જ સમુદ્રના બાહ્ય કિનારા પર છે. તે તે દેવોની રાજધાની અસંખ્ય દ્વીપ-સમુદ્ર પછી તે તે નામવાળા અન્ય દ્વીપ સમુદ્રમાં છે. જે દ્વીપ-સમુદ્રો પછી તે તે નામવાળા અન્ય દ્વીપકે સમુદ્ર ન હોય તેના ચંદ્ર-સૂર્યની રાજધાની તેજ દ્વીપકે સમુદ્રમાં હોય છે. પ્રત્યેકચંદ્રદ્વીપ પૂર્વદિશામાંઅને સૂર્યદ્વીપ પશ્ચિમદિશામાં સમુદ્રમાં છે.
આ રીતે લવણ સમુદ્ર અન્ય અસંખ્ય સમુદ્રો કરતાં અનેક પ્રકારની વિશેષતા ધરાવે છે.