________________
૪૫૮
સંક્ષિપ્ત સાર
પ્રતિપત્તિ - ૩ લવણ સમુદ્રાધિકાર
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
આ પ્રકરણમાં લવણ સમુદ્રનું વિસ્તૃત વર્ણન છે.
લવણ સમુદ્ર– એક લાખ યોજનની લંબાઈ-પહોળાઈ અને સાધિક ત્રણ લાખ યોજનની પરિધિવાળા બુઢીપને ફરતો વલયાકારે લવણ સમુદ્ર સ્થિત છે. તેનો ચક્રવાલ વિષ્ણુભ બે લાખ યોજનનો છે તેની વલયાકાર બાહ્ય પરિધિ સાધિક પંદર લાખ યોજનની છે. તેની ચારે તરફ પદ્મવરવેદિકા અને વનખંડ છે. તેમાં ચારે દિશામાં ચાર દ્વાર છે. તેના નામ અને સ્વરૂપ જંબૂદ્રીપના ચાર દ્વારની સમાન છે. લવણ સમુદ્રનું પાણી ખારું, કટુક અને અમનોજ્ઞ છે. તેમાં ઉત્પન્ન થયેલા જીવો સિવાયના જીવો માટે તે જળ અપેય છે. સંસ્થાન– ઊંચાઈ, ઊંડાઈ, ગોતીર્થભૂમિ આદિની અપેક્ષાએ સૂત્રકારે લવણ સમુદ્રના વિવિધ પ્રકારના સંસ્થાન કહ્યા છે. જેમ કે– ચૂડી, ગોતીર્થ, નાવા, અશ્વસંધ, છીપ સંપુટ અને વલ્લભીગૃહ જેવા તેના આકાર છે. ગોતીર્થ– લવણ સમુદ્રના બંને કિનારાથી ૯૫૦૦૦-૯૫૦૦૦ યોજન સુધીની ભૂમિ ક્રમશઃ નીચે ઉતરતી જાય છે, તેથી લવણ સમુદ્રની ઊંડાઈ પણ ક્રમશઃ વધતી જાય છે. આ ઢાળવાળા ભૂમિ ભાગને ગોતીર્થ કહે છે. બંને બાજુના ગોતીર્થની વચ્ચેનો ૧૦,૦૦૦ યોજનનો ભૂમિ ભાગ સમતલ છે. ત્યાં લવણ સમુદ્રની ઊંડાઈ ૧૦૦૦ યોજન પ્રમાણ છે.
જલશિખા– મધ્યના ૧૦,૦૦૦ યોજન વિસ્તારમાં રહેલું પાણી તથાપ્રકારના જગત સ્વભાવે હંમેશાં ૧૬,૦૦૦(સોળ હજાર) યોજનની ઊંચાઈએ જ સ્થિત રહે છે. સમભીંતની જેમ રહેલા લવણ સમુદ્રના આ પાણીને જશિખા કે દગમાળા કહે છે. તેના કારણે લવણ સમુદ્રના બે ભાગ થાય છે. દગમાળાથી જંબૂઢીપ તરફના ભાગને આત્યંતર લવણ સમુદ્ર અને ધાતકીખંડ તરફના ભાગને બાહ્ય લવજ્ઞ સમુદ્ર કહે છે.
પાતાળ કળશ– મધ્યના ૧૦,૦૦૦ યોજનના સમતલ ભાગમાં ચારે દિશામાં એક લાખ યોજન ઊંડા ચાર મહાપાતાળ કળશો અને તેના ચારે આંતરામાં એક હજાર યોજન ઊંડા ૭, ૮૮૪ લઘુપાતાળ કળશો છે. તે સર્વ પાતાળ કળશોમાં નીચેના ત્રિભાગમાં વાયુ, મધ્યનાત્રિભાગમાં વાયુ તથા પાણી અને ઉપરના ત્રિભાગમાં પાણી છે.
ભરતી અને ઓટ— પાતાળ કળશોના નીચેના ત્રિભાગનો વાયુ જ્યારે શ્રુભિત થાય ત્યારે તે ઉપરના પાણીને ઊર્ધ્વમુખી બનાવે છે. તેના પરિણામે ૧૦૦૦યોજનની ઊંચાઈવાળા દગમાળાના પાણીની ઊંચાઈ અર્ધો યોજન વધે છે. તે સમયે સંપૂર્ણ લવણ સમુદ્રમાં તરંગો ઉત્પન્ન થાય છે; તે જ સમુદ્રની ભરતી કહેવાય છે. જ્યારે પાતાળ કળશોનો વાયુ શાંત થઈ જાય ત્યારે પાણી પણ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે; તે જ સમુદ્રની ઓટ છે.
વેલંધર દેવો— લવણ સમુદ્રની દગમાળાની ઉપરનું પાણી યથાસમયે તીવ્ર વેગથી ઊછળતું હોય છે. તે