________________
પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર
|
[ ૪૫૭]
Mઉત્તા નો પોત-પોતાના મંડળ ઉપર પરિભ્રમણ કરતા નક્ષત્રો જેટલો સમય ચંદ્ર અને સૂર્ય સાથે રહે, સાથે પરિભ્રમણ કરે, તેને યોગ કહે છે. મદદ વારં વરસુ - મહાગ્રહ ચાલ ચાલે છે. ચાલ એટલે મંડળ ક્ષેત્ર પર પરિભ્રમણ કરવું. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર બધા પોત-પોતાના મંડળ પર પરિભ્રમણ કરે છે, પણ અહીં ગ્રહની ગતિ માટે 'ચાર' શબ્દનો પ્રયોગ કર્યો છે. એક-એક ચંદ્ર પરિવારના ૮૮-૮૮ ગ્રહ છે, તેથી બે ચંદ્રના કુલ ૧૭૬ ગ્રહ છે. તાર ખ:- એક-એક ચંદ્રના પરિવારમાં ૬,૯૭૫ કોટાકોટિ તારાગણ હોય છે, તેથી બે ચંદ્રના કુલ મળી ૧,૩૩,૯૫૦ કોટાકોટિ તારાગણ છે.
I જંબૂઢીપાધિકાર સંપૂર્ણ