________________
૪૫૬ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
જંબૂદ્વીપમાં ચંદ્ર આદિની સંખ્યા :१७८ जंबुद्दीवेणंभंते। दीवेकइ चंदा पभासिसुवा पभार्सेति वा पभासिस्सिंतिवा? कइ सूरिया तविंसुवा तवंति तविस्संति वा? कइ णक्खत्ता जोयं जोइंसुवा जोयंति वा जोइस्संति वा? कइ महग्गहा चारं चरिसुवा चरंति वा चरिस्संति वा? केवइयाओ तारागणकोडाकोडीओ सोभिंसुवा सोभति वा सोभिस्सति वा?
गोयमा ! जंबूद्दीवे णं दीवे दो चंदा पभासिसुवा, पभासेंति वा पभासिस्संति वा। दो सूरिया तविंसुवा तवति वा तविस्संति वा । छप्पण्णं णक्खत्ता जोगंजोइंसुवा जोयति वा जोइस्सति वा । छावत्तरंगहसयं चार चरिंसुवा चरति वा चरिस्सति वा ।
एगंच सयसहस्सं, तेत्तीसंखलु भवे सहस्साई।
णव यसया पण्णासा,तारागणकोडकोडीणं ॥१॥ सोभिंसुवा सोभंति वा सोभिस्संति वा । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! જંબૂઢીપ નામનાદ્વીપમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે? કેટલા સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે? કેટલા નક્ષત્ર ચંદ્ર સાથે યોગ કરતા હતા, કરે છે, કરશે? કેટલા મહાગ્રહ આકાશમાં મંડલ ક્ષેત્ર પર પરિભ્રમણ કરતા હતા, મંડલ ક્ષેત્ર પર પરિભ્રમણ કરે છે અને મંડલ ક્ષેત્ર પર પરિભ્રમણ કરશે? કેટલા ક્રોડાકોડી તારાગણ શોભતા હતા, શોભે છે અને શોભશે?
ઉત્તર– હે ગૌતમ! જંબુદ્વીપમાં બે ચંદ્ર પ્રકાશ કરતા હતા, કરે છે અને કરશે, બે સુર્ય તપતા હતા, તપે છે અને તપશે; છપ્પન નક્ષત્ર ચંદ્ર સાથે યોગ કરતા હતા, યોગ કરે છે અને યોગ કરશે. એક્સો છોંતેર મહાગ્રહ આકાશમાં મંડલ ક્ષેત્ર પર પરિભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે. એક લાખ અને તેત્રીસ હજાર નવસો પચાસ (૧,૩૩,૯૫૦) ક્રોડાક્રોડ તારા ગણ આકાશમાં શોભતા હતા, શોભે છે અને શોભશે. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રમાં જ્યોતિષી દેવો અને તેના વિમાનો સંબંધી કથન છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક, આ ચાર પ્રકારના દેવોમાંથી જ્યોતિષી દેવો તિરછાલોકમાં વસે છે. તેના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા, તેમ પાંચ ભેદ છે. સમપૃથ્વીથી ૭૦૦ યોજનથી શરૂ કરી ૯00 યોજન સુધીના ૧૧૦ યોજનમાં આ જ્યોતિષી દેવો વસે છે. અઢીદ્વિીપમાં આ પાંચ પ્રકારના દેવોના વિમાનો મેરુપર્વતને પ્રદક્ષિણા કરતાં ફરે છે અને અઢીદ્વીપની બહાર તે સ્થિર છે. વિલાપમસિંg:-ચંદ્રની પ્રભા એટલે પ્રકાશચંદ્રના પ્રકાશને ઉદ્યોત કહે છે. ચંદ્ર વિમાનના પૃથ્વીકાયિક જીવોને ઉદ્યોત નામકર્મનો ઉદય હોય છે તેથી તેઓ શીતસ્પર્શ અને પ્રકાશિત શરીરવાળા હોય છે. જંબુદ્વીપમાં બે ચંદ્ર હોય છે, તે બંને ચંદ્ર સામસામી દિશાઓને પ્રકાશિત કરે છે. મૂરિયા તેવફસુ – સૂર્યનો તાપ એટલે આતાપ, સૂર્યવિમાનના પૃથ્વીકાયિક જીવોને આતપ નામકર્મનો ઉદય હોય છે તેથી તેઓ ઉષ્ણ સ્પર્શ અને પ્રકાશિત શરીરવાળા હોય છે. જેબૂદ્વીપમાં બે સૂર્ય સામસામી દિશામાં પ્રકાશ કરે છે.