________________
પ્રતિપત્તિ-૩ઃ જતીપાધિકાર
૪૫૫
જંબૂ વનખંડો - જંબૂવૃક્ષોના ત્રણ વલયની ચારે બાજુ ૧૦૦-૧૦૦ યોજનાના ચક્રવાલ વિખંભવાળા ત્રણ વનખંડ છે. પ્રથમ વનગત ચાર ભવનો :- ૧૦૦ યોજનના આ વનખંડમાં ૫૦ યોજન અંદર પૂર્વાદિ ચારે દિશામાં એક-એક, તેમ ૪ ભવન છે. તેમાં અનાદત દેવની આરામ કરવાની શય્યા છે. પ્રથમ વનડગત ચાર પ્રાસાદ - આ આત્યંતર વનખંડમાં ૫૦ યોજન અંદર ચારે વિદિશામાં ચાર-ચાર તેમ કુલ ૧૬ વાવડીઓ છે અને તે વાવડીઓની મધ્યમાં ૧-૧ પ્રાસાદ છે. તે પ્રાસાદમાં અનાદત દેવના સિંહાસન છે. કુલ મળી ૧૬ વાવડીઓ છે અને ૪ પ્રાસાદ છે. પ્રથમ વનગત ફૂટ સંખ્યા :- ચાર દિશા અને ચાર વિદિશાની વચ્ચેના આંતરામાં અર્થાત્ ભવન અને પ્રાસાદની વચ્ચે સુવર્ણમય એવા એક-એક ફૂટ છે. કુલ મળીને આઠ ફૂટ છે. અન્ય બે વનખંડમાં માત્ર વૃક્ષાદિ છે, દેવ ભવનાદિ નથી. આઠ કટોનાં સ્થાનો:ક્રમ ભવનથી | દિશા | પ્રાસાદથી | દિશા ૧ | પૂર્વી ભવનની ઉત્તરમાં
ઉત્તર પૂર્વી પ્રાસાદની | દક્ષિણમાં ૨ | પૂર્વી ભવનની દક્ષિણમાં
દક્ષિણ પૂર્વ પ્રાસાદની | ઉત્તરમાં દક્ષિણી ભવનની પૂર્વમાં
દક્ષિણ પૂર્વી પ્રાસાદની | પશ્ચિમમાં દક્ષિણી ભવનની પશ્ચિમમાં
દક્ષિણ પશ્ચિમી પ્રાસાદની | પૂર્વમાં ૫ | પશ્ચિમી ભવનની દક્ષિણમાં
દક્ષિણ પશ્ચિમી પ્રાસાદની | ઉત્તરમાં ૬ | પશ્ચિમ ભવનની ઉત્તરમાં
ઉત્તર પશ્ચિમી પ્રાસાદની | દક્ષિણમાં | ૭ | ઉત્તરી ભવનની પશ્ચિમમાં
ઉત્તર પશ્ચિમી પ્રાસાદની | પૂર્વમાં | | ઉત્તરી ભવનની પૂર્વમાં
ઉત્તર પૂર્વી પ્રાસાદની | પશ્ચિમમાં
| A
| જ |
જંબૂવૃક્ષના ગુણ સંપન બાર નામો છે– (૧) સુદર્શન- અત્યંત સુંદર અને નયન મનોહારી હોવાથી તે સુદર્શન કહેવાય છે. (૨) અમોઘ– તે પોતાના નામને સાર્થક અને સફળ કરે તેવું દર્શનીય હોવાથી અમોઘ કહેવાય છે. (૩) સુપ્રતિબદ્ધ- પ્રબુદ્ધ પુરુષની જેમ મણિ, કનક અને રત્નોથી ઝગઝગાયમાન રહેતું હોવાથી સુપ્રતિબદ્ધ કહેવાય છે. (૪) યશોધર– જંબુદ્વીપનો યશ ત્રિભુવનમાં વ્યાપ્ત કરે છે તેથી તે યશોધર કહેવાય છે. (૫) વિદેહજબ-વિદેહ ક્ષેત્રની અંતર્ગત ઉત્તર કુરુક્ષેત્રમાં સ્થિત છે, તેથી તેવિદેહજંબુ કહેવાય છે. (૬) સોમનસ દર્શકોના મનને પ્રસન્ન કરતું હોવાથી તે સોમનસ છે.
(૭) નિયત– સર્વદા અવસ્થિત હોવાથી નિયત કહેવાય છે. (૮) નિત્ય મંડિત– હંમેશાં આભૂષણોથી ભૂષિત રહેવાથી નિત્ય મંડિત કહેવાય છે. (૯) સુભદ્ર- સદા ભદ્ર, કલ્યાણના ભાવયુક્ત છે અને તેના અધિષ્ઠાતા મહદ્ધિક દેવ હોવાથી તે ક્યારેય ઉપદ્રવગ્રસ્ત થતું નથી તેથી તે સુભદ્ર કહેવાય છે. (૧૦) વિશાલ- આઠ યોજન પ્રમાણ વિસ્તૃત હોવાથી વિશાલ કહેવાય છે. (૧૧) સુજાત- દોષરહિત અને વિશુદ્ધ મણિ, કનક, રત્ન આદિથી નિર્મિત હોવાથી સુજાત કહેવાય છે. (૧૨) સુમન- જેના દર્શનથી મન શુભ થાય છે તેથી તે સુમન કહેવાય છે.