________________
૪૫૪
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
જબૂવૃક્ષ વલયો પ્રથમ વલય -મૂળ જંબૂવૃક્ષથી અર્ધા પ્રમાણવાળા ૧૦૮ જંબૂવૃક્ષ પ્રથમ વલયમાં છે. તેમાં અનાદત દેવના આભૂષણો રહે છે. બીજુ વલય :- પ્રથમવલયના જંબૂવૃક્ષથી અર્ધા પ્રમાણવાળા ૩૪,૦૧૧(ચોત્રીસ હજાર અગિયાર) જંબૂવૃક્ષો બીજા વલયમાં છે. યથા-વાયવ્ય, ઉત્તર, ઈશાન આ ત્રણ દિશામાં સામાનિકદેવોના ૪,૦૦૦(ચાર હજાર) જંબૂવૃક્ષો છે. પૂર્વદિશામાં અગ્રમહિષીઓના ૪ જંબૂવૃક્ષો છે. આગ્નેયકોણમાં આત્યંતર પરિષદના દેવોના ૮,૦૦૦(આઠ હજાર) જંબૂવૃક્ષો છે. દક્ષિણદિશામાં મધ્યમ પરિષદના દેવોના ૧૦,૦૦૦(દસ હજાર) જંબૂવૃક્ષો છે. નૈઋત્યકોણમાં બાહ્ય પરિષદના દેવોના ૧૨,૦૦૦(બાર હજાર) જંબૂવૃક્ષો છે. પશ્ચિમ દિશામાં સાત સેનાપતિના ૭ જેબૂવૃક્ષો છે. ત્રીજું વલય :- બીજા વલયના જંબૂવૃક્ષો કરતાં અર્ધા પ્રમાણવાળા આત્મરક્ષક દેવોના ૧૬,૦૦૦(સોળ હજાર) જંબૂવૃક્ષો છે. સર્વમળીને ૧+૧૦૮+૩૪,૦૧૧+૧૬,000 = ૫૦,૧૨૦ જંબૂવૃક્ષો, મૂળ જંબૂવૃક્ષને ફરતાં ત્રણ વલય રૂપે રહ્યા છે. આ ત્રણે ય વલય નીલવાન દ્રહ કુમાર દેવના પ્રથમના ત્રણ કમળ વલયોની જેમ જાણવા.
જંબૂ વનખંડો
'ન્યુતર વન ન્ય વન
હય વન