________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
जोयणाइं आयामविक्खंभेणं, साइरेगाइं चत्तारि जोयणाइं सव्वग्गेणं, वइरामयमूला सो चेव चेइयरुक्खवण्णओ ।
४४८
ભાવાર્થ :- તે જંબૂ સુદર્શન વૃક્ષ તેનાથી અર્ધી ઊંચાઈવાળા એક્સો આઠ જંબૂવૃક્ષોથી ઘેરાયેલું છે. તે જંબૂવૃક્ષો ચાર યોજન ઊંચા, એક ગાઉ જમીનમાં ઊંડા છે. તેના થડ એક યોજન ઊંચા અને એક ગાઉ પહોળા છે. તેની શાખાઓ ત્રણ યોજન સુધી ફેલાયેલી છે. તે વૃક્ષો મધ્યભાગમાં ચાર યોજન લાંબાપહોળા છે અને તેની સમગ્ર ઊંચાઈ સાધિક ચાર યોજનની છે, ઇત્યાદિ ચૈત્યવૃક્ષના વર્ણનની સમાન તેનું વર્ણન જાણવું.
| १६९ जंबूए णं सुदंसणा अवरुत्तरेणं उत्तरेणं उत्तरपुरत्थिमेणं एत्थ णं अणाढियस्स देवस्स चउण्हंसामाणियसाहस्सीणं चत्तारि जंबूसाहस्सीओ पण्णत्ताओ। जंबूर णं सुदंसणाए, पुरत्थिमेणं एत्थ णं अणाढियस्स देवस्स चउण्ह अग्गमहिसीणं चत्तारि जंबूओ पण्णत्ताओ। एवं परिवारो सव्वो भाणियव्वो जंबूए जाव आयरक्खाणं ।
ભાવાર્થ :- તે જંબૂ સુદર્શન વૃક્ષના પશ્ચિમ-ઉત્તરમાં, ઉત્તરમાં અને ઉત્તર-પૂર્વમાં અનાદત દેવના ચાર હજાર સામાનિક દેવોના ચાર હજાર જંબૂ વૃક્ષો છે. જંબૂ સુદર્શન વૃક્ષની પૂર્વમાં અનાદત દેવની ચાર અગ્રમહિષીઓના ચાર જંબૂ વૃક્ષો છે. આ પ્રમાણે સમસ્ત સપરિવાર યાવત્ આત્મરક્ષક દેવોના જંબૂવૃક્ષોનું કથન કરવું જોઈએ.
१७० जंबू णं सुदंसणा तिहिं जोयणसइएहिं वणसंडेहि सव्वओ समता संपरिक्खित्ता, तं जहा- पढमेणं, दोच्चेणं तच्चेणं ।
जंबूर णं सुदंसणाए पुरत्थिमेणं पढमं वणसंड पण्णासं जोयणाई ओगाहित्ता एत्थ णं एगे भवणे पण्णत्ते, पुरत्थिमिल्ले भवणसरिसे भाणियव्वे जावसयणिज्जं । एवं दाहिणेणं, पच्चत्थिमेणं, उत्तरेणं ।
ભાવાર્થ :- જંબૂ સુદર્શનવૃક્ષ સો સો યોજન પ્રમાણવાળા ત્રણ વનખંડોથી પરિવૃત્ત–ઘેરાયેલું છે.
જંબૂ સુદર્શનવૃક્ષના પ્રથમના આપ્યંતર વનમાં જંબૂ સુદર્શન વૃક્ષથી પૂર્વ દિશામાં પચાસ યોજન અંદર એક વિશાળ ભવન છે. તેનું વર્ણન પૂર્વ દિશાની શાખા પર આવેલા ભવનની સમાન જાણવું યાવત્ ત્યાં એક દેવશય્યા છે. આ પ્રમાણે દક્ષિણમાં, પશ્ચિમમાં અને ઉત્તરમાં પણ ભવન સમજવા જોઈએ.
| १७१ जंबू णं सुदंसणा उत्तर-पुरत्थिमेणं पढमं वणसंड पण्णासं जोयणाई ओगाहित्ता चत्तारि णंदापुक्खरिणीओ पण्णत्ताओ, तं जहा - पउमा पउमप्पभा चेव कुमुदा कुमयप्पभा । ताओ णं णंदाओ पुक्खरिणीओ कोसं आयामेणं, अद्धकोसं विक्खभेण पंचधणुसयाई उव्वेहेणं, वण्णओ भाणियव्वो जावतोरणत्ति ।
तासिं णं णंदापुक्खरिणीणं बहुमज्झदेसभाए एत्थ णं पासायावर्डेस पण्णत्तेकोसप्पमाणे उच्चत्ते, अद्धकोसं च आयाम विक्खंभो जाव सीहासणं सपरिवारं ।