________________
પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર
[ ૪૩૧ ]
१४२ लवणस्स णं भंते ! समुदस्स पएसा जंबुद्दीवं दीवं पुट्ठा? हंता, पुट्ठा। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! શું લવણસમુદ્રના (ચરમ) પ્રદેશો જંબૂદ્વીપનો સ્પર્શ કરે છે? ઉત્તરહા ગૌતમ ! સ્પર્શ કરે છે. १४३ ते णं भंते ! किं लवणसमुद्दे, जंबुद्दीवे दीवे वा? गोयमा ! ते लवणे समुद्दे, णो खलु ते जंबुद्दीवे दीवे। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! તે સ્પર્ધાયેલા પ્રદેશો લવણસમુદ્રના છે કે જંબૂદ્વીપના છે? ઉત્તર-હે ગૌતમ ! તે સ્પર્ધાયેલા પ્રદેશો લવણસમુદ્રના છે, જેબૂદ્વીપના નથી. १४४ जंबुद्दीवेणं भंते ! दीवे जीवा उद्दाइत्ता उद्दाइत्ता लवणसमुद्दे पच्चायति? गोयमा! अत्थेगइया पच्चायति, अत्थेगइया णो पच्चायति । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શું જંબૂઢીપના જીવો મરીને લવણસમુદ્રમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! કેટલાક જીવો ઉત્પન્ન થાય છે, કેટલાક જીવો ઉત્પન્ન થતા નથી. १४५ लवणे णं भंते ! समुद्दे जीवा उद्दाइत्ता उद्दाइत्ता जंबुद्दीवे दीवे पच्चायंति? गोयमा! अत्थेगइया पच्चायति, अत्थेगइया णो पच्चायति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું લવણસમુદ્રના જીવો મરીને જંબૂદ્વીપમાં ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! કેટલાક જીવો ઉત્પન્ન થાય છે, કેટલાક જીવો ઉત્પન્ન થતા નથી. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં બે ક્ષેત્રના ચરમ-અંતિમ પ્રદેશો પરસ્પર સ્પર્શતા હોવા છતાં તેની સ્વતંત્રતા સિદ્ધ કરી છે. મધ્યલોકની મધ્યમાં જંબુદ્વીપ છે અને તેને ફરતો લવણસમુદ્ર છે. તેથી જેબૂદ્વીપના અંતિમ પ્રદેશો લવણ સમુદ્રને સ્પર્શે અને લવણસમુદ્રના અંતિમ પ્રદેશો જેબૂદ્વીપને સ્પર્શે છે.
જેમ પાસે રહેલા બે મકાનોની દિવાલો પરસ્પર સ્પર્શતી હોય તોપણ તે સ્વતંત્ર હોય છે. તેમ જંબદ્વીપ અને લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો પરસ્પર સ્પર્શવા છતાં તે બંને ક્ષેત્રો અને તેના સીમા પ્રદેશો સ્વતંત્ર છે.
બંને ક્ષેત્રો સ્વતંત્ર હોવા છતાં એક ક્ષેત્રના જીવો મૃત્યુ પામીને અન્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ શકે છે, કારણ કે જીવના જન્મ-મરણની બાબતમાં ક્ષેત્રનું બંધન નથી, તેથી જંબૂદ્વીપના જીવો લવણ સમુદ્રમાં પાણીરૂપે કે તિર્યંચ પંચેન્દ્રિયાદિ રૂપે જન્મ ધારણ કરી શકે છે અને લવણ સમુદ્રના જીવો જેબૂદ્વીપમાં એકેન્દ્રિયાદિ કોઈ પણ જાતિમાં જન્મ ધારણ કરી શકે છે. ઉત્તરકુરુક્ષેત્ર - १४६ सेकेणटेणं भंते ! एवं वुच्चइ-जंबुद्दीवे दीवे?
गोयमा !जंबुद्दीवेदीवेमंदरस्स पव्वयस्स उत्तरेणंणीलवंतस्सदाहिणेणंमालवंतस्स