________________
૪૦
સંપૂર્ણ વક્તવ્યતા વિજયદ્વારની સમાન છે. તે ચારે દ્વાર ઉપર તે તે નામના દેવનુ આધિપત્ય હોય છે. તે ચારે દેવોની ઋદ્ધિ અને તેનો પરિવાર એક સમાન છે. જંબૂઢીપના ચારે દ્વાર વચ્ચેનું અંતર ઃ– જંબુદ્વીપની પરિધિમાંથી ચાર દ્વારોની પહોળાઈ બાદ કરતાં જે રાશિ આવે, તેના ચતુર્થાંશ કરતાં પ્રાપ્ત યોજન રાશિ જેટલું પ્રત્યેક દ્વારનું અંતર હોય છે, તે આ પ્રમાણે
છે
પ્રત્યેક દ્વારની પહોળાઈ ચાર યોજન, તેથી ચાર દ્વારના ૪×૪=૧૬ યોજન અને પ્રત્યેક દ્વારની બે-બે બાર શાખ રૂપ ભીંત એક-એક ગાઉ જાડી છે. તેથી ચારે દ્વારની ભીંતના ૪૪૨=૮ ગાઉ = ૨ યોજન બાર શાખના, તેમ કુલ ૧૬+૨=૧૮ યોજન થાય છે.
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
જબૂતીપના ચાર દ્વાર વચ્ચેનું અંતર
ભાજિત સંગ,
૭૯૦૫ર યોજન, ૧ ગાઉ,
૧૫૩૨ ધનુષ, ૩ અંગુલ,
૩ જવ, ૨ જૂ પ્રત્યેક દ્વાર વચ્ચે અંતર છે
જંબૂઢીપની પરિધિ ૩,૧૬,૨૨૭ (ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ)યોજન ત્રણ ગાઉ એકસો અઠ્ઠાવીસ ધનુષ્ય અને સાડાતેર અંગુલથી કંઈક અધિક છે. તેમાંથી ચારે ય દ્વારો અને બાર શાખના ૧૮ યોજન ઘટાડવાથી પરિધિનું પ્રમાણ ૩,૧૬,૨૦૯ યોજન ત્રણ ગાઉ એકસો અઠ્ઠાવીસ ધનુષ અને સાડા તેર આંગુલથી કંઈક અધિક બાકી રહે છે. તેના ચાર ભાગ કરવાથી ૭૯,૦૫ર યોજન, ૧ ગાઉ, ૧૫૩૨ ધનુષ, ૩ અંગુલ અને ત્રણ જવ આવે છે, આટલું અંતર એક દ્વારથી બીજા દ્વારની વચ્ચે છે.
પ્રસ્તુત સૂત્રમાં ૧ ગાઉ, ૧૫૩૨ ધનુષ, ત્રણ અંગુલ અને ત્રણ જવને માટે સ્થૂલદષ્ટિથી “કિંચિત ન્યૂન અર્ધો યોજન’’ આ પ્રમાણે કથન છે.
જંબુદ્વીપ અને લવણ સમુદ્રના પ્રદેશોની સ્પર્શનાદિ :
१४० जंबुद्दीवस्स णं भंते ! दीवस्स पएसा लवणं समुद्दं पुट्ठा ? हंता, पुट्ठा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું જંબુદ્રીપ નામના દ્વીપના (ચરમ) પ્રદેશો લવણસમુદ્રનો સ્પર્શ કરે છે? ઉત્તર- હા ગૌતમ ! સ્પર્શ કરે છે.
૨૪o તે ન ભંતે ! વિં નવુદ્દીને પીવે, નવપસમુદ્દે વા ? પોયમા !તે જંબુદ્દીને પીવે, ખો खलु ते लवणसमुद्दे ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તે સ્પર્શાયેલા પ્રદેશો જંબુદ્રીપના છે કે લવણસમુદ્રના ? ઉત્તર− હે ગૌતમ! તે પ્રદેશો જંબૂદ્વીપના છે લવણસમુદ્રના નથી.