________________
પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર
[ ૪૨૯ ]
१३७ कहिणंभंते ! जंबूद्दीवस्स दीवस्स जयंते णामंदारेपण्णत्ते? गोयमा !जंबूद्दीवेदीवे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं पयणालीसंजोयणसहस्साइं जंबूद्दीव-पच्चत्थिमपेरते लवणसमुद्दपच्चत्थिमद्धस्स पुरथिमेणंसीओदाए महाणईए उप्पिं एत्थणंजंबुद्दीवस्स जयते णामंदारेपण्णत्ते,तंचेवसेपमाणे । जयंतेदेवे। पच्चत्थिमेणंसेरायहाणी जावएमहिड्डिए। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! બૂઢીપ નામના દ્વીપમાં જયંત નામનું દ્વાર ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપ નામના દ્વીપમાં મેરુપર્વતથી પશ્ચિમ દિશામાં પીસ્તાલીસ હજાર યોજન દૂર જંબૂદ્વીપની પશ્ચિમ દિશાના અંતમાં તથા પશ્ચિમાર્ધ લવણસમુદ્રની પૂર્વમાં સીતોદા મહાનદીની ઉપર જંબૂદ્વીપનું જયંત નામનું દ્વાર છે. તેનું પ્રમાણ વગેરે સંપૂર્ણ વક્તવ્ય પૂર્વવત્ જાણવું યાવતું ત્યાં જયંત નામના મહાઋદ્ધિવાન દેવ રહે છે અને તેની રાજધાની જયંત દ્વારની પશ્ચિમમાં તિરછા અસંખ્ય દ્વીપ સમુદ્રોને પાર કર્યા પછી અન્ય જંબુદ્વીપમાં છે, વગેરે વર્ણન વિજય રાજધાનીની સમાન છે યાવતુ જયંત નામના દેવ મહાઋદ્ધિશાળી છે. १३८ कहिं णं भंते ! जंबुद्दीवस्स दीवस्स अपराइए णामंदारे पण्णत्ते? गोयमा ! मदरस्स पव्वयस्स उत्तरेणं पणयालीसंजोयणसहस्साइं अबाहाए जंबुद्दीवेदीवे उत्तरपेरते लवणसमुदस्स उत्तरद्धस्स दाहिणेणं एत्थ णं जंबुद्दीवेदीवे अपराइए णामंदारे पण्णत्ते। तंचेव पमाणं । रायहाणी उत्तरेणं जाव अपराइए देवे, चउण्ह वि अण्णम्मि जंबुद्दीवे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપમાં અપરાજિત નામનું દ્વાર કયાં છે? ઉત્તર- હે ગૌતમ ! મેરુપર્વતની ઉત્તર દિશામાં પીસ્તાલીસ હજાર યોજન દૂર જંબૂદ્વીપની ઉત્તર દિશાના અંતભાગમાં તથા ઉત્તરાર્ધ લવણસમુદ્રની દક્ષિણમાં જંબૂદ્વીપનું અપરાજિત નામનું દ્વાર છે. તેનું પ્રમાણ વગેરે વિજયદ્વારની સમાન છે, તેની અપરાજિત રાજધાની અપરાજિત દ્વારથી ઉત્તરમાં તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કર્યા પછી આવે છે, વગેરે વર્ણન વિજય રાજધાની સમાન છે યાવત્યાં અપરાજિત નામના મહાઋદ્ધિવાન દેવ રહે છે. આ ચારે ય રાજધાનીઓ આપણા આ જંબુદ્વીપમાં નહીં પણ અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછી સ્થિત બીજા જંબુદ્વીપમાં છે. १३९ जंबुद्दीवस्सणं भंते !दीवस्सदारस्सयदारस्स य एसणं केवइए अबाहाए अंतरे पण्णत्ते? गोयमा ! अउणासीइंजोयणसहस्साईबावण्णंच जोयणाइंदेसूणंच अद्धजोयणं दारस्स य दारस्स य अबाहाए अंतरे पण्णत्ते । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જંબુદ્વીપના આ દ્વારોમાં એક દ્વારથી બીજા દ્વાર વચ્ચે કેટલું અંતર છે? ઉત્તર- હે ગૌતમ! ઓગણએંશી હજાર બાવન [૭૯,૦૫ર યોજન અને દેશોન અર્ધ યોજનાનું અંતર છે. વિવેચના:
પ્રસ્તુત સુત્રોમાં વૈજયંત, જયંત અને અપરાજિત, આ શેષ ત્રણ દ્વારનું અતિદેશાત્મક કથન છે. તેમજ બે કાર વચ્ચેના અંતરનું પ્રતિપાદન છે.
જંબુદ્વીપમાં ચારે દિશામાં એક-એક દ્વાર છે. પૂર્વ દિશામાં વિજય, દક્ષિણમાં વેજયંત, પશ્ચિમમાં જયંત અને ઉત્તરદિશામાં અપરાજિત નામનું દ્વાર છે. પ્રત્યેક કારનું પ્રમાણ, સ્વરૂપ, તેની રાજધાની વગેરે