________________
૪૨૮ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
સર્વપ્રથમ વિજયદેવ અત્યંત મુલાયમ અને સુકોમલ વસ્ત્રોથી પોતાનું શરીર લૂછે છે. ત્યારપછી દિવ્ય વસ્ત્રો અને મહામૂલ્યવાન અલંકારો ધારણ કરે છે. રબિM અiાખ અપિ સમાને - વિભૂષાના પ્રસંગમાં સૂત્રકારે ચાર પ્રકારની અલંકાર વિધિનું કથન કર્યું છે. (૧) કેશાલંકાર- કેશને સુંદર રીતે સજાવવા. (૨) વસ્ત્રાલંકાર- સુશોભિત અને મૂલ્યવાન વસ્ત્રો ધારણ કરવા. (૩) માલ્યાલંકાર- વિવિધ પ્રકારની ગૂંથેલી, પરોવેલી, વીંટેલી, સંઘાતિમ આદિ ચારે પ્રકારની માળાઓ ધારણ કરવી. (૪) આભારણાલંકાર– ઉત્તમોત્તમ, મનોહર મૂલ્યવાન આભૂષણો ધારણ કરવા. સૂત્રમાં વિવિધ આભરણોના નામ છે.
ડાન :-ચૂડામણિ. નામનું મસ્તકનું શ્રેષ્ઠ આભરણ છે. તે સર્વ પાર્થિવ રત્નોમાં સારભૂત છે. દેવેન્દ્રો અને ચક્રવર્તી રાજાઓ તેને મસ્તક પર ધારણ કરે છે. તે સર્વ અમંગલ, અશાંતિ, રોગાદિ દોષોનો નાશ કરનાર પરમ મંગલભૂત આભૂષણ છે.
આ રીતે સર્વ અલંકારોથી અલંકૃત થઈને તે દેવ વ્યવસાયસભામાં જાય છે. ત્યાં પુસ્તક રત્નનું અધ્યયન કરી પોતાના વ્યવહારને જાણે છે અને તે પ્રમાણે કાર્ય કરે છે. ત્યાર પછી તે દેવ સુધર્મા સભામાં જાય છે. ત્યાં પોતાની સંપૂર્ણ પારિવારિક ઋદ્ધિ સાથે દિવ્ય સુખનો જીવન પર્યત અનુભવ કરે છે. વિજય દેવ અને તેના સામાનિક દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે. અન્ય દેવોની યથાયોગ્ય ૧૦,૦૦૦ વર્ષથી લઈને એક પલ્યોપમ સુધીની કોઈ પણ સ્થિતિ હોય છે. વૈજયંત આદિ દ્વાર:१३५ कहिं णं भंते ! जंबुद्दीवस्स दीवस्स वेजयंते णामंदारे पण्णत्ते ?
गोयमा !जबूद्दीवेदीवेमंदरस्स पव्वयस्सदक्खिणेणंपणयालीसंजोयण-सहस्साई अबाहाए जंबुद्दीवदीवदाहिणपेरते लवणसमुद्ददाहिणद्धस्स उत्तरेणं एत्थ णं जंबुद्दीवस्स दीवस्स वेजयते णामंदारे पण्णत्ते, अटुंजोयणाइं उड्डे उच्चत्तेणं सच्चेव सव्वा वत्तव्वया जावणिच्चे। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! જંબુદ્વીપ નામના દ્વીપનું વૈજયંત નામનું દ્વાર ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુપર્વતથી દક્ષિણ દિશામાં પિસ્તાળીસ હજાર યોજન દૂર જંબૂદ્વીપની દક્ષિણ દિશાના અંત ભાગમાં તથા દક્ષિણાર્ધ લવણસમુદ્રથી ઉત્તરમાં વૈજયંત નામનું દ્વાર છે. તે આઠ યોજન ઊંચું અને ચાર યોજન પહોળું છે વગેરે સંપૂર્ણ વક્તવ્યતા વિજય દ્વારની સમાન જાણવી થાવ, વૈજયંત દ્વાર નિત્ય છે. १३६ कहिणं भंते ! वेजयंतस्स देवस्स वेजयंता णामं रायहाणी? गोयमा ! जहा विजयस्स देवस्स विजया रायहाणी, णवरं- दाहिणेणं जाववेजयंते देवे, वेजयंते देवे। ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! વૈજયંત દેવની વૈજયંતા નામની રાજધાની ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! વિજય દેવની વિજયા રાજધાનીની સમાન અહીં પણ રાજધાનીનું વર્ણન જાણવું પરંતુ વિશેષતાએ છે કે વિજયા રાજધાની વિજય દ્વારથી પૂર્વ દિશામાં છે અને વેજચંતા રાજધાની વેજયંત દ્વારની દક્ષિણ દિશામાં તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્રો પસાર કર્યા પછી અન્ય જંબુદ્વીપમાં છે વાવત ત્યાં વૈજયંત નામના મહાઋદ્ધિ-વાળા દેવ રહે છે.
વિણાઈ લવણસમદ્રથી
જાણવી યાવત વૈરાગ અને ચાર યોજન