________________
પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર
[૪૨૭]
દેવનો અભિષેક :- નવા ઉત્પન્ન થયેલા મહદ્ધિક(માલિક) દેવનો અભિષેક કરવા માટે સામાનિક દેવની આજ્ઞાથી આભિયોગિક દેવો અભિષેક માટેની સમગ્ર સાધન સામગ્રી ઉપસ્થિત કરે છે. ઉત્તર વૈલિય શરીર બનાવવાની પ્રકિયા :- દેવને આ લોકમાં અન્યત્ર ક્યાંય પણ જવું હોય ત્યારે પોતાની વૈક્રિયલબ્ધિનો પ્રયોગ કરી ઉત્તરવૈક્રિય શરીર બનાવીને ગંતવ્ય સ્થાને પહોંચી જાય છે.
પ્રસ્તુત પ્રસંગમાં આભિયોગિક દેવો અભિષેક માટેની સામગ્રી લેવા માટે લોકના ભિન્ન ભિન્ન સ્થાને જાય છે. તે પ્રસંગમાં સૂત્રકારે ઉત્તરવૈક્રિયશરીર બનાવવાની પ્રક્રિયાનું સૂચન કર્યું છે. વેત્રિય સમુધા સમોદતિ –તદેવ વૈક્રિય સમુદ્યાતથી સમવહત થાય છે અર્થાત્ વૈક્રિય સમુઘાત કરે છે. તેમાં સહુ પ્રથમ સંખ્યાત યોજન લાંબો અને શરીર પ્રમાણ પહોળો દંડ બહાર કાઢે છે અર્થાતુ આત્મપ્રદેશોને દંડાકારે ફેલાવે છે. તે અવસ્થામાં આત્માવગાઢ ક્ષેત્રમાં રહેલા સોળ જાતિના રત્નોના બાદર-સ્થૂલ પુગલોને છોડીને માત્ર સૂક્ષ્મ પુદ્ગલોને એટલે વૈક્રિય શરીર બનાવવા યોગ્ય પગલોને ગ્રહણ કરે છે.
ત્યાર પછી વિવિધ પ્રકારના વૈક્રિય રૂપ બનાવવા માટે દેવો બીજી વાર સમુઘાત કરીને સારભૂત સૂક્ષ્મ પુદ્ગલોમાંથી વિવિધ રૂપોની વિકુવર્ણા કરે છે અને કળશો આદિ આ પ્રમાણે તૈયાર કરે છે
(૧) સુવર્ણ (૨)રજત (૩) મણિરત્ન (૪) સુવર્ણ-રજત (૫) સુવર્ણ-મણિરત્ન (૬) રજત-મણિરત્ન (૭) સુવર્ણરજત-મણિરત્ન (૮) માટીના, તે આઠ જાતિના ૧૦0૮-૧૦૦૮ કળશો અર્થાત્ ૮૦૬૪ કળશો તેમજ ઝારી, દર્પણ, પુષ્પ ચંગેરી, છત્ર, ચામર, સિંહાસન આદિ બનાવે છે. તે સર્વવિકુવર્ણા કરેલા સાધનો લઈને તિરછા લોકમાં આવે છે. તિરછા લોકના સમસ્ત તીર્થક્ષેત્રો, મહાનદીઓના જલ, માટી અને સુગંધી દ્રવ્યો; સર્વ વનોમાંથી પુષ્પો; સર્વદ્રહોના શતપત્ર, સહસપત્ર આદિ કમળો; સર્વ પર્વતોમાંથી સર્વ પ્રકારની ઔષધિઓ, સરસવ આદિ ઉત્તમ દ્રવ્યોને ગ્રહણ કરીને તે દ્રવ્યોને ઉત્કૃષ્ટદિવ્યગતિએ સ્વસ્થાને લઈ આવે છે.
ત્યાર પછી અભિષેક સભામાં અત્યંત હર્ષોલ્લાસ સાથે, મહોત્સવપૂર્વક સામાનિક દેવો, અગ્રમહિષીઓ, આત્મરક્ષક દેવો, સેના અને સેનાધિપતિઓ વગેરે સમસ્ત પારિવારિક ઋદ્ધિ અને દિવ્ય ઋદ્ધિ સહિત સુવર્ણાદિ કળશોથી વિજયદેવનો ઇન્દ્રાભિષેક અર્થાત્ ઇન્દ્ર જેવો મહા જન્મ અભિષેક કરે છે.
ત્યારે અન્ય દેવ-દેવીઓ વિવિધ પ્રકારના નાચ-ગાન આદિ દ્વારા પોતાના આનંદને અભિવ્યક્ત કરે છે. સૂત્રકારે દેવોની આનંદ અભિવ્યક્તિનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
શ્રી રાજપ્રશ્નીય સુત્રમાં સૂર્યાભદેવે પ્રભુ મહાવીર સમક્ષ કરેલી ૩ર પ્રકારની નાટયવિધિનું વર્ણન છે. તેમાંથી કેટલીક નાટયવિધિનો અહીં પણ સંકેત છે, તેમાં વિવિધ આકારના અભિનયો દ્વારા દેવો પોતાના હર્ષોલ્લાસને પ્રગટ કરે છે.
અભિષેક વિધિ પૂર્ણ થયા પછી ઉપસ્થિત દેવ-દેવીઓ વિજય દેવ માટે શુભેચ્છા સુચક શબ્દોનો જયનાદ કરે છે. દીર્ઘકાલ પર્યત કોઈ પણ પ્રકારના વિધ્વરહિત દિવ્ય ઋદ્ધિને, દિવ્ય ભોગોને ભોગવો તેવી ભાવના પ્રગટ કરે છે.
ત્યાર પછી વિજય દેવ અલંકાર સભામાં જાય છે. ત્યાં પૂર્વાભિમુખ સિંહાસન પર બેસે છે. ત્યારે સામાનિકદેવોની આજ્ઞાથી આભિયોગિકદેવોવિજયદેવ માટે દિવ્ય વસ્ત્રો તથા અલંકારોના પાત્ર ઉપસ્થિત કરે છે.