________________
૪ર૬ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
१३२ तएणंसेविज़ए देवेचउण्हंसामाणियसाहस्सीणंचउण्हं अग्गमहिसीणंसपरिवाराणं तिण्ह परिसाणंसत्तण्हं अणियाणंसत्तण्हं अणियाहिवईणंसोलसण्हंआयरक्खदेवसाहस्सीणं विजयस्स णं दारस्स विजयाए रायहाणीए, अण्णेसिं च बहूणं विजयाए रायहाणीए वत्थव्वगाणदेवाण देवीण य आहेवच्च पोरेवच्चसामित्त भट्टित्तमहत्तरगत आणा-ईसरसेणावच्चंकारेमाणे पालेमाणे महयाहयणट्ट-गीयवाइयततीतल-ताल-तुडियघण-मुइंग पडुप्पवाइयरवेणं दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી તે વિજયદેવ ચાર હજાર સામાનિક દેવો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પરિષદો, સાત સેના, સાત સેનાધિપતિ, સોળ હજાર આત્મરક્ષક દેવોનું તથા વિજયદ્વાર, વિજયા રાજધાની અને વિજયા રાજધાની નિવાસી ઘણા અન્ય દેવ-દેવીઓનું આધિપત્ય, અગ્રેસરપણું(આગેવાની), સ્વામિત્વ, ભતૃત્વ-પ્રભુત્વ, મહતત્વ(અધિનાયકપણું), આશેશ્વરત્વ, સેનાધિપતિત્વ પાલન કરતાં, અજ્ઞાનું પાલન કરાવતાં, ઉચ્ચ સ્વરથી વગાડવામાં આવતાં વાધો, નૃત્ય, ગીત, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘન, મૃદંગ વગેરેના ધ્વનિ સાથે દિવ્ય ભોગપભોગ ભોગવતા રહે છે. १३३ विजयस्स णं भंते ! देवस्स केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! एगं पलिओवमं ठिई पण्णत्ता। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! વિજયદેવની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! એક પલ્યોપમની સ્થિતિ છે. १३४ विजयस्सणं देवस्स सामाणियाणं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! एगंपलिओवमं ठिई पण्णत्ता । एमहड्डिए एमहज्जुईए एमहब्बले एमहायसे एमहासोक्खे एमहाणुभागे विजए देवे, विजए देवे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વિજયદેવના સામાનિક દેવોની કેટલી સ્થિતિ છે? ઉત્તર- હે ગૌતમ! એક પલ્યોપમની સ્થિતિ છે. આ પ્રમાણે તે વિજયદેવ આવી મહાઋદ્ધિવાળા, મહાધુતિવાળા, મહાબળવાળા, મહાન યશવાળા, મહાસુખવાળા અને મહાન પ્રભાવશાળી છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વિજયદેવના ઉપપાત અને તેના અભિષેકનું નિરૂપણ છે. દેવનો ઉપપાત :- કોઈ પણ દેવની ઉત્પત્તિ ઉપપાત સભામાં રહેલી દેવશયામાં થાય છે. દેવોને ઉપપાત જન્મ હોય છે. દેવશયારૂપ ઉત્પત્તિસ્થાનમાંથી જ વૈક્રિયશરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને જન્મ ધારણ કરી દેવ પોતાનું શરીર બનાવે છે. તે દેવ અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના સહિત દેવ શય્યામાં દેવદૂષ્યની અંદર ઉત્પન્ન થાય છે અને અંતર્મુહૂર્તમાં પાંચે ય પર્યાપ્તિઓથી પરિપૂર્ણ થઈને પોતાની સંપૂર્ણ અવગાહનાને પ્રાપ્ત કરી લે છે. અંતર્મુહૂર્તમાં જ તેનું રૂપ, ક્રાંતિ, તેજ આદિ ખીલી ઊઠે છે.
દેવોમાં મનુષ્યોની જેમ ક્રમિક વિકાસ થતો નથી. ત્યાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા આદિ અવસ્થા ભેદ હોતા નથી. અંતર્મુહૂર્તમાં જ તે દેવ પૂર્ણ યૌવનને પ્રાપ્ત કરી લે છે, તે જ અવસ્થા જીવન પર્યત રહે છે.