________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
अणुप्पयाहिणीकरेमाणे- अणुप्पयाहिणीकरेमाणे पुरत्थिमेणं दारेण अणुपविसइ, अणुपविसित्ता जेणेव सीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे । तए णं तस्स विजयस्स देवस्स सामाणियपरिसोववण्णगा देवा आभिओगिए देवे सद्दार्वति, सद्दावित्ता एवं वयासी - खिप्पामेव देवाणुप्पिया ! विजयस्स देवस्स अलंकारियं भंड उवणेह । तहेव ते अलंकारियं भंड जाव उवट्ठवेंति ।
I
૪૧૬
ભાવાર્થ :- અતિશય મહિમાશાળી ઇન્દ્રાભિષેકથી અભિષિક્ત થયા પછી તે વિજય દેવ સિંહાસન ઉપરથી ઊઠીને અભિષેક સભાની પૂર્વદિશાના દ્વારમાંથી બહાર નીકળી અલંકાર સભા તરફ જાય છે અને અલંકાર સભાને પ્રદક્ષિણા કરીને, પૂર્વી દ્વારથી અલંકાર સભામાં પ્રવેશ કરીને ત્યાંના સિંહાસન સમીપે આવીને શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ તરફ મુખ રાખીને બેસે છે.
ત્યારપછી તે વિજયદેવના સામાનિક પરિષદના દેવો આભિયોગિક દેવોને બોલાવે છે અને આ પ્રમાણે કહે છે કે– હે દેવાનુપ્રિયો ! શીઘ્ર વિજયદેવ માટે અલંકાર પાત્ર લઈ આવો. ત્યારે તે આભિયોગિક દેવો અલંકારપાત્ર લાવે છે.
| १२५ तणं से विज देवे तप्पढमयाए पम्हलसूमालाए दिव्वाए सुरभीए गंधकासाईए गायाइं लूहेइ, गायाइं लूहित्ता सरसेणं गोसीसचंदणेणं गायाई अणुलिपइ, अणुलिपित्ता णासाणीसासवायवज्झंचक्खुहरवण्णफरिसजुत्तं हयलालापेलवातिगंधवलं कणगखइयंतकम्म आगासफलिहसरिसप्पभं अहयं दिव्वं देवदूसजुयलं णियंसेइ नियंसेत्ता हारं पिणद्धेइ, पिणिद्धेत्ता एवं एकावलिं पिणद्धेइ, एवं एएणं आभिलावेण मुत्तावलि, कणगावलिं रयणावलिं कडगाई तुडियाई अंगयाई केयूराइं दसमुद्दियाणंतगं कडिसुत्तगं मुरवि कंठमुरविं पालंबसि कुंडलाई चूडामणिं चित्तरयसक्कडं मउड पिणद्धेइ, पिणिद्धित्ता गंठिम वेढिम- पूरिम- संघाइमेणं चउव्विहेणं मल्लेणं कप्परुक्खयं पिव अप्पाणं अलंकिय विभूसियं करे, करेत्ता दद्दरमलयसुगंध गंधिएहिं गंधेहिं गायाई सुक्किड, सुक्किडित्ता दिव्वं च सुमणदामं पिणद्ध ।
ભાવાર્થ :- ત્યાર પછી તે વિજયદેવ સર્વપ્રથમ રૂંછાવાળા, સુકોમળ, દિવ્ય, સુગંધિત કાષાયિક વસ્ત્રથી પોતાનું શરીર લૂછે છે; ગોશીર્ષ ચંદનનો લેપ કરે છે; ત્યાર પછી શ્વાસોચ્છવાસની હવાથી પણ ઊડી જાય તેવા બારીક, આંખને ગમી જાય તેવા સુંદર વર્ણ અને મુલાયમ સ્પર્શવાળા, ઘોડાની લાળથી પણ વધારે કોમળ, શ્વેત, સુવર્ણ જડિત કિનારીવાળા, આકાશ અને સ્ફટિક જેવી કાંતિવાળા, અખંડ, દિવ્ય દેવદૃષ્ય યુગલને ધારણ કરે છે; ત્યારપછી હાર પહેરે છે; એકસો એકાવલી હાર, તે જ રીતે મોતીઓનો મુક્તાવલી હાર, સુવર્ણનો કનકાવલી, રત્નોનો રત્નાવલી હાર, કડા, બાજુબંધ, કંગન, કેયુર, દશ આંગળીઓમાં દશ મુદ્રિકા, કંદોરો, મુરવિ નામનું આભૂષણ, કંઠ મુરવિ, પ્રાલંબ–સુવર્ણ અને રત્નોનું શરીર પ્રમાણ આભૂષણ, કુંડલ, ચૂડામણિ–મસ્તકનું આભૂષણ, વિવિધ રત્નોના મુગટ વગેરે આભૂષણોને ધારણ કરે છે. ત્યાર પછી ચાર પ્રકારની માળાઓ–દોરાની ગાંઠ મારીને બનાવેલી ગ્રંથિમ, દોરાને વીંટીને બનાવેલી વેષ્ટિમ, ફૂલો પરોવીને બનાવેલી પૂરિમ અને ફૂલોની નાલને પરસ્પર ભેગી કરીને બનાવેલી સંઘાતિમ માળાઓને ધારણ કરીને કલ્પવૃક્ષની જેમ પોતાને અલંકૃત અને વિભૂષિત કરે છે.